________________
ઘાતી-અઘાતી કર્મ
૨૬૫
૨૬૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એમાં રસ નથી. લોકપૂજ્ય ગોત્ર, લોક વખાણ કર્યા કરે તોય એમાં આપણને રસ નથી. ઈન્ટરેસ્ટ બધાં એની મેળે જતાં રહ્યાં ને બધાં ?
પ્રશ્નકર્તા: હા, ઈન્ટરેસ્ટ જતાં રહ્યાં.
દાદાશ્રી : તારે શેમાં ઈન્ટરેસ્ટ છે હવે કહે ? લોકપૂજ્ય ગોત્રમાં ખરું ? નહીં કે ?
ચોપડીઓમાં જેટલું બુદ્ધિથી ઉતર્યું એટલું લખ્યું છે અને જેટલું એને પોતાને સમજણ હોય, તે લખનારાનીય સમજણ હોય એ પ્રમાણે લખ્યું છે. બાકી જેટલું લખ્યું છે એવું કશું મોક્ષમાર્ગમાં છે જ નહીં. એનાં કરતાં જ્ઞાન જુદી જ જાતનું નીકળશે !
રહ્યું દ્રવ્યકર્મ દેહતે ! પ્રશ્નકર્તા : આપણે એવું બોલાઈએ છીએ કે દ્રવ્યકર્મથી મુક્ત એવો હું શુધ્ધાત્મા છું, એ કઈ અપેક્ષાએ બોલાઈએ છીએ ?
દાદાશ્રી : એ તો રિયલની અપેક્ષાએ.
પ્રશ્નકર્તા : અને જે ચાર અઘાતી એ છેક સુધી રહેવાના ? દાદાશ્રી : એ તો દેહ છે ત્યાં સુધી રહેવાનાં.
ત્યારે થાય જ્ઞાનલબ્ધિ ! પ્રશ્નકર્તા: જ્ઞાનલબ્ધિ કેવી રીતે ઉત્પન્ન થાય ? દાદાશ્રી : યશનામકર્મ હોય ને બધું ભેગું થાય. પ્રશ્નકર્તા: ખાલી યશનામકર્મ એકલું ? દાદાશ્રી : બીજું બધું ખરુંને ! બીજું ભેગું થાય બધું મહીં. પ્રશ્નકર્તા : બીજું શું શું ભેગું થાય ?
દાદાશ્રી : જ્ઞાનાવરણ ખસે, દર્શનાવરણ ખસે, મોહનીય ખસે ને આ ભેગું થાય ત્યારે જ્ઞાનલબ્ધિ થાય.
બાકી લોકોને તો દર્શનાવરણ, મોહનીય ને અંતરાય કશું છૂટે નહીં. આ ચાર તો ના છૂટે, પેલા ચાર બંધાય. શાતા વેદનીય બંધાય, ઉચ્ચ નામકર્મ બંધાય, ગોત્ર બંધાય, ઉચ્ચ આયુષ્ય બંધાય પણ પેલા ના છૂટે. અંતરાય ના તૂટે, મોહે ય ના તૂટે એમને. આ સંસારમાંથી મોહ છૂટે તો આમાં મોહ ચોંટે.
દાદા આપે સંપૂર્ણ સમાધાત !
પ્રશ્નકર્તા : રિયલ અપેક્ષાએ, પણ આ દેહ છે ત્યાં સુધી ચાર દ્રવ્યકર્મ તો રહેવાના અથાતી. દ્રવ્યકર્મ તો રહેવાના છેક સુધી ?
દાદાશ્રી : પણ તે ચંદુભાઈની સાથે ડિસ્ચાર્જમાં રહ્યાં. પ્રશ્નકર્તા : અને દ્રવ્યકર્મ તો છેક મોક્ષે જતાં સુધી રહેવાનાને ?
દાદાશ્રી : ઘાતકર્મ ઊડી જાય તો જ પહેલો મોક્ષ થાય, કારણ મોક્ષ થાય અને અઘાતી પણ ઊડી જાય ત્યાં આત્યંતિક મોક્ષ થાય, નિર્વાણ કાળે.
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા: અમે એવું સમજતાં કે આ જ્ઞાન મળ્યા પછી બધાં કર્મો ઉડી ગયા. પણ એ ચાર ઘાતકર્મો તો બધી રીતે ખલાસ થઈ જાયને ?
દાદાશ્રી : ના, તદન ખલાસ ના થઈ જાય, થોડાક બાકી રહે. એકાદ-બે અવતારના.
જ્યારથી સમ્યક્ દર્શન થઈ ગયું, ત્યારથી નિરંતર સંવરપૂર્વક નિર્જરા થયા કરે. જગતના લોકોને બંધપૂર્વકની નિર્જરા અને આ સંવરપૂર્વકની નિર્જરા.
પ્રશ્નકર્તા : અને એ આઠ કર્મો ક્ષય કર્યા પછી જ સિદ્ધ થવાય ?