________________
નામકર્મ
આવેલું હોય, એક માણસમાં ! અને અત્યારે તો બધા નૂરવાળા જોને, કેટલાં જ્યાં ને ત્યાં ફરે છે ને, નહીં ? ના કહે છે ને ?
૨૨૧
બે ગુણ, એક નામકર્મ સારું હોવું જોઈએ ને ભાવ સારાં હોવા જોઈએ. એટલે આપણે જાણીએ કે અસલ ખાનદાન છે. હા, બે ભેગાં થાય તે ખાનદાની ઓળખાય. નામકર્મ વગરનો બધો ભાવ એ નકામું છે. નામકર્મ તો ભગવાને ય વખાણ્યું છે. એની પાસે ક્યારે નામકર્મ હોય ? કેવી ઊંચી જાતનાં કર્મ બાંધતો હોય ત્યારે એ નામકર્મ ઉત્પન્ન થાય.
આદેય-અનાદેય નામકર્મ !
એટલે નામકર્મ, એ તો બધી બહુ જાતો છે એની. આદેય નામકર્મ. આઠેય નામકર્મ હોય એટલે આ સાહેબ જાય અને ઘરમાં આવતાં પહેલાં તો ઘરના બધાં માણસ કહે, “અરે ! પધારો પધારો પધારો પધારો.' હજુ તો ઘરમાં પેઠાં ય નથી અને પગથીયા ચઢે છે ત્યાર પહેલાં તો પધારો પધારો' ઘરના બધાંય કહે. અલ્યા, શું છે તે એવું ? ત્યારે કહે, આઠેય નામકર્મ લઈને આવ્યા છે. એ અમારી પાસે આય સામાન ખરો. એનાં સામું અનાદેય નામકર્મ હોય પાછું, અનાદેય નામકર્મ. એટલે શેઠ હોય, એમનો સાળો આવેને, હવે ત્રણ મહિને આવ્યો હોય બિચારો, તો ય પગથિયા ચઢે તો કોઈ એમ બોલે નહીં કે ‘આવો’ એવું. પેલો એની મેળે ઘરમાં પેસે. પચાસ વર્ષની ઉંમર, કહેવું તો જોઈએ ને, ‘ભઈ આવો ?’ પચ્ચીસ વર્ષનો હોય તોય કહેવું પડે, ‘ભઈ આવો.’ એમ બોલે નહીં, ભઈ ત્યાં સીધા જાય. ત્યારે કહે છે, આ આની પાછળ આ શેઠનો રોગ છે ? ત્યારે કહે, ના, બા. તારો જ અનાદેય રોગ. એ શેઠ વાંકો નથી. આમને કેમ આઠેય કર્યા ? શેઠને સ્વાર્થી કહો કે ગમે તે કહો, પણ મૂળ રોગ તારો છે આ અનાદેય. એટલે એ દ્રવ્યકર્મમાં જે છે આપણું કુળ-જાતિ, બીજું બધું આમાં આવી ગયું.
અમને જ્યાં જઇએ ત્યાં આદેય. અમે કોઇ પણ જગ્યાએ નાનપણમાં આઠેય નામકર્મ વગર નહીં રહ્યા. કારણ કે પહેલેથી નિસ્પૃહ, કંઇ જોઇએ નહીં, પરોપકારી. બધી રીતે ગુણો એવાને એટલે. આ અવતારનાં ગુણો
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
નહીં, પહેલાનાં અવતારનાં ગુણોનું પેલું આ આદેય નામકર્મ છપાઇ ગયેલું.
૨૨૨
આદેય નામકર્મ, એ જ્યાં જાય ત્યાં લોકો એને આવો પધારો, આવો પધારો, આવો પધારો' કહે. અજાણી જગ્યાએ જાય ત્યાં ય ‘આવો પધારો’કહે.
અમે જંગલમાં ગયા હોઈએ તો અમારા જોડેવાળા તો બધા સજ્જડ
થઈ જાય. આ શું કહેવાય, આ માણસ તમારા માટે અહીં ગાદી લઈ આવ્યો ? ગમે તેવી ફાટેલી-બાટેલી પણ જ્યાં કશું જ ના હોય, પાંદડું મલે એવું ના હોય. મેં કહ્યું, એ જ આદેય નામકર્મ. જ્યાં જુઓ ત્યાં સત્તા હોય બધી આગળ.
જો કે મને ના બોલાવે તો વાંધો નહીં. પણ બીજા અમારા પાટીદારોને તો તાવ ચડી જાય. પેસે જ નહીંને, મૂઆ.
પ્રશ્નકર્તા : પણ બધાને એવું. સૌને ‘આવો’ કહે તે તો ગમે ને !
દાદાશ્રી : એ તો આવ નહીં, આદર નહીં, ત્યાં પછી અમને તો ફરજીયાત લોકોને ‘આવો આવો' કહેવું પડે. કારણ કે આઠેયમાન કહેવાઇએ. આઠેયમાન એટલે શું કે અમે ગમે ત્યાં જઇએ, આ ઇન્દિરા ગાંધીને ત્યાં જઇએ તો બહાર બેસાડ્યા હોય અને મહીં એની આગળ દેખે એટલે કહેશે, ‘આવો પધારો, પધારો, પધારો' દેખતાંની સાથે જ. પેલું નામ સાંભળે ત્યારે મનમાં એમ થાય કે ‘પધારો’. પછી તો ‘આવો પધારો, આવો પધારો.’ એટલા ઊંચા-નીચા થઇ જાય. અને પછી એમનાં છે તે કુંટુંબના કોઈ આવે, પેલા પારસી, તો બોલાવે નહીં. બે વર્ષે-ત્રણ વર્ષે આવ્યો હોય. આ મહીં પેઠો તો બોલાવે નહીં. તે અનાદેય નામકર્મ લઈને આવ્યો છે. તો આપણે કહીએ કે હૈં, આ શેઠ આવે છે. તો ય પેલા ના બોલાવે.
આ તો કર્મના ચાળા જોવાની મઝા આવે. કર્મ શું શું ચાળા પાડે છે, એ શું કહેવાય ? એ બધા જાત જાતના કર્મ હોય.