________________
અંતરાયકર્મ
૧૯૩
૧૯૪
છું તું ! તું સમજ્યો શું છે આ ! એ તો એની ભાષાની વાત કરે છે, એની લેંગ્વજમાં. મારી લેંગ્વજ તું સાંભળ. આખો દહાડો તું દુઃખ જ આપ્યા કરું છું. સર્ટિફાઈડ લેંગ્વજ જ્ઞાનીની છે. એથી આગળનું જાણવાનું વિચારવાનું ના રહે. એ તો જાણવું જ પડશે ને જયારે ત્યારે !
નિશ્ચયથી તૂટે ધાગા અંતરાયતા !
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) એ અંતરાય જેમ જેમ છૂટે, એમ બધું ખુલતું જાય. આ અંતરાયને લઈને છેટું છે. નહીં તો આત્મા ને તમે છેટા નથી. ફક્ત અંતરાયકર્મ જ વાંધો કરે. હવે બધું પ્રાપ્તિ થઈ ગઈ. પ્રાપ્ત થયો છતાં ય કેમ આપણા ધાર્યા પ્રમાણે નથી લાભ આપતો? ત્યારે કહે, અંતરાયકર્મ. એ જેમ જેમ છૂટતું જાય, તેમ તેમ ઉકેલ આવતો જાય.
આ “જ્ઞાન” મળી જાયને, તેને તો બધા અંતરાય તૂટી જાય. અહીં આગળ હું તમને શું કહું છું કે બધા અંતરાય તૂટવાનો રસ્તો કરી આપ્યો છે. મેં તમને આ જ્ઞાન આપ્યું છે ને જોડે જોડે આ બધી આજ્ઞા આપી છે ને, તે બધાં અંતરાય તૂટી જાય એવા છે.
પ્રશ્નકર્તા ઃ દાદા, સત્સંગમાં આવવું જ છે, એ જ્યારે નિશ્ચય થાય છે ને, ત્યારે બધી જ અનુકૂળતાઓ થઈ જાય છે.
દાદાશ્રી : નિશ્ચય બધા જ અંતરાય તોડીને ધાગા કાઢી નાખે. નિશ્ચયની જ જરૂર છે. નિશ્ચય નથી કરતો ત્યાં સુધી અંતરાય-બંતરાય ડોકિયા કરે છે. હમણે રોડ ઉપર બહુ ટ્રાફીક હોય, પણ પેલા વડાપ્રધાન આવે, તો ટ્રાફિક ખસી જશે બધું. એમ ને એમ ખસી જાય એક કલાકમાં, કોઈ ઊભું જ ના રહે ! એવું છે આ તો ! અને આ તો કંઈ વડાપ્રધાનનું પદ છે ?! આ તો પરમાત્માનું પદ છે !!! આ જ્ઞાન લીધા પછી તમને જે પદ આપેલું છે એ પરમાત્માનું પદ છે. એ ભલે તમે તેની મહીં તન્મયાકાર ન રહી શક્યા હો, તે તમારી હજુ એડજસ્ટ થવાની એ કચાશ છે. બાકી એ પરમાત્મા પદ છે !
- સત્સંગના અંતરાય ! પ્રશ્નકર્તા: દાદાનો સત્સંગ ચાલતો હોય અને છતાંય અંતરાય પડતો હોય ને ના આવી શકાતું હોય, એ કેવી રીતે પડે અંતરાય ?
દાદાશ્રી : ના આવી શકાતું હોય એ અંતરાય નહીં. એ અંતરાયનું ફળ છે. ના આવી શકાય, તે પહેલાં પાડેલા અંતરાયનું ફળ છે. એ તો ભોગવે જ છૂટકો ને !
પ્રશ્નકર્તા : એ અંતરાય કેવી રીતે પડેલા?
દાદાશ્રી : આપણે જ પાડેલા. રોજ રોજ જઈને શું કાઢવાનું છે ?' હવે મહીં બે દહાડા ના ગયા તોય શું ? આ બધો અંતરાય પડ્યો !
પ્રશ્નકર્તા : દાદાના સત્સંગમાં જો કોઈ આવતા હોય એને કોઈ એમ કહે કે તમે દરરોજ શું કરવા ત્યાં જાવ છો, એક ને એક વાત સાંભળવા માટે. તો પછી એને અંતરાય પડે ને ?
દાદાશ્રી : હા, તો પેલો અંતરાય પાડે છે. આ આંતર્યું, એનું નામ અંતરાય. સીધી જ વાત કરો ને આપણે, નાનો છોકરો સમજે એવી ! આંતર્યું એનું નામ અંતરાય. તમે જેટલા આંતરા પાડ્યા છે એટલા જ આંતરા તમારા.
પરમાત્મ ઐશ્વર્ય અટક્યું જે ઈચ્છાથી ! પ્રશ્નકર્તા : આપણને જે વસ્તુની બહુ જ ઈચ્છા હોય, એ વસ્તુ ભેગી ના થાય. પછી એનું દુ:ખ રહે.
‘અંતર છૂટે ત્યાં ખૂલે છે અંતર આંખડી રે લોલ.’
અંતર આંખડી આપણી જે ખૂલી છે ને, જે દિવ્યચક્ષુ, આ અંતર છૂટે એટલે દિવ્યચક્ષુ ખૂલે એમ દા'ડે દાડે. અંતર એટલે જ્ઞાનાંતરાય, બીજા અંતરાય બધું તૂટતું જાય તેમ તેમ દિવ્યચક્ષુ ખુલતા જાય. આ અંતરાય પડયો છે ને, તે આ બધાં કર્મને લઈને પડ્યો છે ને ?