________________
ભાવકર્મ
૨૭૧
આમ કહેવાનું હોય, એકને આમ કહેવાનું હોય. અહીં તો એક જ જાતનું કહેવાનું.
ક્રોધ-માન-માયા-લોભ જે પહેલાં થતાં’તા, તેનાંથી તો ભાવકર્મ હતું. હવે ચંદુભાઈ રહ્યા નહીં ને એટલે ભાવકર્મ ઊડી ગયું. ભાવકર્મ આપણે કાઢી નાખ્યું છે. ભાવકર્મ ક્રમિકમાં હોય, સ્ટેપ બાય સ્ટેપમાં હોય.
પ્રશ્નકર્તા: કષાયો હોવાથી ભાવકર્મ થાય છે તેમ આપે કહ્યું, તો ચારમાંથી એકાદ પ્રકારનો કષાય હોય તો પણ તેટલો જ દોષિત કહેવાય ?
દાદાશ્રી : ચારમાંથી એક હોય નહીં, એ ચારેવ મૂઆ હોય જોડે. પણ એક વધતો-ઓછો હોય. એક આગેવાન જેવો થઈ બેઠો હોય મહીં. હોય ચારેવ બધાં ! અમે મારતાં નથી, હિંસા તો નથી કરતાં, પણ એકને છે તે અમે રજા આપી દઈએ અહીંથી. એટલે બધાંય જતાં રહે. એટલે માન નામનો કષાય છે ને, એને અમે રજા આપી દઈએ છીએ. એટલે પેલાં બધાય જતાં રહે. નહીં તો બીજાં બધાં આ ક્રોધ ને એ બધાં કષાય રજા આપવાથી એ જાય, પણ પાછાં ફરી આવે એ તો પાછળ. અને માન એકલું જ જો ઊડ્યું તો બધું ઊડ્યું. એટલે માયાનાં છ પુત્રો, ક્રોધ-માનમાયા-લોભ, રાગ-દ્વેષ, ને સાતમી માયા, એ આ જગતમાં બધાને ફસાવી રહી છે.
૨૭૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : ના, ના. ભાવ તો લોકો સમજતાં નથી. આપણને આ ભાવતું હોય, તે ભાવતું હોય, એ બધું ભાવ ના કહેવાય એને. ભાવ તો ખબર ના પડે કોઈને ! ભાવ તો એ શબ્દમાં રમ્યા કરે છે, “મને આ ભાવે છે, તે ભાવે છે', એટલે આ મારો ભાવ. હોય ભાવ એ. હા, એ બધાં બીજ ઊગવાલાયક ખરાં કે જ્યાં સુધી ‘હું ચંદુભાઈ છું', ત્યાં સુધી ઊગે એ. અને ‘હું શુદ્ધાત્મા છું' તો ઊગે નહીં. બાકી ભાવકર્મે એ હોય, બળ્યા. ખરેખર તો એ ભાવકર્મમાંથી જ આ બધાં ફળ આવેલા તે છે.
પ્રશ્નકર્તા : આપણે ઘણીવાર સારા ભાવ કરીએ. એમાં કેટલાંક ભાવો ફળે છે ને કેટલાંક ભાવો નથી ફળતા તો એનું કારણ શું ? એ પણ આપણું કંઈ ભાવકર્મ હશે ?
દાદાશ્રી : ન્હોય, ભાવકર્મ જ ન્હોય આ. આ ભાવ જે થાય છે ને, એ તો ઈચ્છા છે. ભાવ તો ચાર્જ કહેવાય. એ તો થતાં જ નથી અત્યારે. આ જ્ઞાન આપ્યા પછી બંધ થઈ જાય છે. ભાવકર્મ ન્હોય આ. આ આપણને ભાવે છે, માટે કંઈ ભાવકર્મ કહેવાય ? ભાવ શબ્દ વપરાય છે. એટલું જ.
પ્રશ્નકર્તા : દાદા, આપણને ભાવના ઉત્પન્ન થાય છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : શાની ભાવના પણ ? ભાવના બે પ્રકારની. એક આપણને ભાવતું હોય તેને ય ભાવના કહીએ છીએ. “આ ભાવે છે મને’ એવું કહીએ છીએ. આ ઈફેક્ટ છે અને ભાવ જે ઉત્પન્ન થાય છે એ તો કર્મ છે, ભાવકર્મ છે. ભાવના એ ભાવકર્મનું ફળ છે. ભાવકર્મ એ કૉઝિઝ કહેવાય અને આ ભાવના એ ઈફેક્ટ છે. “આ ભાવે છે ને તે ભાવે છે” તે ઈફેક્ટ છે. તને જે ભાવે તે ખાજે, બા. બીજ શેકી નાખજે.
પ્રશ્નકર્તા એટલે ભાવના અને ભાવકર્મ એ જુદું ?
દાદાશ્રી : હા, ભાવના એ ભાવકર્મમાં જ પરિણામ પામશે, અજ્ઞાન દશામાં. હવે આપણા લોકો ઈચ્છાને ભાવનામાં લઈ જાય છે. મારી આ
પછી આર્તધ્યાન-રૌદ્રધ્યાન ને ધર્મધ્યાન એ બધું ભાવકર્મ.
ફેર, ભાવ અને ભાવકર્મમાં ! આખું જગત ભાવકર્મમાં સપડાયું છે. ભાવકર્મ એટલે બીજ રોપવું. ક્રમિક માર્ગ એટલે ભાવકર્મ ઉપર આધાર. ખોટાં બીજને બદલે સારાં બીજ રોપવા અને પાછાં એથી સારા બીજ રોપવા, એના કરતાં સારા એમ એમ કરતાં કરતાં આગળ વધવાનું.
પ્રશ્નકર્તા : મનમાં સારા વિચાર આવે, એને ભાવ કહે છે ને લોકો તો ?