________________
અંતરાયકર્મ
એટલે તો આપણો ધ્યેય છે, ધ્યેય તરફ લઈ જનારી વસ્તુ.
જમવાતો અંતરાય પડ્યો કર્દિ ?
૧૯૯
પ્રશ્નકર્તા : કોઈ સત્સંગ કરવાનો નિશ્ચય કરીને નીકળે અને સત્સંગ ના થાય દાદાનો, તો એ વ્યક્તિને કેવો લાભ થાય ? સત્સંગ થયો હોય એવો લાભ કે એનાથી ઓછો કે વધારે ?
દાદાશ્રી : ખાલી ભાવ ફળ મળે. કોઈ આપણને કહે, લ્યો, જમો. તો પણ ફળ મળે.
પ્રશ્નકર્તા : સામાન્ય રીતે, માણસ નિશ્ચય કરીને નીકળે તો એનો એ અંતરાય કોઈ હોતો જ નથી.
દાદાશ્રી : બનતાં સુધી હોય નહીં. હા, કો'ક વખતે બને. એ કંઈ કાયમનું હોતું નથી. આપણો નિશ્ચય હોય તો કોઈ રોકનાર જ નથી. અદબદ રાખવાની જરૂર નથી. લપસણું આવ્યું હોય માઈલ સુધી અને લપસી પડીશ તો ? તો પછી એનો ઉપાય નથી. ન જ લપસુ, કેમ લપસાય ? તો એવી રીતે વ્યવસ્થા કરશે પગ, મન-બન બધાં સીધા રહેશે. અને આપણે કહીએ, ‘લપસી પડાય’ તો મન-બન બધાં ઢીલાં થઈ જાય કે ‘કેમનું જવું ?” ‘કેમ લપસાય ?' કહીએ, એવો નિશ્ચય કર્યો કે બધું ચોખ્ખું ! તેમ છતાંય પછી લપસી પડે તો વ્યવસ્થિત !
પ્રશ્નકર્તા : એટલે નિશ્ચયની અંદર અંતરાય તોડવાની શક્તિ ખરી ? દાદાશ્રી : બધાં અંતરાય તોડી નાખે. કોઈ અંતરાય રહેવા ના દે. પ્રશ્નકર્તા : ત્યારે અંતરાય જે નડે છે તે નિશ્ચયની ખામી? દાદાશ્રી : નિશ્ચયની જ ખામી છે.
પ્રશ્નકર્તા : એટલે પોતાની જ ખામી ને અંતરાયનો વાંક કાઢે.
દાદાશ્રી : બીજું કોઈ નહીં, પોતે ઊભાં કરેલાં અંતરાય. પોતે
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ઊભાં કરેલાં નિશ્ચયથી ઊડી જાય. કેમ જમવામાં અંતરાય નહીં પડતો કોઈ દહાડો? ચામાં અંતરાય નહીં પાડવા દેતો ? જાણી-જોઈને પાડેલા
છે આ બધાં. અજાણ્યે પડતાં હોય અંતરાય તો ચામાં, બધામાં પડે. કશું પડતાં નથી. બહુ પાકાં લોક છે ને ! એ પાકાઈએ જ એમને માર્યા. કાચો
હોત તો સારો.
૨૦
પ્રશ્નકર્તા : પાકાં હોતાં નથી. પોતાની જાતને પાકાં માને છે. દાદાશ્રી : માની લીધું છે. માની બેઠો છે પોતાની જાતને સ્વતંત્ર. જ્ઞાતીને તિઅંતરાય પદ !
શાસ્ત્રમાં ખોળવા જાયને તો ય જડે નહીં, અંતરાયનો સાચો અર્થ. અનુભવીઓએ એ બધું નહીં લખેલું. મૂળ આત્માને અંતરાય જ ના હોય. જે જે જરૂરિયાત હોય એ બધી ત્યાં ઘેર બેઠાં હાજર થાય. અંતરાય હોય જ નહીં ને ! ને અંતરાય છે તે ‘આપણે’ ઊભા કરેલાં છે અક્કલથી, બુદ્ધિથી. એ બુદ્ધિનું પ્રદર્શન છે.
એક જણ પૂછતો હતો, દાદા, તમારા સંયોગ કેવા ને અમારા સંયોગ તો... તમે તો અહીંથી ઊતરો તે જાણે કે ત્યાં આગળ ખુરશીવાળો તૈયાર હોય છે. એ કશું કોઈ જાતની હરકત નથી પડતી. ‘નો’ (નહીં) અંતરાય. અમારે ખાવાની ઈચ્છા જો કોઈ દહાડો મગજમાં આવી હોય, જો કે ઇચ્છા હોય નહીં બનતાં સુધી, પણ જો ઇચ્છા હોય તો અંતરાય પડે નહીં. લોકો તો શું જમશે એવી આશા રાખીને બેસી રહ્યા હોય ! પછી અંતરાય હોય નહીં ને ! ત્યારે કહે, “મૂળ આત્માને તો અંતરાય હોય જ નહીં ને ! જે ઈચ્છે એવું તરત થઈ જાય બધું. ત્યારે કહે, ‘અંતરાય શું થયા ?” દર્શનાવરણ ને જ્ઞાનાવરણથી ઊભા થયા. તે અંતરાય, મોહથી આ ચારમાં વહેંચાઈ ગયા. એટલે ‘પોતે’ આત્મા તરીકે પરમાત્મા છે. જે ચીજ વિચારમાં આવે તે બધી જ ચીજ પ્રાપ્ત થાય એવી છે. પણ પ્રાપ્ત થતી નથી તો પછી શા આંતરા પાડ્યા ? ત્યારે કહે, મોહને લઈને આંતરા પડી જાય. બેભાનપણાને લીધે એ અંતરાયકર્મ, વિઘ્નકર્મ.