________________
વેદનીયકર્મ
૨૧૩
૨૧૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આટલી જ શાતા થવાની, એ ડિસાઈડડ હોય. તે અશાતા કર્યા વગર રહે નહીં, મૂઆ. આમથી તેમ આળોટે, આમથી તેમ આળોટે પણ અશાતા કરે.
પ્રશ્નકર્તા : દાદા, એ તો જ્ઞાન ના થયું હોય ત્યારે ને ? તમોએ જ્ઞાન આપ્યા પછી તો ઊડી ગયું ને બધું ?
દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું' એ શબ્દાવલંબન છે. ત્યાંથી ‘એને’ પ્રતીતિ, લક્ષ અને અનુભવની શરૂઆત થઇ જાય. તે ત્યાંથી વધતી વધતી વધતી વધતી વધતી વધતી સંપૂર્ણ નિરાલંબ થતાં સુધી એ જાય. ત્યાં સુધીનો આત્માનુભવ છે, તે એમાં ફેર નથી. વેદનીય વેચવામાં ફેર છે. આના અનુભવમાં ફેર નથી.
‘હું શુદ્ધાત્મા જ છું’ એ જ પ્રતીતિ. પણ વેદનીયમાં ફેર પડે છે ત્યાં. જેમ જેમ મહીં અવલંબન ઓછાં થતાં જાય, નિરાલંબ થશે એટલે પછી અડશે નહીં. જ્યાં સુધી અવલંબન છે, ત્યાં સુધી વેદનીય અંડે છે !
દાદાશ્રી : હા, એ તો બધું ઊડી ગયું, આ તો વાત કરીએ છીએ.
તે રડતો હોય, ચિઢાતો હોય, એ આમ કરતો હોય, પણ જો આત્મા તરીકે હું જુદો છું, એવું ભાન હોયને તો બસ થઈ ગયું. ‘હું “ચંદુ ન્હોય. કોઈ પણ પ્રકારે ‘હું’ ‘ચંદુ’ હોય. એટલે વેદના શાતા હોય, શાતામાં તો ‘હું’ ‘ચંદુ છું એવું જ રહે છે લોકોને, પણ “એ” ‘ચંદુ નથી એવું ખાતરી
ક્યારે થાય ? અશાતા થાય ત્યારે. એટલે ખરેખર ‘ચંદુ' નથી એ વાત ચોક્કસ.
પ્રશ્નકર્તા : એટલે પછી પેલી સ્થિતિ રહેતી જ નથી.
દાદાશ્રી : પછી ભાંજગડ જ ના રહે ને !
નિરાલંબને તથી અડતી વેદનીય !
જેમ આત્માનો અનુભવ વધતો જાય એટલે પછી વેદનીયને પણ જાણે. આ કડવું છે, આ મીઠું છે. વેદ એટલે શું ? કડવાની વેદનીય એને ન થાય. એટલે શું કે કડવું કડવું લાગે પણ તે અશાતા ના લાગે. મીઠું મીઠું લાગે પણ શાતા ન લાગે. કડવાને કડવું જાણે અને મીઠાને મીઠું જાણે બસ, એનું નામ વેદ.
પ્રશ્નકર્તા : હા, એ તો પણ સ્વરૂપમાં લીનતા થાય ત્યારે ? એકદમ નિરંતર ઉપયોગ સ્વરૂપમાં રહે, ત્યારે થાયને તો ? હવે સંપૂર્ણ સુખ સ્વભાવનું આલંબન ન હોય. ત્યાં સુધી શાતા-અશાતામાં એ થોડોઘણો ભોગવટો રહેવાનો જ ને ?