________________
ઘાતી-અઘાતી કર્મ
દાદાશ્રી : એમને ચાર અથાતી જુદા જુદા, ડીફરન્સવાળા હોય. તે એક વેદનીય, નામ, ગોત્ર ને આયુષ તે બધાનાં ડિફરન્સવાળા હોય અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય ને અંતરાય તે ચારેય બધાંના સરખા તૂટેલા હોય ને સરખા હોય તો જ એ કેવળજ્ઞાન કહેવાય, નહીં તો ત્યાં સુધી કેવળજ્ઞાન ના કહેવાય. કેવળજ્ઞાન ક્યારે કહેવાય કે એ ચારેય બધાનાં સરખા થઈ જાય.
૨૫૫
કોઈ શામળા હોય, કોઈ ગોરા હોય, કોઈ સોનેરી હોય, સોનેરી કલર (એટલે), આ અમારા કલરને સોનેરી કલર કહે છે. પેલા સોના જેવું એક્ઝેક્ટ નથી હોતું, એટલે આ કલર બધાં જાત જાતના હોય, એમાં ફેર હોય. પછી ઊંચાઈ-નીચાઈમાં ફેર હોય. હા, રૂપાળા બધાં હોય પણ આકાર બધા જુદાં જુદાં હોય. હવે એ આકાર, દરઅસલ રૂપ તો ના જ કહેવાય. પણ બધા સરખા દેખાય રૂપાળા, તેનું શું કારણ ? લાવણ્યતા સરખી. બાકી આમ સરખા રૂપાળા ના હોય. આ અંગ ને ઉપાંગ તરીકે તો રૂપમાં બહુ જુદું જુદું હોય, પણ લાવણ્યતા સરખી હોય. કોઈ ઊંચા, કોઈ જાડા, કોઈ પાતળા. મલ્લીનાથેય રૂપાળા હતા. દેહકર્મી હતા. કંઈ એમ ને એમ તો, કંઇ દેહકર્મી વગર તો ત્યાં કંઈ પાંદડા લેખે થાય ? ના થાય. તીર્થંકર કહેવાય. એની વેદનીયમાં ફેર પડે, હો કે, ભગવાન મહાવીરને બહુ દુઃખ પડ્યા અને બીજાને ઓછાં. બીજાને બહુ સુખ પડે. કોઈનું તીર્થંકર નામકર્મ શાતા વેદનીયનું બંધાયેલું હોય અને કોઈનું અશાતા વેદનીયનું બંધાયેલું હોય.
પ્રશ્નકર્તા : એ પુણ્યને આધારે હશેને ?
દાદાશ્રી : એ જ, બધું પુણ્ય-બુણ્ય. એ એની મહીં ભેગું આઈ ગયું. કોઈ તીર્થંકર નામકર્મ સાંભળતા જ આખી પબ્લીક અહોહોહો થઈ જાય ને કેટલાંક નામકર્મ સાંભળતા જ મોઢું મરડીને પાછાં ચાલવા માંડે. આ તો બધું બહુ જાતજાતનું છે. કેટલાંક છે તો તે બધી નાતોમાં પૂજ્ય થઈ જાય, તોય આખા હિન્દુસ્તાનમાં ના પણ થાય અને કેટલાંક છે તે અમુક નાતોમાં થાય પૂછ્યતા. આયુષ્ય કેટલાકનાં ટૂંકા હોય, કેટલાકનાં લાંબા હોય, એ બધો ફેર હોય.
૨૫૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
બધાં તાળા મળ્યે વરે જ્ઞાતીપદ !
કોઈ પણ જવાબદારીવાળું પદ પ્રાપ્ત થાય, તેનાં કેલ્ક્યુલેશન્સ (ગણતરી) હોય છે, તો જ એ પદ આવે. નહીં તો એ પદ પ્રાપ્ત થાય નહીં. તે કયા કયા કેલ્ક્યુલેશન્સ મળવા જોઈએ ? આ તો મુખ્ય લક્ષણ કહું છું, કે જે જવાબદારીવાળી પોસ્ટ ઉપર કોણ આવે છે ?!
નામકર્મ ઊંચું હોય, જન્મથી જ ઊંચું હોય. તે આદેય નામકર્મ હોય. નાની ઉંમર હોય તોય લોકો, ‘આવ ભાઈ, આવ’ કહે અને મોટી ઉંમરના થાય તોય ‘આવો આવો' કહે. એ આદેય નામકર્મ હોય, જિંદગીભર.' પછી યશનામકર્મ હોય. અમથો હાથ લગાડુંને તોય પેલાનું કામ થઈ જાય. એટલે બધાં બહુ જાતનાં નામકર્મ હોય. પછી અંગ-ઉપાંગ નામકર્મ હોય. કદરૂપા અંગ ના હોય. હાથનાં આંગળાં, પગનાં આંગળાં, કાન, માથું, બધું કદરૂપું ના હોય. ચિતરામણ બહુ રૂપાળું હોય.
પછી બીજું શું હોય ? લોકપૂજ્ય ગોત્ર હોય. પછી આયુષ્યકર્મ સારું લઈને આવેલા હોય. અને વેદનીયકર્મ એવું લાવ્યા હોય કે અશાતા વેદનીય ઓછામાં ઓછું આવે. જુઓને, આ પગે ફ્રેકચર થયું પણ અશાતા વેદનીય અમને થઈ નથી. એટલે આવાં બધા ગુણાકાર હોય તો એ પદ આવે, એટલે હું કંઈ આ મારી જાતે નથી થયો !
આ શાતા વેદનીય અમારી સારી ગણાય, આ કાળમાં તો. બધો હિસાબ લઈને આયેલા હોય. દાદા પેલાં ચાર કર્મ તીર્થંકર જેવાં લઈને
આયેલા હોય અને આ ચાર કર્મ છે ને એ આ કાળને લઈને કાચું પડ્યું. કાચું પડ્યું તો આ બધાની જોડે બેસીએ છીએ, ઊઠીએ છીએ. જુઓને, નાસ્તા કરવા જઈએ છીએ ને, નહીં તો નાસ્તા કરવા કોણ આવે ? તે હવે જો પૂરા થયા હોત તો શી રીતે તમારે ભાગે આવત ? માટે અધૂરા રહ્યાં તે સારું થયું.
દાદાને ખોટ છે જ નહીં આમાં. દાદાની ઇચ્છા એવી છે કે આ જગત કંઇક સાચા જ્ઞાનને ને કંઇક સાચા માર્ગને પામો ને શાંતિને પામો. કેટલાંક મોક્ષને પામો, કેટલાંક શાંતિને પામો, કેટલાંક વીતરાગ માર્ગને