________________
નામકર્મ
૨૩૧
[૨.૮] ગોત્રકર્મ
થાય એવી ઈચ્છા હોયને તેનાંથી યશનામકર્મ બંધાય છે અને જગતને ગોદા મારે ત્યારે અપયશનામકર્મ થાય.
એ હતું દાદાનું નામકર્મ ! અમારે પગે ફ્રેકચર થયું, તે મેં શોધખોળ કરી કે આ વેદનીયકર્મ છે કે શું છે ? વેદનીયકર્મ હોય તો તે દહાડાથી રડવું આવે ને ઉપાધિ થાય ને ? પછી મેં શોધખોળ કરી ત્યારે સમજાયું કે આ નામકર્મમાં ભૂલ છે.
નામકર્મમાં શું શું આવ્યું કે શરીરના અંગ-ઉપાંગ, હાઈટ-બાઈટ, બહુ ઊંચા નહીં, બહુ નીચા નહીં, નોર્માલિટી. નામકર્મમાં અંગ-ઉપાંગ બધા સરખા હોયને, તેમાં આટલી ખોડ લાવી રાખી છે, વેદનીય ન્હોય આ. તે મેં શોધખોળ કરેલી. તે મેં કહ્યું નહોતુંને તમને ? આ નામકર્મ છે. લોકો સમજે કે આ તો વેદના નથી આવી ને કશું થયું નથી ને આ શું થયું ? આ નામકર્મમાં કંઈ ભૂલ થયેલી છે. હવે કયાં કર્મનો મારો હિસાબ છે એવું ખોળી કાઢવું પડેને ? એવી શી ભૂલ રહી ગઈ હોય તે આ હિસાબ આવ્યો ?
ડોક્ટરના કહ્યા પ્રમાણે ત્યાં આગળ લાચાર થઈ જાય. આમાં તો કશું બનેલું જ નહીંને ! બધા જ ડૉક્ટરો અમને હસતાં જ જુએ. અને ડૉક્ટરએ છે તે બીજા ડૉક્ટરોને મોકલ્યા કે જાઓ, જોઈ આવો ખુલ્લો આત્મા. તે તમને સમજાયું આ વેદનીયકર્મ નથી, નામકર્મ છે અને ગોત્રકર્મ ન હોય. ગોત્રકર્મમાં ભૂલ હોય તો કેટલાંક મહાત્માઓને દર્શન કરવામાં મન પાછું પડી જાય, લોકપૂજ્યતા ઓછી થાય. ઉલટી લોકપૂજ્યતા વધી.
લોકપૂજય, લોકટિંધ ગોત્ર ! કેટલાં થયાં ? પ્રશ્નકર્તા : છે. દાદાશ્રી : હવે સાતમું ગોત્રકર્મ, એ ય મીણબત્તીમાં લઈને આવ્યો છે.
અહીં બધાં આવે છે, તે મને જે' જે' કરીને બેસે ? અહીં મારે કંઈ કહેવા જવું પડે છે ? એ કોણ કરાવડાવે છે ? ગોત્રકર્મ કરાવડાવે છે. આ ઉચ્ચ ગોત્ર હોય છે. બીજો કોઈ આવ્યો તો, ‘તું કેમ આવ્યો છે ? જતો રહે તું અહીંથી.' ત્યાં નીચ ગોત્ર છે. ગોત્રકર્મ એ દ્રવ્યકર્મ કહેવાય.
હવે ઊંચ ગોત્ર એ લોકપૂજય હોય. લોકો વખાણ કરે એવું ગોત્ર હોય. અને નીચ ગોત્ર એટલે શું ? લોક નિંદા કરે એની. એ ગોત્રની નિંદા કરે, આપણા લોકો નથી કહેતાં કે મુઆ, હલકાં લોકોની જોડે ઊભા રહેશો નહીં. અને બીજું, સારા કુટુંબમાં જન્મ્યો હોય તો એનો એને અહંકાર હોય, ખરાબ કુટુંબમાં જન્મેલો હોય તો એના મનમાં એમ થયા કરે કે આપણે હલકાં છીએ. એ બધા દ્રવ્યકર્મ છે.
હવે બાકી આ શરીરમાં ગોત્રકર્મ છે. આ રણછોડ હરગોંવિદના