________________
[૨.૭]
તામર્મ
ચિત્રગુપ્ત તહીં, પણ તામકર્મનું ગુપ્ત ચિત્ર !
હવે છઠ્ઠું કહું છું. પછી ‘હું ચંદુ, હું ચંદુ’ એ નામ, આ નામ એ નામકર્મ છે. નામ ચંદુભાઈ, હું ઈન્જીનિયર, હું ગોરો, હું કાળો, હું શામળો, હું બાડો, હું જાડો, હું પાતળો. હું આ છું, તે છું, એ બધું નામકર્મ.
હવે દ્રવ્યકર્મ એક જ પણ એના આઠ ભાગ. તે આ નામરૂપકર્મ. એટલે રૂપ- રંગ દેખાય, જે આમ ડિઝાઈન-બિઝાઈન બધું દેખાય એ નામકર્મ. પછી નામ રૂપ એનું નામ ને આ સ્વરૂપ બધું, આ જે દેહનો આકાર છે તે.
પ્રશ્નકર્તા : એટલે હિન્દુઓમાં ચિત્રગુપ્તનો ચોપડો કહેવાય છે કે એની પાસે બધો ચોપડો હોય ?
દાદાશ્રી : ના, પણ એ તો ચિત્ર ગુપ્ત જ છે ને બધાંય ! પ્રશ્નકર્તા : બધું ગુપ્ત ચિતરેલું છે.
દાદાશ્રી : વ્યક્તિ નથી. એ તો આ જે શરીર ઘડે છે ને, તે કોણ છે ? ચિતારો છે, નામકર્મ રૂપી ચિતારો એ. એવું આ એક જાતનો હિસાબ.
૨૧૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
નામકર્મ રૂપી ચિતારો. તે ઘાટ ઘડે ને તે પ્રમાણે શરીર થાય. બીજા કોઈને ઘડવાં ના આવવું પડે, એની મેળે. આ જગતમાં કોઈને કશું કરવું પડે એવું નથી. જગત શેનાંથી ચાલે છે ? ત્યારે કહે, સ્વભાવથી ચાલે છે.
કેટલાંકે કલ્પનાઓ કરી કે બ્રહ્મા ઘડે છે બધું આ. કોઈ બાપોય ઘડવા જતું નથી. એની મેળે, હંઅ... ચીતરામણ થઈ જ જાય છે. ભાવમાંથી ચીતરામણ. નામકર્મ છે ને, એ ચીતરામણ જ કર્યા કરે છે. રૂપ-બુપ બધું નામકર્મ કર્યા કરે.
એટલે હવે એ નામ કર્મો પછી બહુ કર્મો છે. આવો દેહ, આવાં હાડકાં, આવું માથું, આવી આંખો, આવી આમ પર્સનાલિટી, બધાં બહુ જાતના છે. એ બધુંય છે તે આ મીણબત્તીમાં છે. બધું ભેગું કરીને એને નામકર્મ કહ્યું, નામ દ્રવ્યકર્મ !
દેહ મળ્યો એ ય નામકર્મથી !
પ્રશ્નકર્તા : હા, પણ એટલે એમાં કંઈ પૂર્વ સંચિત હોય છે બધું ?
દાદાશ્રી : હા, પૂર્વ સંચિત. નામકર્મ એ સેટલ થઈ ગયેલું. નામકર્મ એટલે ચિતારાકર્મ કહેવાય. એટલે ડિઝાઈન-બિઝાઈન બધુંય એનું. બીજા કોઈ કર્મનું આ નહીં. કપાળ આટલું મોટું, આમ કાન આવડાં મોટા, નાક મોટું, અંગ-ઉપાંગ બધા, બધી ડિઝાઈન એના હાથમાં. એટલે ડિઝાઈનર કહેવાય એને નામકર્મને. તમને સમજ પડીને, નામકર્મ શું કરતું હશે ? આ બધાનાં નાક જુદાં જુદાં હોય છે કે એક જ જાતનાં હોય છે ?
પ્રશ્નકર્તા : જુદાં જુદાં.
દાદાશ્રી : તો બીબામાંથી કાઢેલાં હોય આ ? બાપનાં જેવું જ નાક હોય છે ? જો બાપના જેવું હોય તો બધાંનું બીબામાંથી કાઢેલું હશે પણ એવું નથી. એ નામકર્મ છે તે બીબું ઘડે છે, જુદાં જુદાં નામકર્મ ને જુદાં જુદાં બીબાં. જો એક જાતનાં માણસો હોય ને, તો તો કોણ કોને ઘેર પેસી જાય ને કોણ કોને ઘેર પેસી જાય, કંઈ ઠેકાણું જ ના રહે. એક જાતના