________________
ઘાતી-અઘાતી કર્મ
૨૫૯
૨૬૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એટલે ઘાતકર્મનું કારણ, કોઝ. એટલે કારણ બંધ થઈ ગયું હવે. જે અઘાતી કર્મ રહે છે, એ આ ચાર ઘાતકર્મનું પરિણામ છે. હવે કારણ હતું તો પરિણામ થયા'તા. હવે કારણ બંધ થયું, એટલે પરિણામ એના ફળ આપીને જતાં રહેશે, ખલાસ થઈ જશે. પછી નિરંતર વેદનીયકર્મ ભોગવ્યા કરે. નિરંતર નામકર્મ ભોગવ્યા કરે, નિરંતર ગોત્રકર્મ ભોગવ્યા કરે, નિરંતર આયુષ્યકર્મ ભોગવ્યા કરે.
પ્રશ્નકર્તા : શુદ્ધ ચિદ્રુપના ધ્યાનમાં તત્પર થાય, એકાગ્ર થાય, તે સર્વોત્તમ શુક્લધ્યાન છે. ધ્યાન અગ્નિ એવો બળવાન કહ્યો છે, કે સર્વ ઘાતકર્મને બાળીને ભસ્મિભૂત કરી દે છે.
દાદાશ્રી : હા, તેથી આ બધાને, તમને જ્ઞાન અગ્નિ જ આપ્યો છે ને ! આ તમને ધ્યાન, શુક્લધ્યાન આપ્યું છે તેથી એ તમારા બધાં ઘાતકર્મ નાશ કરી દે છે.
પ્રશ્નકર્તા : આયુષ્ય, વેદનીય, નામ, ગોત્ર એ બધાં, આત્મજ્ઞાન થાય કે ના થાય તો ય એ ભોગવવાં જ પડે છે.
પ્રશ્નકર્તા: હા, એ ઘાતકર્મનો નાશ કરી નાખે છે. જો તમે શુદ્ધ ચિદ્રુપના ધ્યાનમાં આવી જાવ.
દાદાશ્રી : બરોબર છે, વાત સાચી છે. એ તો જ્ઞાન થયેલું હોય, તેને ય ભોગવવાનું અને ના થયેલું હોય, તેને ય ભોગવવાનું. પણ પેલા જ્ઞાન થયેલાને ભોગવવાનું તે પોતાને અડ્યા વગર ભોગવવાનું અને પેલું સ્પર્શથી ભોગવવાનું. ભોગવવાનું તો બેઉનેય. પછી જેટલો અડે એટલો ભોગવટો થાય અને ના અડે, જો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ભોગવટો ના થાય. જેટલું ત્યાં આગળ જાગૃતિ રહે એટલો લાભ થાય.
શુક્લધ્યાતથી ઘાતકર્મ નષ્ટ ! પ્રશ્નકર્તા : અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ- આ જે આત્માનાં ચાર ગુણો છે એને આવરે છે એટલે એ ચાર ઘાતી કર્મ કહેવાય છે. કારણ કે આત્માના સ્વભાવનો ઘાત કરી રહ્યા છે, તેથી બળવાન છે.
દાદાશ્રી : એવું છે ને, શબ્દો ઉપરથી આપણે બહુ સમજી નહીં લેવાનું. બેને લડાઈ થાય તો આ જીતે. બળવાન એનો અર્થ એવો નહીં કહેવા માંગતા. આ સૂર્યનારાયણ છે ને, વાદળું આવે તો સૂર્યનારાયણને ઢાંકી દે, એમાં વાદળું કંઈ બળવાન છે ? પણ અત્યારે બળ દેખાય છે ને એનું. બળવાન નથી. એ લડે તો કશું આ ફાયદો ના કાઢે. આત્મા અનંત શક્તિનો ધણી છે. એક ઠોકર મારે તો બધું ઉડાવી મારે પણ એ કરે નહીં. હા, વિશેષ શક્તિ જો વાપરે તો કંઈનું કંઈ કરી નાખે.
દાદાશ્રી : શુક્લધ્યાન આપેલું જ છે. શુક્લધ્યાન જ બધાને વર્તે છે અને એ શુક્લધ્યાન છે તે, આ ઘાતકર્મનો નાશ કરી નાખે.
પ્રશ્નકર્તા : એટલે જ આ ચાર કર્મો બળવાન લખ્યું છે ને. આ શુક્લધ્યાન તો એ ઘાતકર્મનો નાશ કરી નાખે.
દાદાશ્રી : એ એવું ના લખે તો, પછી લોકો એમ સમજે કે ઓહો, આ તો આપણે આમ ઘડીવારમાં કાઢી નાખીશું એક ઝાટકે. એ તો વ્યવહારમાં આવું લખવું પડે.
પ્રશ્નકર્તા : ઘાતકર્મ તો શુદ્ધ ચિદ્રુપ એને પોતાના શુક્લધ્યાનથી નાશ કરે, હવે જે નાશ કરે એ પ્રક્રિયા કઈ હશે ? દાખલા તરીકે આ સૂર્યનો તડકો છે તો અનેક જીવાણુનો નાશ થઈ જાય છે, એ તાપથી થાય છે. એવી રીતે આ શુદ્ધ ચિદ્રુપના તાપથી, એના પ્રકાશથી આ અઘાતી કર્મોનો નાશ થતો હશે ને ? એમ હશે કે કેવી રીતે હશે?
દાદાશ્રી : એવું નથી, એ પોતાના સ્વરૂપના બેભાનપણાને લઈને આ વિશેષ ભાવની અસર પડી છે તો અજાગૃતિ ઉત્પન્ન થઈ. કેમ થઈ ? ત્યારે કહે, આ બધાના સાનિધ્યમાં, સામીપ્ય ભાવને લઈને. જેમ કોઈ એક માણસ મોટો શેઠ હોય, આટલીક બ્રાંડી પી લીધી તો પછી ? પછી પોતાનું સર્વસ્વ ભાન ખોઈ નાખે, એને પછી બીજું ઉત્પન્ન થઈ જાય, ‘હું તો