________________
ઘાતી-અઘાતી કર્મ
૨૫૭
૨૫૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આમ ગણતરી કરવા જાય ને તો કહે છે જ્ઞાનાવરણ ? ત્યારે કહે, ના, એ થોડુંક જ, ચાર-ચાર ડિગ્રી જેટલું જ. દર્શનાવરણ બિલકુલ નહીં, મોહનીય બિલકુલ નહીં, અંતરાય નહીં કોઈ જાતના. અંતરાય એટલે શું? પોતાની ઇચ્છા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત ન થવી તે.
પામો ને કેટલાંક સાચા ધર્મને પામો એ જ દાદાની ઇચ્છા, બીજી કશી ઇચ્છા નથી. એ ઇચ્છાના માટે છે બધું આ. તીર્થકરોને ય તેવી ઇચ્છા હોય છે.
પ્રશ્નકર્તા: આ ઉંમર પછી હવે શક્તિ ઘટતી જ જવી જોઈએ એટલે બધાને નવાઈ લાગે છે કે દાદા ઈઠ્યોતેર વર્ષે આટલું બધું સરસ કામ કરી શકે છે, આટલું બધું ફરી શકે છે એમ. આની પાછળ દેવોની શક્તિ નહીં ?
દાદાશ્રી : કૃપા ખરીને ! એ ય ઉદય કર્મના આધીન છે. એ નિમિત્ત ગોઠવેલું, નવું નહીં. યશનામકર્મ, બીજા બધા કર્મોના રૂપે છે. નામકર્મ તો બહુ મોટું સરસ. લોકપૂજય ગોત્ર ને એ બહુ ઊંચું કહેવાય. આયુષ્ય ઈચોતેર થઈ જાય એટલે ઊંચું એવું.
પ્રશ્નકર્તા : હજારો લોકો યાદ કર્યા કરે, એ ખ્યાતિ ફેલાય એ જ નામકર્મ ને ?
દાદાશ્રી : નામકર્મ, એ બધું ખ્યાતિ ફેલાય એ નહીં. ખ્યાતિ ફેલાવી એ આજના કર્મનું ફળ છે. અને પેલું છે તે નામકર્મ ફળ આપે તે જુદું, એટલે જ્યાં જાય ત્યાં, માન-તાન બધું જ મળે.
એટલે આ ‘દાદા ભગવાન’નું કામ છે ને યશફળ મને મળ્યા કરે છે. ‘એમને’ યશ જોઈતો નથી ને યશનામકર્મ તો ‘મારું'ને !
પ્રશ્નકર્તા: ‘દાદા ભગવાન'ને તો શેનો યશ હોય, એ તો નિર્લેપ છે ને ?!
કોઈ કહેશે, પેલા સંતના જેટલાં હીરા કેમ નથી દાદાને ? મેં કહ્યું. દાદાને ઇચ્છા જ નહીં થતીને ! મારી ઇચ્છા હોય ને ના મળે તો અંતરાય કહેવાય. પેલી ઇચ્છા જ નહીંને કોઈ જાતની. દર્શનાવરણ, મોહનીય, અંતરાય પછી વેદનીયમાં, ખાસ અશાતા વેદનીય કો'ક જ ફેરો હોય, બાકી અશાતા વેદનીય ના હોય. એ ય ખાસ નહીં પાછી. પોતે જાણી શકે એવી હોય. નામકર્મ બહુ સરસ પછી, ગોત્રકર્મ તે ય સરસ, આયુષ્ય એ ય સારું. બધી રીતે ફુલ, આઠેય કર્મ ઊંચા !
કેવળ જ્ઞાન એટલે શું ? ચાર ઘાતકર્મ બંધ થઈ ગયા, અટકી ગયા, એનું નામ કેવળજ્ઞાન. અને પેલા ચાર અઘાતી કહેવાય છે જે બંધાયેલા છે. અઘાતી તો ભગવાનને ય છટકો જ નહીં ને ! એવાં તમને ય અઘાતી છે ને એમને ય અઘાતી છે. પણ એમને અઘાતી ફેર કે, એ બધાં છે તે ખપાવી ખપાવીને ગયેલા અને તમારે ખપાવ્યા સિવાયના અધાતી. પણ બન્નેય અઘાતી ગણાય. એકનું સોનું દેવું અને કો'કનું લાખનું દેવું, પણ બન્ને દેવામાં ગણાય. પેલાને રૂપિયો-રૂપિયો ભરવો પડે છે. આને હજાર-હજાર ભરવા પડે છે. કારણ કે રકમ મોટી છે.
છતાં એ બધાં કર્મો ખપાવવાનાં છે. ખપાવવાના એટલે સમતાપૂર્વક ખપાવવા પડેને ! આપણે ડબ્બા (ભરેલો માલ) લાવ્યા છીએ, એ તો બધાં ડબ્બા આપી દેવા પડશે. આ ડબ્બા પરભારી વસ્તુ છે. આપણાં ન્હોય એ ડબ્બા. પરંભાર્યો માલ છે આ બધો. આપી નહીં દેવો પડે ? આપી દો આ બધું ઝટપટ, ઝટપટ અહીંથી લઈ જાવ બા. તમારો માલ તમારા ઘેર લઈ જાવ.
પ્રશ્નકર્તા : હવે જે ડિસ્ચાર્જ કર્મો છે એ તો રહ્યા છે ને ? દાદાશ્રી : ડિસ્ચાર્જ એટલે ચાર ઘાતકર્મનું પરિણામ. અને ચાર્જ
દાદાશ્રી : ‘એમને’ એ આઠેય કર્મ હોય જ નહીં. આઠ કર્મ બધાં મારા છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, વેદનીય, આયુષ્ય એ આઠેય કર્મો ‘મારા.”
પ્રશ્નકર્તા : તે “મારા’ એટલે કોના ? દાદાશ્રી : આ ‘જ્ઞાની પુરુષ'નાં જ ને !