________________
ગોત્રકર્મ
૨૩૫
૨૩૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
તો ભલે લોકપૂયતા નથી તમને, પણ આ કાળ એવો છે તે પરીક્ષા આવી કઠણ લેવાય છે. માટે આટલા માર્ક તમને ઉમેરવામાં આવશે. અને તે ભગવાન પણ તમને ઉમેરશે, હું કહું છું એટલે. કારણ કે હું નિષ્પક્ષપાતી બોલું છું. મને આમાં કંઈ પક્ષપાત નથી. પણ જો તમારા છે તે લોકનિંદ્ય કાર્ય બંધ થઈ જશે, તો તમે લોકપૂજયમાં ગયા. ભલે પૂજતા નહીં, તોય લોકપૂજ્યમાં આયા. કારણ કે પરીક્ષા કઠણ છે એટલે. તેથી આ મેં વચ્ચેનું પદ કહ્યું.
મર્યો, તો ફરી મોક્ષ ના થાય, કોઈ દહાડોય.
લોકપૂજ્ય એટલે શું કે અમે જતાં હોયને તો પાછળથી લોક આમ જે જે કરે. ઓઢીને સૂઈ ગયા હોય, તો ય લોકો આમ આમ કરીને દર્શન કરીને જાય. ત્યારે કહે, ભઈ, કોણે નોંધ કરી ? ત્યારે કહે, એ જોવાની નથી જરૂર. આ તો લોકપૂજય છે ! ત્યારે એ લોકપૂજયપણું લઈને આવેલો છું કે અજાણ્યા માણસોને ય ગાડીમાં જો ચાર કલાક સત્સંગ થઈ ગયો કે પૂજ્યતા ઉત્પન્ન થઈ જાય. એ લોકપૂજ્યપણું કહેવાય. આ ઊંચું ગોત્રકર્મ કહેવાય. કો'ક વખત જગતમાં લોકપૂજય હોય. જગતમાં લોકપૂજય ના હોય, બીજું બધું હોય. કો'ક વખત હોય અને જો ભેગા થઈ ગયાં તો કામ નીકળી ગયું આપણું.
પેલા મોટા પ્રધાનની લોકપૂજ્યતા નહીં અગર પોલીસવાળો દેખાય તો કહેશે, ‘સાહેબ, આવો આવો.' તે કંઈથી બોલે છે એ ? ગયા પછી કહે “જવા દો, જવા દો અહીંથી.’ ભયના માર્યા પૂજે છે લોકો. કોના હારુ ? કો'ક દહાડો મુશ્કેલી મૂકાઈએ, એના કરતાં આપણે જે' જે’ કરોને ! એક પ્રકારનો ભય જ છે ને ?
લોકટિંધ નહિ તે લોકપૂજ્ય આ કાળમાં !
અને આ કાળમાં લોકપૂજ્ય ઓછા હોય છે. એટલે બીજી શ્રેણી બતાવી કે તે લોકનિંદ્ય નહીં થાય તેને એમ લોકપૂજ્યમાં ગણીશું. ભૂલો થઈ હોય તો નવેસરથી ફરી પાઠ ગણીએ, તો આજે લોકનિંઘમાં ના આવીએ એવું કાર્ય ના થાય આપણાથી તો ઘણું સારું કહેવાય ને ?
અને લોકપૂજ્ય આપણાં જે લોકમાં દેખાય છે ને, તે સારી રીતે ચાલતા નથી એ લોકપૂજ્ય ના ગણાય, પણ લોકનિંદ્ય નહીં એવું કહેવાય એ. લોકપૂજ્ય કહેવા જાય તો આ બધા કહેશે કે અમે લોકપૂજય છીએ, અમે લોકપુજ્ય છીએ. બધાં વળગી પડે. લોકપુજ્ય તો હિન્દુસ્તાનમાં બે કે પાંચ માણસ હોય. લોકપૂજ્ય હોતાં હશે ? બીજાં એવાં ક્વૉલીટીનાં છે કે લોકનિંદ્ય છે. ત્રીજાં લોકનિંદ્ય નહીં એવાં માણસો વધુ છે પણ પૂજ્ય તો નહીં. પૂજય તો બૈરી જતી નથી, ઘરનું કોઈ છોકરું ગાંઠતું નથી તો બહારનાં કોણ પૂજે ? શિષ્ય ગાંઠતા નથી, તો બહારનું કોણ પૂજે ?
એ તને ગમ્યું એ ત્રીજું વાક્ય ? આ શોધખોળ છે, દાદાની. નહીં તો અત્યારે તો લોકનિંદ્ય તો ઠેર ઠેર હોય જ ને ! કંઈ ને કંઈ નિંદા થતી. જ હોય આજ. તમે સમજ્યા બધું ? નવું શાસ્ત્ર નીકળ્યું એ.
અત્યારે આ વિચિત્ર કાળ છે, એટલે લોકપુજ્ય નહીં ને લોકનિંદ્ય નહીં, એને લોકપૂજ્ય ભગવાને એક્સેપ્ટ કર્યું છે. એટલે નિંદ્ય ના હોવો જોઈએ. નિંદ્યમાં આવ્યો કે એ ખલાસ થઈ ગયો.
એટલે આ કાળમાં અમે સ્વતંત્ર મત વાપર્યો છે અમારો. જે લોકનિંદ્ય નથી, તે આ કાળમાં લોકપૂજ્ય છે. તીર્થંકરોએ જે લોકપૂજ્ય કહ્યા, તે અમુક કાળના આધારે કહ્યા છે. અમે આ કાળમાં શું કહીએ છીએ કે, જે લોકનિંદ્ય નથી, તેને લોકપૂજય અમે કહીએ છીએ. એની જવાબદારી અમે અમારે માથે લઈએ છીએ. માટે લોકનિંદ્ય ના થશો. ભલે લોકપૂજય ન થવાય, નહીં થવાય, બહુ અઘરું પડશે એ તો પણ નિંદ્ય ન થવાય તો ઉત્તમ વાત છે. લોકનિંદ્ય ના હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : નેગેટિવ નથી, પોઝિટિવ છે સીધું.
દાદાશ્રી : એ પોઝિટિવમાં છે એટલે લોકપૂજ્ય જ છે. આમ પોઝિટિવ હોય ને બધા. આ બધા આપણા શેઠિયાઓ બધા પોઝિટિવવાળા. એટલે એ નિંદ્ય ના હોય. વ્યસનોથી નિંદ્ય થયેલા હોય, પછી સંગ ખરાબ