________________
૨૦૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
[૨૬] વેદતીયકર્મ
શાતા-અશાતા વેદનીય ! કેટલાં થયા ? પ્રશ્નકર્તા: ચાર.
દાદાશ્રી : દ્રવ્યકર્મરૂપી મીણબત્તીમાં ચાર આવરણો દરેક જીવમાં હોય, એકાદ જીવમાં નહીં. બધાય જીવ માત્રમાં.
અને પાંચમું વેદનીય. તે આપણી ઈચ્છા ના હોય ને, તોય એકદમ ઠંડી આવી, તે આ ધ્રુજે પણ ઠંડી ભોગવવી પડે. અને કોઈકે આપણી ઉપર દેવતા નાખ્યો તો વેદનીય ભોગવવી પડે ને, દઝાઈ મરીએ એટલે ! તે આ દવાખાનામાં વેદનીય ભોગવે છે. જોયેલી તમે લોકોની ?
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : કેટલી ? એક જ પ્રકારની હોય છે કે અનેક પ્રકારની હોય છે ?
પ્રશ્નકર્તા: ઘણાં પ્રકારની હોય છે. દાદાશ્રી : ઘણાં પ્રકારની અને કેટલીક જગ્યાએ કેટલાંક લોકો
શાતા વેદનીય ભોગવે છે. પેલી દુઃખ આપે એ અશાતા વેદનીય કહેવાય. કોઈ જાતનું શરીરમાં દુઃખ થાય નહીં, કેરીનો રસ ખાય-પીવે પછી સૂઈ ગયા. શેઠ શેમાં છે ? ત્યારે કહે, શાતા વેદનીયમાં છે. હજુ રસ વાયડો નથી પડ્યો એટલે શાતા વેદનીયમાં મૂઆ છે શેઠ તો. જ્યારે વાયડો પડશે કે તરત શેઠ શું બોલે, ‘અહીં આગળ એ વાયુ થઈ ગયું.’ પણ ત્યાં સુધી શાતા વેદનીય જે ભોગવે, હિસાબમાં લખાવીને આવ્યો છે. એટલે શાતા વેદનીય ને અશાતા વેદનીય, બે જાતની વેદનીય લાવે છે. કેટલાક ફેરો થોડો વખત શાતા રહે. પછી વળી અશાતા આવે. આમ શાતા-અશાતા આખો દહાડો ચાલુ જ રહે. કો'ક ગાળ ભાંડે તો અશાતા વેદનીય, કોક ફૂલ-હાર ચઢાવે તો પછી શાતા વેદનીય. દેહ મલ્યો એટલે ગરમી પડવા માંડી તે સહન થાય નહીં, પંખા ચાલુ કરે કે શાતા વેદનીય અને ઠંડીમાં પંખા ચાલુ કરે તો ટાઢ પડવા માંડી, તે સહન થાય નહીં એ અશાતા વેદનીય. અશાતા વેદનીય સમજ્યા ને ? ઘડીકમાં ચેન ના પડે એવું થઈ જાય, વેદનીય !
દાંત દુખ્યો કે દાઢ દુ:ખી કે અશાતા વેદનીય થઈ ગઈ. “કેમ આજ મોઢાં પર આમ લાગે છે ?” ત્યારે કહે, ‘દાઢ દુઃખે છે આ.’ એ કોઈ પણ ઉપાય કરે કે જેથી કરીને દુઃખાવો મટે. છેવટે કશો ઉપાય ના જડે તો લવીંગનો અર્ક મૂકીને બહેરું કરી નાખે. બહેરું કરે એટલે મહીં વેદના થાય, પણ ‘આપણને માલમ ના પડે, નહીં તો વેદના સહન ના થાય ને !
એક તો આ શરીરને જેટલી વેદના ભોગવવાની, એ વેદના ‘તમારી', એ દ્રવ્યકર્મ છે. વેદના એ સુખની વેદના હો કે દુઃખની વેદના હો, કડવાંની હો કે મીઠાની, પણ એ બધું આ દ્રવ્યકર્મમાંથી ઉત્પન્ન થાય છે.
બે દુ:ખતું ઈન્ટરવલ એ જ સુખ ! પ્રશ્નકર્તા : હા, એ વેદનીય જે કીધું, એ જરા વિવરણ જોઈએ છે.
દાદાશ્રી : જગત આખું બે પ્રકારનાં વેદનીયમાં વર્તે. ઘડીમાં શાતા ને ઘડીમાં અશાતા. થાળીમાં બધું નોર્મલ આવ્યું હોય તો શાતા રહે, પણ