________________
ઘાતી-અઘાતી કર્મ
૨૬૭
દાદાશ્રી : બરોબર, હા. હવે એ બધા તમારે નિકાલી કર્મો છે. એ ચાર કર્મો અમે અમુક પ્રમાણમાં ક્ષય કર્યા છે, અને બીજા ચાર કર્મો છે તે હવે ક્ષય થઈ રહ્યા છે. તમારે એ બધી પીડામાં નહીં પડવા જેવું. આપણે તો તમે શુદ્ધાત્મા છો, તો ચંદુભાઈ જે કરે છે એ નિર્જરા જ થઈ રહી છે આઠેય કર્મની.
એ આઠ કર્મની મુક્તિ થાયને, એટલે મોક્ષ થઈ જાય. પણ પહેલો મોક્ષ, એકદમ વર્તનમાં ના આવે. પહેલી બિલિફ બેસે આ. આ અમે જે જ્ઞાન આપીએ ને, એટલે બિલિફ બેસે એટલે સમ્યક્ દર્શન થાય. પણ એકદમ વીતરાગ ચારિત્ર ના પ્રાપ્ત થાય. ચારિત્ર વર્તનમાં આવવા માટે ટાઈમ લે પછી. પણ પહેલું શ્રદ્ધા બદલાય તો બધું બદલાય. શ્રદ્ધા જ બદલાતી નથી. ‘હું ચંદુભાઈ છું એ બદલાય નહીં તો ક્યારે પાર આવે ?
ફરી ફરી આવાં સમાધાન, શાસ્ત્રોમાં ના હોય કે ગુરુની પાસે હોય નહીં, ગુરુ-બુ બધાં આમાં કશું પહોંચે નહીં. જે જે બધું સમાધાન કરો છો એ તો કેવળ દર્શનથી છે. મતિથી, બુદ્ધિથી પહોંચે નહીં. બુદ્ધિ નહીં ત્યારે જ આ રાગે પડે છે, સેન્ટ બુદ્ધિ નહીં ત્યારે.
પ્રશ્નકર્તા : દાદાએ દ્રવ્યકર્મનો છેલ્લામાં છેલ્લો ફોડ આપી દીધો છે. એવો ક્યાંય કોઈએ નથી આપ્યો.
દાદાશ્રી : હા, દ્રવ્યકર્મ ના સમજાય ! દ્રવ્યકર્મ એ જો સમજે ને તો કામ થઈ જાય !
[૨.૧૧]
ભાવકર્મ દ્રવ્યકર્મને લઈને થાય ભાવકર્મ ! પ્રશ્નકર્તા : હવે ભાવકર્મને વિગતવાર સમજાવો.
દાદાશ્રી : ભાવકર્મ જો સમજવું હોય ટૂંકામાં ટૂંકું, શરૂઆત સમજવી હોય તો ‘હું ચંદુભાઈ છું’ એ જ ભાવકર્મ પહેલું. પછી ઊંડા બધાં બહુ રહ્યાં. એને જ્ઞાનાવરણ-દર્શનાવરણના પેલા પાટા બાંધ્યા છે તેને લીધે, જે છે એ દેખાતું નથી. એટલે ‘હું ચંદુભાઈ છું' એવું બોલે છે આ. માટે આ પહેલું ભાવકર્મ.
પછી ચશ્મા બદલાયેલા છે એટલે “એને’ એમ ભાવ ઉત્પન્ન થાય છે કે આ મારો દુશ્મન છે, આ મારો મિત્ર છે એ ભાવકર્મ છે. ભાવના આધારે ચમા નથી. ચશ્માના આધારે અત્યારે ભાવ થાય છે અને એ ભાવ થાય છે એટલે પાછાં નવા ચશ્મા ઊભા થાય છે, આવતા ભવના માટે દ્રવ્યકર્મ.
એ ભાવકર્મનો મૂળ અર્થ એવો છે કે ભાવ અને અભાવ થાય છે, તેથી જગતને કર્મ બંધાય છે. ભાવ થાય છે ને અભાવ થાય છે. ભાવ એટલે રાગ ને અભાવ એટલે ષ. અભાવ એટલે ક્રોધ અને માન અને ભાવ એટલે લોભ અને કપટ, આ ભાવ-અભાવના આધારે ભાવકર્મ બંધાય છે.