________________
વેદનીયકર્મ
૨૧૧
૨૧૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : શાતા ને અશાતા વેદે ક્યાં સુધી ?
દાદાશ્રી : કેવળજ્ઞાન થાય ત્યાં સુધી. કેવળજ્ઞાન થયા પછી શાતાઅશાતા વેદનીય અસર ના કરે, બિલકુલેય. શરીરને શાતા-અશાતા વેદનીય તો ખરી. ટાઢ હોય તો ય દેહને ટાઢ તો લાગેને, પણ પોતે વેદે નહીં. કેટલીક બાબતોમાં તો અમે નથી વેદતાં.
દાદા વેદનીયતા ઉદય વખતે...
તેથી અમને ડૉક્ટરે કહ્યું'તું ને જે આ ફ્રેકચર થયું ત્યારે બધા ડૉક્ટર ભેગા થયા. ડૉક્ટર કહે છે, તે આટલું ફ્રેકચર થયું, એ માણસના મોંઢા ઉપર હાસ્ય કેમ દેખાય છે આ ? ત્યારે બીજા (મહાત્મા) ડૉક્ટરોએ કહ્યું, એ જ્ઞાની પુરુષ છે, એવું ના બોલશો. જ્ઞાની પુરુષ છે તો હાસ્ય દેખાય છે ! નહીં તો આનું મોઢું ઢીલું હોય, કાં તો રડતો હોય, કાં તો રડવા જેવો દેખાતો હોય. આ તો હાસ્ય જુઓ ! પચાસ-સો માણસો તો આજુબાજુ ફર્યા કરે છે. એટલે મને પૂછયું, “આ શું છે ? આટલું બધું તમે સહન કરી શકો છો ?” મેં કહ્યું, ‘સહન કરવાનું અમારે હોય નહીં.”
વેદનીય બન્ને હોય, એકલી શાતા વેદનીયવાળું કોઇ રહેલું નહીં. પણ અમને વેદનીય વેદરૂપે હોય, જાણવારૂપે હોય. છતાં અમે દુઃખ જોયું નથી, કોઇ સેકન્ડે ય. ગમે ત્યારે દેહ છૂટવાનો થઇ ગયો હોય કે ગમે તે થયું હોય પણ અમે અશાતા વેદનીય બહુ જોઇ નથી ! વેદરૂપે રહેલા. તે જાણીએ ખરાં કે આમ થઇ રહ્યું છે હવે. જો કે બહુ અશાતા વેદનીય આવતી ય નથી કુદરતી રીતે. બહુ ત્યારે દાંતની કોઇ વખત અશાતા વેદનીય આવી જાય.
અને હમણે ત્રણ દહાડા ત્યાં ગયો’તો કચ્છમાં. ત્યાં લીવરનો દુઃખાવો શરુ થયો. તે અશાતા વેદનીય ઉત્પન્ન થયેલી પણ વેદનીય ‘હું જાણ્યા કરું, બસ એટલું જ.
પ્રશ્નકર્તા : દુઃખ ન થાય ?
દાદાશ્રી : દુઃખ થાય પણ “આત્મા’ને કશું ના થાય. એટલે “અમે' આત્મસ્વભાવ'માં હોઇએ ત્યાં સુધી કશું અસર નહીં. દુઃખ તો થાય, ત્રણ દહાડા થયું'તું, રાતે ઊંધ્યો ન હતો ત્રણ દહાડા. મહીં જાગે, ઘડીવાર ઊંઘી જાય. ‘દાદા’ બેસી રહ્યા છે એવું ‘અમે' જાણ્યા કરીએ.
વેદનીય તો તીર્થકરોને હોય તો પછી બીજા કોને ના હોય ? પણ એમને અશાતા ઓછી હોય. અમારે જોને આ મહિનો એવો આવ્યો, તે દાદાને એક્સિડન્ટનો જેવો ટાઈમ થયો, પછી જે આ છે તે એ આવ્યું જાણે દીવો ઓલવાઈ જવાનો થાય એવું થઈ ગયું.
પ્રશ્નકર્તા : એવું કંઈ થવાનું નથી, દાદા.
દાદાશ્રી : ના, એમ નહીં. હીરાબા ગયાં તો આ ના જવાનું થાય ? એ તો વેદનીય કયું આવ્યું ?
પ્રશ્નકર્તા : અશાતા વેદનીય.
દાદાશ્રી : લોકો સમજે કે અમને અશાતા વેદનીય છે. પણ વેદનીય અમને અડે નહીં, તીર્થકરોને ય અડે નહીં. અમને તો હીરાબાની પાછળ ખેદ નથી, અમને અસરે ય ના હોયને ! કોઈ લોકોને એમ લાગે કે અમને વેદનીય આવ્યું, અશાતા વેદનીય અમને તો એક મિનિટ, એક સેકન્ડ કોઈ અડીય નથી આ ત્રીસ વર્ષથી ! અને એ જ વિજ્ઞાન મેં તમને આપ્યું છે અને તમે કાચા પડો તો તમારું. સમજણથી કાચા પડાય જ નહીંને કોઈ દહાડો? એક મિનિટેય નહીં ? ત્યારે ખરો !
પ્રશ્નકર્તા : ઉધરસ-ખાંસી આવે.
દાદાશ્રી : ઉધરસને તો હું ઊપકારી માનું છું કે, સારું થયું. રાતે જગાડે છે ને ! આપણે રાતે જાગવું એવી આપણી ઇચ્છા. જાગૃત રહેવું જેમ બને તેમ એ ઇચ્છા. તે ઊર્દુ જગાડે. એટલે મેં એને ગુણકારી માનેલી. જે ગુણકારી માનીએને એનું દુઃખ લાગે જ નહીંને ! હા, દાઢ દુઃખે એ બને
તારા ભોગવટાને '' જાણ ! એ તો નક્કી જ હોય કે આટલી આ ભાઈને અશાતા થશે ને