________________
ગોત્રકર્મ
૨૩૩
૨૩૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
લોકનિંદ્ય માણસ નહીં હોય ? કોઈ નિંદા કરવી પડે એવા માણસો નહીં હોય ?
પ્રશ્નકર્તા : હશે તો ખરાં.
દાદાશ્રી : કેટલાં, પાંચ-દસ ટકા ?
પ્રશ્નકર્તા : વધારે હશે.
દાદાશ્રી : બાર ટકા ? બાકી લોક નવરા નથી નિંદા કરવા માટે. પણ એ દારૂ પીતો હોય, માંસાહાર કરતો હોય, જુગાર ખેલતો હોય, બધું કરતો હોય, તો લોક નિંદા કરે કે ના કરે ? એને લોકનિંદ્ય પુરુષ કહેવાય.
છોકરાના છોકરા કહે છે. એટલે લોક જાણે કે ઓહોહો ! લોકપૂય. લોક જાણે કે આ કિંમતી માણસ આવ્યા. એ લોકપૂજ્ય કહે. હવે લોકપૂજ્ય ગોત્ર અહીં હોતા જ નથી. લોકપૂજ્ય ગોત્ર તો કોનું નામ કહેવાય, કે સંસાર વ્યવહારમાં મોટા ગણાય. એ છે તે દ્રવ્યકર્મ બધાં. આ શરીર બંધાયું તે દ્રવ્યકર્મ.
હવે ગોત્રનો અર્થ રહ્યો નથી અત્યારે તો. તોય લોકો કહે છે, અમે આ ગોત્રના, આ ગોત્રના. ઉચ્ચ ગોત્રનો અર્થ ભગવાને શું કર્યો છે અને લોકો પોતાની ભાષામાં લઈ ગયા. ઉચ્ચ ગોત્રનો અર્થ લોકપૂજય કહેવાય. એ તમારામાં ય હોય છે, થોડા અંશે. તમારા સગા-વહાલા પણ એ બધું થોડા અંશે હોય. સંપૂર્ણ લોકપુજ્ય તો જ્ઞાની પુરુષ હોય, તીર્થકર હોય. એ સિવાય કોઈ સંપૂર્ણ લોકપૂજ્ય ના હોય. અને જ્ઞાની પુરુષ ને તીર્થંકર એ જતાં હોયને તો લોક પાછળ નમસ્કાર કર્યા કરે.
પછી બીજું ગોત્રકમમાં પ્રખ્યાત હોય કે પછી એ વગોવાઈ ગયેલો હોય. કો'ક આ સાહેબની એવી વાત કરતો હોય, તો બીજો કહે, ના, એય અમથો દોષ બેસે. આવું ના બોલાય. એવું પાછળ કહે. લોકપૂજ્યની પાછળ શું બોલે લોકો ? ના, બોલશો. ના બોલશો, ખોટું દેખાય, ખોટું કહેવાય. એવાં લોકપૂજય થાવ. લોકો નિંદામાંથી બંધ થઈ જાય. અને આપણું જ્ઞાન છે તો થવાય એવું છે. નહીંતર ના થવાય. આ જ્ઞાન જ એવું છે. તમને લાગે છે, આ જ્ઞાનથી પહોંચી વળાય ?
બે-પાંચ માણસ અવળું બોલતા હોય, એ તો એના રાગ-દ્વેષના પરિણામ છે. નિંદ્ય તો બધાય લોક કહેશે, ‘જવા દોને !' એ લોકનિંદ્ય ! સારા કર્મ કરે તો ય કહેશે, ‘જવા દો ને, નામ જ જવા દો.’ લોકનિંદ્ય કહેવાય. લોકોની નિંદામાં આવે, બિચારાં. કંઈ સારું કામ કરવા જાય તો ય એ નિંદામાં આવી જાય. ‘મૂઆ, એણે જ બગાડ્યું હશે, બીજો કોઈ બગાડે એવો નથી” કહેશે. ‘અલ્યા મૂઆ, એણે નથી કર્યું.' તો ય કહે, “ના.” એને જ માથે.
ગોત્રતો અહંકાર થતાં જ ભાવકર્મ ચાર્જ ! ઊંચું ગોત્ર, નીચું ગોત્ર એ બધાં દ્રવ્યકર્મ. એટલે આ એને ફ્રી ઓફ કોસ્ટ મલ્યું, દ્રવ્યકર્મના આધારે. ઉચ્ચ ગોત્રને કારણે આ પાછો પછી આમ ટાઈટ થાય ને એને પાછો ઈગોઈઝમ ચઢી જાય અને પેલાને છે તે નીચા ગોત્રથી ઈન્ફિરિયારીટી પેસી જાય. પેલાને ઈન્ફિરિયારીટી કરવાની જરૂર નથી, આને ઈગોઈઝમ કરવાની જરૂર નથી. પણ આ બન્નેય પાછાં એ ભાવકર્મ કહેવાય. - અત્યાર સુધી બોલ્યા હતા ને, અમે કેવા કુળવાન, અમે લોકપૂજ્ય ! ત્યારે મહીં કેટલાંક તો અમે ભઈ હલકી નાતના, એ લોકનિંદ્ય માણસ, એ આપણે હોય. આ બધા દેહાધ્યાસ, આ તો કશુંય આપણું નહીં. એટલે પૂર્વના ફાંકા-બાંકા ઉતારી દો અને જો હલકો હોય તો એની હલકાશે છોડી દે તું. ઈન્ફિરિયારિટી કોમ્લેક્સ છોડી દે અને સુપિરિયારિટી બેઉ છોડી દે. આ તારી ન્હોય આ. હવે એ ગોત્રકર્મ લઈને આવ્યા છે એટલે “એને’ આ એમાંથી ભાવકમ ઉત્પન્ન થાય.
આ દાદા લોકપૂજ્ય ગણાય. ત્યારે એ ઉચ્ચ ગોત્ર બાંધીને લાવેલા. તે પણ અહીં ખપાવી દેવા પડશે. એ ય કંઈ જોડે આવવાના નથી. જશઅપજશ ય જોડે આવવાનું નહીં અને પૂજાતા ને લોકપૂજ્યતામાં જો રખડી
એટલે લોકપૂજ્ય અને બીજા લોકનિંદ્ય, અહીં અમદાવાદમાં કોઈ