________________
નામકર્મ
૨૨૯
સહેજેય તમને દુઃખ થયું એ મને દુઃખ થયા બરોબર એ. એ એનું ફળ યશનામકર્મ છે.
તમને દુ:ખ ના હોય એ નિરંતર અમારા ખ્યાલમાં હોય. એવું ગયા અવતારમાં બધું હોય, તેનું આ બધું યશનામકર્મ. એમાં કંઈ પુણ્ય કરવી ના પડે. પુણ્ય તો મહેનત કરવી પડે.
પ્રશ્નકર્તા : પણ પુણ્યમાં એમ કીધું છે ને, સામાને સુખ થાય ત્યારે પુણ્ય બંધાય.
૨૩)
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) તો, નહીં ? પેલા કહેતો હતો ને ?
પ્રશ્નકર્તા : એવું જ ચાલતું હતું.
દાદાશ્રી : પણ કાયદો એવો છે કે અપજશ મળવાનો હોય, તેને જશ મળે નહીં. એક જણે પૂછ્યું કે “જશ કેમ મળે ?” ત્યારે મેં કહ્યું કે “આખો દહાડો ય કોનું સારું થાય, કોનું સારું થાય, બધાંનું સારું થવાનાં ભાવમાં જાય.' એ ભાવના શું હતી કે આ જગતમાં કોઈનું કંઈક કામ કરો, ઘસઈ છૂટો, ઑબ્લાઈઝ કરો, ફલાણું કરો. છેવટે કશું રૂપિયા ના હોય તો પગ છે ને, ધક્કો ના ખવાય ? પગ છે, બીજું છે, બુદ્ધિ હોય તો બુદ્ધિથી લાવ હું તને લખી આલું, કહીએ. એ ભાવનાનું ફળ છે. એટલે યશનામકર્મ બંધાય અને બૂરું કરવાની ભાવના હોય ને તો કામ કરું તોય અપજશ મળશે. પછી કહેશે, મેં કામ કર્યું, તો ય મને અપજશ આપે છે. મૂઆ, તારો અપજશ લઈને આવ્યો છે એટલે આ અપજશ મળશે. તારે કામ કરવાનું, અપજશ લેવાના. સમજવા જેવી વાત છે ને આ ! કેટલી પધ્ધતસરની વાત છે ને ! એટલે એની મીણબત્તીમાં અપજશ નામનું કર્મ છે.
જગતકલ્યાણની ભાવનાથી ઊંચું કર્મ !
દાદાશ્રી : સામાને સુખ થાય અગર સુખ ના થાય પણ ભાવ કર્યો હોય એ સુખનો કે આમને મારે સુખ આપવું જ છે. એ ભાવ કર્યો ત્યારથી જ પુણ્યની શરૂઆત થાય. પછી એ ક્રિયા થતાં સુધી બધું એનું પુણ્ય બંધાય.
પ્રશ્નકર્તા ઃ હા, તો યશનામકર્મનું પણ કારણ એ જ કીધું કે સામાને દુઃખ ના હો.
દાદાશ્રી : ના, એ નહીં, સામાને દુઃખ થાય કે ન થાય એ તો થોડો ઘણો યશ તો મળે. પણ બીજા અપયશ લાવ્યો હોયને પાછો. કો'કને ત્યાં નહાવા જતાં હોય ને મહીં કંઈ બગડતું હોય ત્યારે ‘આપણે શું ? આપણું શું ?” કહેશે એ. જ્યારે મારી દ્રષ્ટિમાં ‘આપણે શું” શબ્દ ન હોય. તમે તો બધા “આપણે શું'વાળા. અમારી દ્રષ્ટિમાં “આપણે શું એ નહીં. એક-બે આના ય સામાને નુકસાન થાય તો મારાથી એ વસ્તુ જોવાય નહીં. ‘મારે શું?” એવું ના હોય. મારું જ બધું. ત્યારે જશ આપે, નહીં તો ના આપે લોકો. નહીં તો અપજશ તો આપે. તારું કામ કરને તો ય કહેશે, ‘જવા દો ને ! અમથું મારું બગાડે છે. દાદા બહેકાવે એવા છે.” એવી તો આ દુનિયા. લોકો મને કહે છે કે, મને જશ જ નહીં આપતા. મેં કહ્યું, ‘શાના તને આપે મૂઆ તે ?” મોટા જશવાળા આવ્યા ! જશવાળા તો કેટલી કાળજીવાળા હોય ! જશ એમ ને એમ મળે છે કંઈ ? તીર્થંકરો બધા જશવાળા, બહુ જશવાળા એ. કારણ કે સામાને દુઃખ થાય એ પોતાને દુઃખ થાય છે એવું બધું ભાનપૂર્વકનું જીવન. ને તું તો એવું કહું છું કે એના કર્મ ભોગવે છે એ
એટલે નામકર્મ તો બહુ મોટી ચીજ છે. એવાં જાત જાતના નામકર્મ છે. કર્મો એવાં કેટલા પ્રકારના હોય છે કે જે કર્મોથી ઉચ્ચ નામકર્મ બંધાય અને જે કર્મોથી નીચ નામકર્મ બંધાય.
પ્રશ્નકર્તા : એ ઉચ્ચ નામકર્મોના કયા કર્મો કહેવાય ?
દાદાશ્રી : જગતનું કલ્યાણ કરવાનું એવા તેવા બધા ઊંચા વિચારો હોયને, પોતાના દુશ્મનનું ય કલ્યાણ કરવાની ભાવના હોય, એવું તેવું બધું હોય ત્યારે ઉચ્ચ નામકર્મ થાય છે.
જગત કલ્યાણની ભાવના ઘણાં કાળથી, ઘણાં અવતારથી ભાવેલી હોય, તો યશનામકર્મ બહુ મોટું હોય. જગત કલ્યાણની ભાવનામાંથી જ યશનામકર્મ ઉત્પન્ન થાય છે. જેટલા પ્રમાણમાં એને જગતનું, લોકોનું સુખ