________________
અંતરાયકર્મ
૨૦૧
૨૦૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
તેમ તેમ આત્મવીર્ય પ્રગટે !
આત્મશક્તિઓને આત્મવીર્ય કહેવાય. આત્મવીર્ય ઓછું હોય તો તેનામાં નબળાઈ ઉત્પન્ન થાય, ક્રોધ-માન-માયા-લોભ ઉત્પન્ન થાય. અહંકારને લઈને આત્મવીર્ય તૂટી જાય. તે જેમ જેમ અહંકાર ઓગળે તેમ તેમ આત્મવીર્ય ઉત્પન્ન થતું જાય. જ્યારે જ્યારે આત્મવીર્ય ઘટતું લાગે ત્યારે પાંચ-પચીસ વખત મોટેથી બોલવું કે, ‘હું અનંત શક્તિવાળો છું.' એટલે શક્તિ ઉત્પન્ન થાય. મોક્ષે જતાં અનંત અંતરાયો છે. તેથી મોક્ષે જવા માટે સામી અનંત શક્તિ છે.
આત્માની ચૈતન્યશક્તિ શેનાથી આવરાય છે ? આ જોઈએ છે ને તે જોઈએ છે. લોકોને જોઈતું હતું, તે તેમનું જોઈને ‘આપણે’ ય શીખ્યા એ જ્ઞાન. આના વગર ચાલે નહીં. મેથીની ભાજી વગર ના ચાલે. એમ કરતાં કરતાં ફસામણ થઈ ગઈ ! આત્મા અનંત શક્તિવાળો છે. તેની પર પથરા નાખ નાખ કર્યા !
એવું છે ને, આ ગટર વહેતી હોય, તેમાં પાણી જવાની શક્તિ તો પુષ્કળ છે. ગટરે ય સરસ, પણ કોઈએ એક પથ્થરો નાખ્યો મહીં વચ્ચે. એટલે આપણે જાણીએ કે આ સ્પીડમાં વહેતું કેમ નથી ? એ અંતરાય પડ્યા કહેવાય. એવા બે જગ્યાએ નાખે તો વધારે પાણી અટકે. ત્રણ જગ્યાએ નાખે તો વધારે અટકે. બહુ નાખે તો આખું ય અટકી જાય. અને જ્ઞાની પુરુષો તો પોતે નિરઅંતરાય પદમાં રહેતા હોય. કોઈ અંતરાય જ નહીં. તે એમની પાસે બેસવાથી બધા અંતરાય તૂટી જાય, ખાલી બેસવાથી જ. એમની જોડે ગપ્પા મારીએ તો ય !
આ અવળી શક્તિથી સંસાર ઊભો થઈ ગયો. હવે સવળી શક્તિ એટલી બધી છે કે જે બધાં જ વિપ્નો તોડી આપે. તેથી જ તો આપણે પેલું વાક્ય બોલાવીએ છીએ. “મોક્ષે જતાં વિનો અનેક પ્રકારનાં હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું.’ જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી તમામ વિદ્ગોનો નાશ થઈ જાય. બાકી મોક્ષ તો આ રહ્યો, તમારી પાસે જ પડ્યો છે. મોક્ષ કંઈ છેટો છે ! અંતરાય પડ્યા છે વચ્ચે.
પ્રશ્નકર્તા : ‘આત્મા’ અનંત શક્તિવાળો છે. એની ઉપર અંતરાયો કયા આધારે પડી ગયેલાં છે ?
દાદાશ્રી : “આપણે” જ અંતરાયના ઊભાં કરનારા, આપણે જ પાડનાર, બીજા કોઈની ડખલ નથી.
પ્રશ્નકર્તા : પણ કઇ રોંગ પ્રોસીજરથી આત્માની અનંત શક્તિ ઉપર અંતરાય પડી ગયા ?
દાદાશ્રી : આ બધી રોંગ બિલિફોથી. એક જ જાતની કઈ રોંગ બિલિફ છે ? ‘જાડો છું” તે ય રોંગ બિલિફ, ‘હું પાતળો છું’ તે ય રોંગ બિલીફ, ‘હું ઊંચો છું, કાળો છું, ગોરો છું’ બધી કેટલી જાતની ! જેટલા શબ્દો છે એટલી રોંગ બિલિફો છે. હા ! એટલી રોંગ બિલિફો. એ જ્યારે ઓળંગે ત્યારે રાઇટ બિલિફ ઊભી થાય.