________________
ઘાતી-અઘાતી કર્મ
૨૩
૨૬૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
અવતારનાં બાકી છે. છૂટી ગયાં છે તોય આવું કેમ પૂછો છો ? હા, અઘાતી નહીં છૂટ્યા. જે ઘાત નહીં થતાં એ નહીં છૂટ્યાં, એ એની મેળે છૂટ્યા
પ્રશ્નકર્તા : એ કર્મોને લીધે આત્માના ગુણો બધાં આવરાયેલાં છે ? દાદાશ્રી : હા, બધાં ય આવરાયેલાં છે.
પ્રશ્નકર્તા : તો આ મોહનીય તૂટ્યું, દર્શનમોહ તૂટ્યો એટલે ગુણો પછી પ્રગટ થતાં જાય.
દાદાશ્રી : ગુણો પ્રગટ થતાં જાય. પ્રગટ થઈ રહ્યા, એનું નામ કેવળજ્ઞાન,
કષાયથી જ કર્મબંધ
પ્રશ્નકર્તા : ચારેય ઘાતકર્મો-કષાયો વચ્ચે શું સંબંધ છે ? કષાયોને લીધે ઘાતકર્મો બંધાય છે કે ઘાતકર્મોને લીધે કષાયો હોય છે?
દાદાશ્રી : અત્યારે આપણને શું થઈ રહ્યું છે ? ઘાતી કર્મને લઈને કષાય ઉત્પન્ન થાય છે. હવે જો આપણે પોતે કોણ છીએ એ સમજી જઈએ તો આ કષાય પછી દૂર કરી શકાય.
પ્રશ્નકર્તા દૂર કરી શકાય કે દૂર થઈ જાય ?
દાદાશ્રી : દૂર થઈ જાય. હવે કષાય દૂર થાય એટલે ઘાતી કર્મ બંધાય નહીં. હવે કષાય દૂર થાય એટલે ઘાતકર્મ એકલાં નહીં, ઘાતી અને અઘાતી બન્નેય બંધાય નહીં.
અમ જ્ઞાતથી એકાવતારી પદ !
પ્રશ્નકર્તા : ઘાતકર્મ પૂરેપૂરાં તો ન છૂટે ને, દાદા ? કારણ કે પૂરેપૂરા ઘાતકર્મ છૂટે તો તો પેલું કેવળજ્ઞાન થઈ જાયને ?
દાદાશ્રી : હા, તો કેવળજ્ઞાન થઈ જાય. એટલે આપણને એક અવતાર મળે એટલા બીજાં બધાં છૂટી ગયાં છે ને ! છૂટી ગયા છે ત્યારે તો મહીં નિરાકુળતા રહે છે, નહીં તો રહે જ નહીં ને ! એક અવતાર જેટલા બાકી રહ્યાં છે. પછી કોઈને ચાર અવતાર કરવા હોય તો ?! ના કહેવાય આપણાથી ?! મારા કહેવા પ્રમાણે ચાલે તો એક અવતારથી વધારે બીજો અવતાર થાય નહીં.
રહ્યો હવે ચારિત્રમોહ ! પ્રશ્નકર્તા : જ્ઞાનાવરણકર્મ જતું રહ્યું છે, દર્શનાવરણકર્મ જતું રહ્યું છે એમ ક્યારે ખબર પડે ?
દાદાશ્રી : આપણને બધી સૂઝ પડી જાય એટલે જાણવું કે દર્શનાવરણ જતું રહ્યું. પઝલ ઊભાં થતાં નથી ને હવે ? ઊભાં થાય તો એની મેળે ઓગળી જાય છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે દર્શનાવરણ આખું ઊડી ગયું. પછી જ્ઞાનાવરણ અમુક અંશે બાકી રહ્યું તે છે આ. મોહનીય આખી ય ઊડી ગઈ છે. તેથી જ ચિંતા બંધ થઈ. મોહનીય આખીય ઉડી ગઈ છે. પછી ચારિત્ર મોહનીય રહી.
આવો સાહેબ, આવો સાહેબ” કરે તો પણ આપણને એમાં રસ નથી હવે. પહેલો જે રસ હતો એ રસ ઊડી ગયો. અગર લોકો અપમાન કરે તો એમાં રસ નથી. લોકનિંદ્ય ગોત્ર તે શું કરે ? લોકનિંદા કરે, તે
પ્રશ્નકર્તા : ચાર ઘનઘાતી કર્મો એ તૂટે કેવી રીતે ? એમાંથી છૂટાય કેવી રીતે ?
દાદાશ્રી : છૂટી ગયાં છો ને, પછી હવે શું પૂછવાનું છે ? ચાર અઘાતી કર્મ રહ્યાં છે. ઘનઘાતી છુટી ગયા છે. તે ઘનઘાતી થોડાક અંશે રહ્યાં છે તે ય એકાદ અવતારનાં બાકી રહ્યાં છે. ઘાતી જે હતાં તે એકાદ