________________
નામકર્મ
૨૨૭
૨૨૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
નામ જ કેન્સલ. હવે એ પાંચ ટકા બચે એ વાત જુદી છે.
એટલે અમે કહીએ છીએને, અમારું આ યશનામકર્મ છે. એ નામકર્મવાળું ભારે, તેથી આ છે તે લોકોને મટી જાયને બધું. ચમત્કાર થાય છેને, તે યશનામકર્મ ભારે !
નિમિત્ત, હાથ અડ્યો માટે કંઈ ‘હું હાથેય નહીં ને પગેય નથી. આ તારો કર્મનો ઉદય આવ્યો છે ને મારો હાથ અડ્યો. તારું મટવાનું ને મારો હાથ અડ્યો. કારણ કે જશ મને મલવાનો એટલો જ કે દાદાએ મટાડ્યું આ. એ બધો જશ મલે, ત્યારે મને કહે છે, તમે કરો છો. મેં કહ્યું, આ બધું હું કશું કરતો નથી. યશનામકર્મ છે એ મેં ખુલ્લું કર્યું આ. અત્યાર સુધી લોકો ખુલ્લું કરતા ન્હોતાં કે “અમારું યશનામકર્મથી છે.” એવું નથી કહેતા લોકો. તે ઘડીએ લોકો કહે કે, તમે મારું મટાડ્યું. તે ઘડીએ એમને ટેસ્ટ પડે છે એટલે એ ટેસ્ટ છોડતા નથી. ત્યારે આ ટેસ્ટ ના છોડે ત્યારે પેલો મોક્ષ રહી જાય. અહીં રસ્તામાં જ મુકામ કર્યો, પેલું રહી જાય ને, ધ્યેય ?
પ્રશ્નકર્તા : રિલેટીવના કંઈક પ્રોબ્લેમ હોય તો આપની પાસે વિધિઓ કરાવી જાય છે ને એ ફળે છે પણ.
યશ-અપયશ શેના આધારે ?
પ્રશ્નકર્તા : જશકર્મ કોને મળે ને અપજશકર્મ કોને મળે, એવી જાતનું કંઈ કર્યું હોય ?
દાદાશ્રી : હા. એ જશકર્મ કોને મળે કે જેને “મારું” કરવાની ઇચ્છા નથી, આ બધાનું કેમ કરીને સારું થઇ જાય. કેમ કરીને બધાને લાભ થાય, એવું બધું લોકોના માટે જ જીવન જીવવાનું હોય ને ત્યારે જશનામકર્મ આવે અને પોતાના માટે જીવન જીવે એને અપજશનામકર્મ. કામ કરે તોય જશ ના મલે. એટલે જગત તો ઘણું ખરું પોતાના માટે જ જીવતા હશે ને ? એ તો કો'ક જ પારકાં માટે જીવને !
દાદાશ્રી : હા. એ હું નિમિત્ત છું. તે આ વિધિઓ કરી જાય ને અને જેના થકી આ કાર્ય થાય એવું છે એ દેવોને હું ઓળખું છું. જે નિમિત્તો છે, એમને ફોનથી ખબર આપી દઉં કે ભઈ, આનું આ દુ:ખ છે તે મટાડી દો, બસ. મારે ઘેર કશું ચોપડો નહીં અને દલાલી ય નહીં. પણ મને એમ અંદરથી સંકેત થયેલો’તો કે આ તમે જ્ઞાન આપશો. પણ આ કાળમાં તો બહુ દુઃખ હોય લોકોને, એ દુઃખમાં પાછું આ જ્ઞાન ઊડી જશે બધાને. તે આ સંકેતનાં આધારે આ મારું યશનામકર્મ ખીલ્યું હશે અને તે આધારે હું કરું છું. બાકી જ્ઞાની કોઈ દહાડો આવું કરે નહીં. જ્ઞાની આવો ડખો ના કરે, ‘તારે જો મોક્ષે જવું હોય તો સીધી વાત કર, બીજી સંસારી વાત ના કરીશ.” એવું જ કહે. આ અત્યારે એવું કહું તો બીજે દહાડે જતો રહે બિચારો, પેલો ય કહે છે, “નોકરી નથી અને વળી પાછાં તમે આવું કહો છો. લે આ હેંડ્યા, અમારે ઘેર.' એટલે હું કહું, તને વિધિ કરી આપું. પેલું જ્ઞાન સાચવી રાખજે.
એક ભાઈને કેન્સર મટી ગયું. ના મટે એવુંય નહીં. મટી જાય પણ મટે એવું ચૉરીટી નહીં. આ શું, એનો હિસાબ મારી જોડે અને મારું યશનામકર્મ, નહીં તો વળી આ તે કેન્સર તે મટતાં હશે ?! કેન્સર એનું
અમને જશનામકર્મ શાથી મળ્યું ? તે બધાને અમે સંતોષ કરીએ. તેનું જ આ જશનામકર્મને મોટું, જબરજસ્ત જશનામકર્મ છે. હોય નહીં ને ! બહુ ઝીણવટથી જોવાની વસ્તુ. જેને ત્યાં ઉતર્યા હોય ને અમેરિકામાં, એક ચાર આનાએ મારે લીધે નુકસાન ન થાય એ જોયા કરું. એ બીજા નુકસાન કરતાં હોય તો કહું, હું ટકોર મારું.
પ્રશ્નકર્તા : યશનામકર્મ હોય છે તે અને પુણ્ય વચ્ચે તાત્વિક તફાવત શું છે ?
દાદાશ્રી : બહુ ફેર છે. પુણ્ય તો ગમે એટલું તો ય એને જશ ના મળે. યશનામકર્મ તો, અમે કો'કને ત્યાં અમેરિકામાં ઘેર ઘેર નાહીએ-ધોઈએ બધું પણ એ સહેજે એનો બે આની બગાડ થાય નહીં એ અમારા લક્ષમાં હોય. ત્યાં આગળ અટકીએ અમે. એ ધણી હોય કે ના હોય. અમે પોતે જ આ માલિક છીએ એવી રીતે વર્તીએ બધે ય અને