________________
વેદનીયકર્મ
૨૫
૨૦૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
જો શાક જરા તીખું આવે કે અશાતા ઉત્પન્ન થઈ જાય.
પ્રશ્નકર્તા : શાતાનેય વેદનીય કીધી ?
દાદાશ્રી : શાતાને વેદનીય જ કહેવાયને ! આ લોકો જેને સુખ કહે છે અને જેને દુઃખ કહે છે, એને વેદનીય કહ્યું છે ભગવાને. ખાલી અસર જ છે. વેદના છે એક પ્રકારની.
પ્રશ્નકર્તા : અમે એવું માનીએ છીએ કે દુઃખ ઓછું થાય એટલે સુખ. આપ કહો છો સુખ વેદના છે એટલે ખબર નથી પડતી.
દાદાશ્રી : દુ:ખ ઓછું થાય એ સુખ નહીં. બે દુ:ખના ઇન્ટરવલને આપણા લોક સુખ કહે છે. બે દુઃખની વચ્ચે, આ દુઃખનો છેડો આવી રહ્યો ને આ બીજું દુઃખ શરૂ થયું નથી ત્યાં સુધી એને સુખ કહેવાય. લખી લેજો આ શબ્દો. આ ઇન્ટરવલ શેમાં પડે ? નાટકમાં. એટલે ખરેખર સુખ નથી, આ વેદના છે.
પ્રશ્નકર્તા : તો ખરેખર સુખ કોને કહેવાય ? દાદાશ્રી : ખરું સુખ તો આનંદ, આત્માનો આનંદ થાય એ.
વેદના સાથી કહે છે કારણ કે જે જે વસ્તુથી સુખ થાય તેનું એબ્નોર્મલ થાય ત્યારે એ દુઃખરૂપ થઈ પડે. અત્યારે દૂધપાક જમવામાં મજા આવતી હોય, પણ પેટમાં વધારે રેડે તો ?
પ્રશ્નકર્તા: હા, તો દુઃખ થઈ જાય છે.
દાદાશ્રી : એટલે એબ્નોર્મલ થાય એ બધું વેદનીય કહેવાય અને જે એબ્નોર્મલ કશું ના થાય એ બધું સુખ કહેવાય. એટલે સનાતન સુખ આત્માનું ક્યારેય પણ જાય નહીં, કોઈ પણ સંજોગોમાં જાય નહીં. પરમાનંદ નિરંતર રહે. સ્વાભાવિક સુખ તમે ચાખ્યું હશે, કોઈ અવતારમાં ય ? એને ચાખવું ના જોઈએ ?
પ્રશ્નકર્તા : પણ જ્ઞાનીઓ અશાતાનેય દુઃખ માનતા નથી.
દાદાશ્રી : અશાતાને દુઃખ માને જ નહીં ને ! શાતાને સુખ માને નહીં એટલે અશાતાને દુ:ખ માને નહીં. પણ શાતામાં સુખ માન્યું જેણે, તેણે અશાતામાં દુઃખ ના માનવું હોય તોય માનવું પડે, ફરજિયાત છે. પણ પેલાં જ્ઞાની તો શાતામાં સુખ જ છોડી દે છે.
વેદનીયકર્મ અંદર શાતા આપે, અશાતા ય આપે. એટલે આ કર્મો જ બધું કરે છે. “આપણે” કશું કરવાનું હોતું નથી.
વેદવું નહિ, જાણવું ! પ્રશ્નકર્તા ઃ દાદા, આ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય ને અંતરાય એ ચિંતવન કરી કરીને, એ વહેલા ખપાવી શકાય એવું છે ને ? જ્યારે શાતા-અશાતા વેદનીય અને એ પેલા નામ-ગોત્ર-આયુષ્ય એ બધાને તો ભોગવે જ છૂટકો ?
દાદાશ્રી : ભોગવે છૂટકો એવું નહીં, એમાં ય જો કદી જ્ઞાન સજ્જડ હોયને તો ભોગવે નહીં. તીર્થંકરો ભોગવે નહીં કોઈ દહાડોય. એમને શાતા-અશાતા વેદનીય હોય, એ ભોગવે નહીં, એ જાણે એટલું જ.
પણ આ જ્ઞાન કેવું છે ? ‘તમે’ શું કહો, ‘એનો કંઈ હિસાબ નહીં.' કારણ કે તમે જાણ્યું એટલું જ. પણ તમે કહો, ‘મને આ સહન નથી થતું' તો દુ:ખ પડ્યું. કેટલાંક નાના દુ:ખો તમે જાણીને જ કાઢી નાખો છો, એનાં ભોક્તા થતાં જ નથી. અને જેટલા દુ:ખને તમે કહો કે “આ મારે દુઃખ આવ્યું છે', તો એની મેળે જ, તમે બોલતાંની સાથે જ આવ્યું. તમે કહો કે મેં જાણ્યું.’ ‘જાયું” કહેતાંની સાથે જ હલકું થઈ જાય. પછી ખાલી જાણ્યા જ કરે.
બિલિદ્દેદતા છે, જ્ઞાતવેદતા નહીં ! પ્રશ્નકર્તા : હવે મારું માથું દુઃખે છે, એ વખતે એને કોણ જાણે છે. અને માથાની વેદના વેદન કોણ કરે છે ?
દાદાશ્રી : એ અહંકાર વેદન કરે છે. વેદે તે અહંકાર વેદે છે. માથું