________________
ઘાતી-અઘાતી કર્મ
૨૫૩
૨૫૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા: આ ચાર કર્મ જે છે એ આત્માનો ઘાત કરે એટલે શું?
દાદાશ્રી : પહેલું જ્ઞાનાવરણ, પછી દર્શનાવરણ, પછી મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતકર્મ કહેવાય. આ ચાર હોય ત્યાં સુધી આત્માને ઘાત થયા કરે. એટલે આવરણ આયા જ કરે. અને બીજા ચાર અઘાતી. અઘાતી એટલે એમાં આત્મા ઉપર આવરણ ના આવે. પછી તમે તન્મયાકાર ના થાઓ તો ડિસ્ચાર્જ થઈને ખલાસ થઈ જાય. આ અઘાતી કર્મો એ મહાવીર ભગવાનને કેવળજ્ઞાન પછી ય હતાં. આ ચાર ઘાતી જ બધા ચોખ્ખા થયેલાં. પેલા અઘાતી બધા તો હોય જ ને ! એટલે વેદનીયનામ-ગોત્ર ને આયુષ્ય એ ચાર છે તે અઘાતી કર્મ કહેવાય. એ કેવળજ્ઞાન પછી દરેકને હોય. એ રહેશે તોય આત્માને નુકસાન ન કરે.
પ્રશ્નકર્તા દેહની સાથે જોડાયેલું કર્મ જ્ઞાનાવરણ એ દેહ હોવા છતાં જઈ શકે ? જ્ઞાનાવરણ-દર્શનાવરણ ?
દાદાશ્રી : એ તો જોડે જ હોય. એ આમાં ભેળસેળ જ છે આ બધા. પણ એ ચાર ઘાતી ક્ષય થઈ શકે. અઘાતી ના ક્ષય થઈ શકે.
આ જ્ઞાન મળ્યા પછી દર્શનાવરણીય ઊડી ગયું, મોહનીય ઊડી ગયું, બધું ઊડી ગયું. અંતરાય નથી ઊડ્યા. જ્ઞાનાવરણ નથી ઊડ્યું, આ ચાર છે. તે આત્મઘાતી, ઘાતી કર્મ કહેવાય. તે ઘાતી કર્મમાં બેનો જેમ જેમ નિકાલ કરશો સમભાવે તેમ તેમ આવરણો ઓછા થશે, તેમ તેમ અંતરાય તૂટતાં જશે.
અને પેલા ચાર જે બંધાયેલા છે, ડિસ્ચાર્જ થાય છે, તે શાતા-અશાતા વેદનીય આપે એટલું જ, ઠેઠ સુધી આપે. ભગવાનને ય શાતા-અશાતા વેદનીય ઠેઠ સુધી, ઠેઠ નિર્વાણ થતાં સુધી શાતા-અશાતા બન્ને ય વેદનીય હોય.
પ્રશ્નકર્તા : એટલે આ ચાર કર્મ જ ખપાવાના છે ?
દાદાશ્રી : હા, બીજા ચાર કર્મ તો એની મેળે નિકાલ જ થવાના.
શાતા વેદનીય આવી, આરામથી સૂઈ જાવ નિરાંતે. અશાતા વેદનીય આવી તો પછી બૂમાબૂમ ના કરો.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનીને પછી અશાતા ન હોય, એમ શાસ્ત્રો કહે
નિકાલ બાકી અઘાતી કર્મનો !
દાદાશ્રી : શાતા-અશાતા વેદનીય એકલી રહેવાની. એમની શાતાઅશાતા એવી ના હોય, જાડી ના હોય, બહુ ઝીણી હોય. છતાંય ભગવાનને કાનમાં બરુ મારેલા ને ! અશાતા ભારે આવેલી !
પ્રશ્નકર્તા : આ જે આયુષ્ય, વેદનીય, ગોત્ર ને નામકર્મ એ તો દેહને સ્પર્શલા દેખાય છે. દેહના સંબંધવાળા દેખાય છે. પેલું જ્ઞાનાવરણદર્શનાવરણ...
દાદાશ્રી : એ દેહના સંબંધવાળા જ છે પણ ચશ્મારૂપે છે. બાકી બધાય દ્રવ્યકર્મમાંથી જ ઊભા થયા છે. આ જો ઘાતી જતાં રહે, તો પેલાં અઘાતીને વાંધો નથી કશોય. અઘાતી તો આ દેહ હોય ત્યાં સુધી રહેવાના, એટલે અપયશ મળતો હોય તો તેનો વાંધો નથી. જ્ઞાનાવરણીય ગયું ? ત્યારે કહે, હા, ગયું ! ત્યારે કહે લોકો અપયશ આપે છે તે ? ભલે રહ્યો. દેહ છે ત્યાં સુધી ટકશે અને યશે ય દેહ છે ત્યાં સુધી ટકશે. યશે ય મલે ને અપયશ ય મલે.
પ્રશ્નકર્તા: ભગવાનને જે બરુ માર્યા, તે કેવળજ્ઞાન પહેલાં કે પછી ?
દાદાશ્રી : એ તો કેવળજ્ઞાન પહેલાં. ત્યાર પછી છે તે બધાં આ માકણ-બાકણ બધાં બહુ પહેલાં, બહુ અશાતા વેદનીય ઉત્પન્ન થઈ'તી. એટલે જ દેવલોકોએ મહાવીર કહ્યાને ભગવાનને જબરજસ્ત અશાતા વેદનીય !
તીર્થોતા દ્રવ્યકર્મો ! પ્રશ્નકર્તા : તે દાદા, તીર્થકરોને ઘાતી-અઘાતી કર્મો કેવો હોય ?