________________
નામકર્મ
૨૨૫
૨૨૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
કરો છો. અમારું આમ થઈ ગયું ને તમે એ ક્યું પછી અમારું આ થઈ ગયું ને ! મેં કહ્યું, અલ્યા ભઈ, જો ચમત્કાર હું કરતો હોઉં, તો મને જ છે તે આ શ્વાસ ચઢે છે તે ના મટાડી દઉં ?
તે એક ફેરો અમારા ભાદરણ ગામે ગયો’તો, તે એક કાકા વ્યાસી વર્ષના, તે બહુ સારા ભક્તિ ભાવવાળા, તે મને દેખે કે ઉલ્લાસમાં જ આવી જાય, વ્યાસી વર્ષેય. પછી હું ગામમાં આવ્યો છું એવું જાણ્યું એટલે એમને મનમાં થયું કે ઘરમાં બેસી રહું ને, તો મને એમનું મોટું દેખતા વાર લાગે. એટલે રસ્તા વચ્ચે બેસી રહ્યા. પોળમાં પેસતાં જ દર્શન થાય ને ! એટલા બધા ભાવવાળા તે પછી ગયો તે ચોંટી પડ્યા પગને, ‘દાદા ભગવાન, દાદા ભગવાન !' એટલે મેં આમ કર્યું, આમ, ધબ્બો માર્યો એટલે પછી શું થઈ ગયું કે “કંઈક વા વાયાથી નળિયું ખસ્યું અને તે દેખીને કૂતરું ભર્યું.’ પણ એમને શું થયું કે બીજે દહાડે બાર વર્ષથી દર્દ હતું તે મટી ગયું ત્યાં આગળ. એટલે આખા ગામને કહી વળ્યા કે દાદાએ મારું બાર વર્ષનું દર્દ મટાડી દીધું. એક જ ધબ્બો મારતાંની સાથે જ, એટલે ગામના લોક મારે ત્યાં આવવા માંડ્યા. અને તે ખાસ જે દબાણ કરી શકે એ વહેલા આવ્યા. મને કહે છે, મારું આટલું કરી આલો જ. મેં કહ્યું, તમે સમજો તો ખરાં. મારે જુલાબ અટકે છે ને, તે ફાકી લઉં છું ત્યારે ઊતરે છે, માટે આ તો પેલું....
પ્રશ્નકર્તા : કાગનું બેસવુ અને ડાળનું પડવું..
દાદાશ્રી : હા, હા, બસ. તે આ અમે એક ધબ્બો માર્યો તે એનું બનવાનું, એ બની ગયું. યશનામકર્મ એટલે જશ મળે. કશું કરે નહીં તોય એમને જશ મળે. અને અપયશ નામકર્મ કેટલાંક લોકોને હોય, તે તમારું સો ફેરા કામ કરે તો ય તમે કહો કે “ના, એ કશું કરે નહીં મારું.’ એવું બને કે ના બને ?
બિચારાને મૂંઝામણ થાય લોકોને.
પ્રશ્નકર્તા : યશનામકર્મ તો ઘણું લાવ્યા છો.
દાદાશ્રી : હું ય જોઉં છું ને અને તે છે તો આ લોકોને શાંતિ રહે, નહીં તો શી રીતે રહે આવાં દુષમકાળમાં, દુઃખ મુખ્ય કાળ !
એટલે એક ફેરો આ જ્ઞાન થતાં પહેલાં એક માણસ મને કહેવા આવ્યો કે, તમારા લીધે મારું આ બધું કામ પતી ગયું. ત્યારે મેં કહ્યું, ભઈ, હું જાણતો નથી. શું કામ પતી ગયું ? ત્યારે મને કહે, ‘એ તો તમે એવું જ બોલો. આ તમે હતા તો થયું આ. તમે જ કર્યું કહે છે આ.’ ‘ભઈ, મેં કર્યું નથી, હું જાણતો નથી આમાં.’ ત્યારે કહે છે કે આ મારી છોડીને બેસે એવું હોતું, તે તમે જ ફૂંક મારીને બેસાડી દીધું આ. તમે લાગવગ લગાવી, કહે છે. ત્યારે મને વિચાર આવ્યો કે આ કોઈ પણ માણસે કામ કરેલું હશે, તે એને આ પોટલી આપવાની તેને બદલે અહીં આપવા આવ્યો છે. આ ભૂલ થયેલી છે આ માણસની. આ જશનું પોટલું જેણે કામ કર્યું, તેને આપવાને બદલે અહીં આપવા આવ્યો છે એ. મેં એને કહ્યું, ‘ભાઈ, આ મારી પોટલી નથી. આ બીજા કોઈએ કામ કર્યું છે તે તું ત્યાં આપી આવ.” ત્યારે કહે છે, હું તો આ મૂકીને ચાલ્યો, તમે જ કર્યું છે અને જે કરનારો માણસ મને બીજે દહાડે મલ્યો, ત્યારે એ કહે છે, મેં આનું આટલું આટલું કર્યું તોય અપજશ આપે છે. એ પોટલી મારી પાસેથી લઈ લીધી. આ આવું તોફાન ચાલ્યા કરે છે.
એટલે મારે નાનપણથી આ કશુંય ના કર્યું હોય તો લોક આવીને મને પધરાવી જાય એટલે ગમે તેમ પોટલું નાખી જ જાય. નાખીને જતો રહે, એનું શું થાય હવે ? એટલે હું સમજી ગયો, યશનામકર્મ છે આ.
પ્રશ્નકર્તા : પછી એ પોટલાનું તમે શું કરો ?
દાદાશ્રી : કશું નહીં, અમે એને આમ વિધિ કરીને એને પાછું સોંપી દઈએ. કારણ કે એ અમે રાખીએ નહીં. અને અમે કર્યું હોય તો ય અમે ના રાખીએ ને ! કારણ કે અમે કર્તા જ નહીં, નિમિત્ત છીએ ખાલી.
સર્વસ્વ દુઃખો તમારા મને સોંપી જાવ. પછી યાદ ના કરો તો તમારી પાસે નહીં આવે, તેની ગેરેન્ટી હું આપું . તમે યાદ કરો તો એ પાછું આવશે. કારણ કે યશનામકર્મ લઈને આવ્યો છું. તે હાથ અડાડે, એનું કામ થઈ જાય. એટલે ઉકેલ આવી જાય બધાનો. યશનામકર્મ ના હોય તો