________________
નામકર્મ
૨૨૩
૨૨૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
યશ-અપયશ નામકર્મ !
પછી નામકર્મમાં જોડે યશનામકર્મ હોય. યશનામકર્મ એટલે કોક ગમે એટલાં ધક્કા ખાય અને પછી આપણને કહેશે, ‘હું એના એટલા બધા ધક્કા ખાઉં છું તોય મને અપજશ આપે છે.” અલ્યા મૂઆ, તું લઈને આવ્યો છું અપજશ એટલે અપજશ આપને ! તું ગમે એટલા ધક્કા ખાઈશ તો ય અપજશ જ મળશે, અક્કરમી. તને જશ નહીં મળે અને જશનામકર્મ લઈને આવ્યો હશે ને, તો કશુંય ના કર્યું હોય તો ય જશ મળ્યા કરે. એટલે આ લઈને જે આવ્યા છો, એ મળને !
પ્રશ્નકર્તા: બીજા સંતોની જેમ આપની પાસે પણ કેટલાંય ચમત્કારોના બનાવો મેં જોયેલાં છે. અમુક મને પોતાને પણ અનુભવમાં આવેલા છે. આપને ક્યારેય પણ જોયા ના હોય, છતાં આપના ફોટાંથી પણ ઘણાંને એવાં ચમત્કારોનો અનુભવ થયો હોય છે. તો એ શું છે આપની પાસે ?
દાદાશ્રી : મારી પાસે ચમત્કાર છે જ નહીં. હું તો જાદુગર નથી. હું તો આ ચમત્કાર કરતો નથી.
પ્રશ્નકર્તા : તો એ કઈ રીતે બને છે ?
દાદાશ્રી : આ તો જ્ઞાની પુરુષ એટલે અમારું યશનામકર્મ બહુ ઊંચું હોય, એટલે ખાલી હાથ અડે, તે પેલાનું કામ થઈ જાય ને કહેશે, દાદાએ આ કરી નાખ્યું. મેં કર્યું ય ના હોય. ખાલી હાથ અડે ને કામ થઈ જાય.
અને અપયશ નામકર્મ એટલે શું ? તમે કામ કરો તો ય અપજશ મલે, અને હું કશું જ ના કરું તો ય જશ મલ્યા કરે. તે હું કશું કરતો નથી. વગર કામના જશ આપ્યા કરે છે એ યશનામકર્મ છે એ એક જાતનું અને એને લોક ચમત્કાર માને છે. ચમત્કાર જેવી વસ્તુ આ દુનિયામાં છે જ નહીં, એની હડ્રેડ પરસેન્ટ ગેરેન્ટી આપું છું.
પ્રશ્નકર્તા: આપ આવું કહો છો એ જ મોટો ચમત્કાર છે. બીજા બધા તો પોતાને માથે લઈ લે કે હા અમે....
દાદાશ્રી : એ બીજા બધાને કંઈક સ્વાર્થ રહેલો છે, કંઈનો કંઈ સ્વાર્થ રહેલો છે. હું તો પ્યૉર જે છે એ ફેક્ટ વસ્તુ કહેવા આવ્યો છું. હું જે “છે” એને ‘નથી” એવું નહીં કહું. જે ‘નથી’ એને “છે” એવું ક્યારેય પણ હું મોઢેથી નહીં બોલું.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ સંત પુરુષો હોય અને એને એવી સિદ્ધિ હોય કો'કને એમ કે એમની કૃપાથી સારું કરી આપે સામાને, તો એ અહંકારે કરીને?
દાદાશ્રી : ના, એ તો એવું છે ને કે હંમેશાં સંત પુરુષોને યશરેખા હોય. તે યશ એટલો મોટો હોય, સહુ સહુના ગજા પ્રમાણે આ યશ કામ કર્યા કરે છે. કોઈનામાં અપયશ હોય અને કોઈનામાં યશ હોય. તે યશ એટલું બધું કામ કરે છે, તે હાથ અડાડે ને કામ થઈ જાય પેલાને. એને યશનામકર્મ કહે છે. બીજું તો માણસ કશું કરી શકે એવું નથી, આ જ્ઞાનીઓથી કશું થતું નથી ને !
પ્રશ્નકર્તા : ના, પણ ઘણાં એવાં હોય છે સંતપુરુષો, તે પોતાની કૃપાથી બીજાનો રોગ હોય તે મટાડી દે છે.
દાદાશ્રી : એ કૃપા એ જ યશનામકર્મ. એ જેને છે ને તેને છે, બીજાને ના હોય.
પ્રશ્નકર્તા : જેને ઉપલબ્ધ થયું હોય તેને જ હોય.
દાદાશ્રી : હા. અમને એવું તેવું કશું ના હોય. અમને તો ફક્ત એટલું જ કે બધી પ્રકારનો યશ છે જ. માટે તું તારી મેળે બોલ્યા કરજે નામ. તારું થઈ જાશે કામ. એટલે થઈ જાય કામ. અમારે એમાં લેવાદેવા નથી અને યશનામકર્મ પૂરેપૂરું છે. કશું ના કર્યું હોય તો ય યશ અહીં આવીને ઊભા રહે. મારે જોઈતો ના હોય યશ તો ય પણ યશ તો આવી જાય. કારણ કે નામકર્મ બહુ ઊંચું લાવેલો છે. આદેય નામકર્મ, યશનામકર્મ બધી જાતના નામકર્મ ઊંચા લઈને આવ્યો છું.
એટલે આપણાં લોકો કહે છે, દાદા, તમે તો બહુ જાતનાં ચમત્કાર