________________
૨૫૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
[૨.૧૦]
ઘાતી-અઘાતી કર્મ
નિરંતર ઓગળ્યા જ કરે દ્રવ્યકર્મ ! આ શરીર શું છે ? એ શેનું બનેલું છે ? ત્યારે કહે, આઠ કર્મોનું પોટલું છે આ તો. અને મીણબત્તીમાં બે-ત્રણ કર્મ હોય છે તે આ આઠ કર્મ. મીણબત્તીમાં કયા કયા કર્મ ? ત્યારે કહે, એક દોરો. એ દોરો પાછો સળગે એવો. બીજું પાછું એ દોરાને સળગાવડાવે એ મીણ, ત્રીજું પોતે સળગીને પણ ખલાસ થઈ જાય. એવું આયુષ્ય લઈને આવેલા છે. આ મીણબત્તીય આયુષ્ય લઈને આવેલી. એટલે જો એક દોરો, એક અજવાળું, મીણ અને આયુષ્ય. એને ચાર, આપણા આઠ. એને ઘાતી કર્મ ના હોય. એનેય અઘાતી ને આપણેય અઘાતી - ચાર, એ જીવતું હોય તો ઘાતી કર્મ હોય. એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ મોહનીય, અંતરાય એ બધાં ઘાતી કર્મ. એટલે આ આત્માનો ઘાત કર્યા કરે.
પણ આ મીણબત્તીનો તો બહુ સરસ દાખલો અપાયો. અત્યાર સુધી આ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ અપાયો નથી એવો પહેલી વખત, ફર્સ્ટ ટાઈમ નીકળ્યો આ !
દ્રવ્યકર્મ એ મીણબત્તી છે અને આ દ્રવ્યકર્મરૂપી મીણબત્તી સળગ્યા જ કરે છે નિરંતર. હવે એમાં તો કોઈને કશું કરવું ના પડે ને ? મીણબત્તી
તો એની મેળે કુદરતી રીતે સળગીને જ ઊભી રહેલી છે. જગ્યાને ત્યારથી સળગવાની શરૂ જ થઈ ગઈ છે. એટલે તમારે કશું સળગાવવી નહીં પડે. એની મેળે સળગતી સળગતી સળગતી પૂરી થઈ જશે. એટલે આયુષ્યકર્મ પૂરું થઈને ખલાસ થઈ જશે. એટલે આઠેય કર્મ એ દ્રવ્યકર્મ ઓગળી જશે ને નવા બાંધેલા દ્રવ્યકર્મ આવતા ભવ માટે જોડે લઈ જશે.
પ્રશ્નકર્તા : પણ દ્રવ્ય કર્મ તો ઉદયાબીનને ?
દાદાશ્રી : એ ઉદયાધીન. દ્રવ્યકર્મ ઉદયથી ઓગળ્યા કરે છે દા'ડે દાડે, એક્ઝોસ્ટ થઈ રહેલું છે. નિરંતર દ્રવ્ય કર્મ એક્ઝોસ્ટ થયા કરે છે. અને એક દા'ડો બોલશે એ, એક્ઝોસ્ટ થઈ ગયા.
પ્રશ્નકર્તા : જે વણાયેલી પ્રકૃતિ, એનાં જે દ્રવ્યકર્મ એક્ઝોસ્ટ થવા માટે અમુક જરા વધારે વાર લાગે ?
દાદાશ્રી : એ તો તેનાં ટાઈમમાં એક્ઝોસ્ટ થઈ જ જાય. એનાં ટાઈમ જોડે મેળ છે. ઊંઘતાં હોય તો ય એક્ઝોસ્ટ થઈ જાય, જાગતાંય થઇ જાય.
ઘાતી પાટારૂપે - અઘાતી દેહરૂપે ! એ આઠ કર્મ બધાં, તે દ્રવ્ય કર્મ છે. એ આઠ કર્મમાં ચાર ઘાતી ને ચાર અઘાતી. તેમાંથી ચાર ઘાતી છે તે ચમા છે અને ચાર અઘાતી છે. એ દેહનો ભોગવટો છે. એ કર્મનાં આધીન ચશ્મા ઊભા થાય છે દ્રવ્યકર્મના. હવે એ આધાર, તે આપણે પેલાં ચશ્મા ઊડાડી મેલ્યાં છે, નહીં તો એનો પાર ક્યારે આવે ? બધી યોનિઓમાં ભટકે ત્યારે પાર આવે એ ચમાનો.
| ઊંધા ચશ્મા ને દેહ બે જુદી વસ્તુ છે. એ ઊંધા ચશ્માં આપણે આ જ્ઞાન આપીએ છીએ ત્યારે કાઢી નાખીએ છીએ, પણ આ દેહને ભોગવવાનાં કર્મો નીકળે નહીં, એ ભોગવે જ છૂટકો. આમાંથી જે ઉત્પન્ન થનારા નોકર્મ, એ ભોગવે જ છૂટકો.