________________
ભાવકર્મ
૨૬૯
પ્રશ્નકર્તા : એટલે લાઈક અને ડીસ્લાઈક ઉપર ?
દાદાશ્રી : એ લાઈક અને ડિસ્લાઈક એ તો પછી રહ્યું. આ ભાવઅભાવ ક્યાં સુધી કહેવાય ? અહંકાર સાથે હોય ત્યાં સુધી. અને અહંકાર રહિતના ભાવ-અભાવ તો લાઈક-ડિસ્લાઈક. ડિસ્ચાર્જમાં લાઈક-ડિસ્લાઈક હોય. એટલે ભાવ-અભાવથી ચાર્જ થાય છે. લોકોને કાં તો ભાવ થાય, કાં તો અભાવ થાય. આ બેમાંથી એક જ થાય. ત્રીજું ના થાય પછી. કષાય એટલે ભાવકર્મ !
એટલે ‘હું ચંદુલાલ, હું વાણિયો' એ બધી રોંગ બિલિફો, એ બધા ભાવકર્મ. અને ‘હું ચંદુલાલ' થયો એટલે ક્રોધ-માન-માયા-લોભ થયા, તેનાથી કર્મ બંધાય. હવે ક્રોધ-માન-માયા-લોભ એમાં ‘હું’-‘મારું’ આવી ગયું. કારણ કે માન એટલે ‘હું’ આવ્યું અને લોભ એટલે ‘મારું’ બધું આવી ગયું. એનાથી આ ભાવકર્મ બંધાય અને આ દ્રવ્યકર્મ છે તો આ જગતમાં આપણને ભાવકર્મ ઊભા થાય.
કોઈની ઉપર ક્રોધ એની મેળે થઈ જાય છે ને ?! કોઈ અપમાન કરે તો સહન થાય નહીં, એ ક્રોધ કરે પછી. ના કરે ક્રોધ ? માનને સાચવવા માટે ક્રોધ કરે, પૈસા સાચવવા માટે ક્રોધ કરે એ ભાવકર્મ કહેવાય.
પછી કો’ક આમ લગ્નમાં ગયા હોય અને રિસેપ્શનવાળાએ ‘આમ’
કર્યું હોય એટલે એની મેળે જ આમ ટાઈટ થઈ જાય ને કે કોઈ લાત મારવી પડે છે ? વગર લાત મારે આમ થઈ જાય છે ને ! એ માન નામનું ભાવકર્મ. અને કોઈએ આમ જે' જે' ના કરી એટલે આમ ટાઢું થઈ ગયું એ અપમાન નામનું ભાવકર્મ. ટાઢું થઈ જાય કે નહીં, બોલાવે નહીં તો ?!
એટલે આ કપટ કરવા, મોહ કરવો એ બધાય ભાવકર્મ કહેવાય. માયા એટલે કપટ કરે. પૈસાને સાચવવા માટે, માનને સાચવવા માટે કપટ કરે એ ય ભાવકર્મ.
ખાવા-પીવાનું તો હોય પણ પાછું લોભ જાય નહીં. પૈસાનો લોભ કરવો, ઘરમાં પુષ્કળ પૈસા છે અને સારી રીતે ઘર ચાલે છે તોય આખો
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દહાડો હાય પૈસો, હાય પૈસો કરે એ શું કહેવાય ? લોભ. પાછું આગલા ભવમાં જે મળવાનું હતું, તે આજે વટાવી ખાધું. (કુદરતની) બેન્કમાંથી અહીંયા આજે જ (ઓવરડ્રાફટ) ઉપાડીને વાપરી મારે અને છોકરાં માટે બે લાખ ભેળાં કરીને છોકરાને કહેશે, ‘તું વાપરજે, હું.' અલ્યા મૂઆ, પણ આગલા અવતારમાં શું કરીશ તે ! અક્કરમી એની મેળે જ આવવા દેને, નેચરલ જ. ખેડ ખેડ શું કરવા કર્યું વગર કામનું, આટલી આવક છે તો ય ? એટલે આ આવતું બગાડ્યું. એટલે આ લોભ એ ભાવકર્મ કહેવાય !
૨૭૦
ભાવકર્મ તો જે પોતાની સ્થિરતા તોડી નાખે, પોતાનું ભાન તોડી નાખે એ બધું ભાવકર્મ. એટલે આ ક્રોધ-માન-માયા-લોભ એ બધા પોતાનું ભાન ખોઈ નાખે. લોભિયો લોભના ભાનમાં હોય, બીજા ભાન બધાં તૂટી ગયેલા હોય બધા. એટલે લોભાંધ કહે છે ને ! એકલો લોભમાં જ દેખાય અને બીજું બધું અંધ બધું. છોડીઓ ફરવા જતી હોય તેનો વાંધો નહીં, એ પોતે લોભમાં જ ફર્યા કરતો હોય.
ચાર કષાયો એ જ ભાવકર્મ. બીજાં કોઈ નહીં.
પ્રશ્નકર્તા : આ કોઈ પણ વસ્તુ ચારમાં ફીટ થાય એ ભાવકર્મ છે ? દાદાશ્રી : હા, ચારમાં ફીટ થાય એ બધાં જ ભાવકર્મ, એ સિવાય બીજું ભાવકર્મ છે નહીં.
પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભના પરમાણુઓ એમાં ભેગાં થાય, ત્યારે છે તો ભાવકર્મ ઉત્પન્ન થાય ને ?
દાદાશ્રી : ના, એ ક્રોધ-માન-માયા-લોભ એ જ ભાવકર્મ. એ પ્રગટ દેખાય તે જ ભાવકર્મ, હિંસક ભાવ સહિત હોય તો. અને હિંસક ભાવ ના હોય તો ક્રોધ-માન-માયા-લોભ એ ભાવકર્મ ના કહેવાય પાછો. ડિસ્ચાર્જ ભાવ એટલે ભાવકર્મ ના કહેવાય. ભાવકર્મ જીવતાં હોય. એટલે મિશ્રચેતન હોય. આ વૈજ્ઞાનિક પ્રયોગને, એમાં અહીં બીજું ચાલે નહીં. બીજું એડજસ્ટેય થાય નહીંને ! જ્યાં વિજ્ઞાન જ હોય ત્યાં આગળ વિરોધાભાસ ના હોય. વિરોધાભાસ ક્રમિક માર્ગમાં હોય. કારણ કે એકને