________________
અંતરાયકર્મ
૧૯૫
૧૯૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પ્રગટ થતી જાય. માટે એમાં અંતરાય આવે તો ય આપણે આપણો નિશ્ચય દ્રઢ રાખવો કે કોઈની તાકાત નથી કે મને અટકાવી શકે, એવો ભાવ રાખવાનો છે. મોઢે બોલવાનું નથી, બોલવું એ તો અહંકાર છે. અંતરાય અહંકારને લીધે પડે છે, હું છું કંઈક.'
પ્રશ્નકર્તા : અંતરાય પોતાની મેળે તૂટે કે પુરુષાર્થથી તૂટે ?
દાદાશ્રી : અંતરાય એટલે અનિશ્ચય. માણસનો પુરુષાર્થ ક્યાં ગયો ? પુરુષાર્થ ધર્મ ખુલ્લો છે.
પ્રશ્નકર્તા ઃ એ નિશ્ચય એ પુરુષાર્થને ? દાદાશ્રી : હા, નિશ્ચય કે મારે આમ કરવું જ છે. પ્રશ્નકર્તા : પણ નિશ્ચય કંઈ બધાનાં ફળતાં નથી હોતા.
દાદાશ્રી : ઘણી ઈચ્છા હોયને એ વસ્તુ ભેગી થવાની તો ખરી જ, પણ બહુ જ ઈચ્છા થાય, એટલે મોડી થાય એ. અને ઇચ્છા ઓછી થઇ જાય ત્યારે જલ્દી ભેગી થાય. ઈચ્છા અંતરાય કરે ઉલટું.
પ્રશ્નકર્તા : જેની આપણને ઈચ્છા હોય એ વસ્તુ આપણને ભેગી જ ના થાય?
દાદાશ્રી : ભેગી થાય. પણ ઈચ્છા ઓછી થાય ત્યારે ભેગી થાય. ઈચ્છાવાળી ચીજ ભેગી તો થવાની જ. ઈચ્છા કરવાથી જ અંતરાય છે. જેમ જેમ ઈચ્છા ઘટતી જાય તેમ તેમ અંતરાય તૂટતા જાય. ત્યાર પછી બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય. જે થવાનું હોય તેની પહેલાં ઈચ્છા ઊભી થાય. અંતરાય તૂટે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ભેગું થાય. અમને એકેય અંતરાય કેમ નથી ? કારણ કે અમને સંપૂર્ણ નિરીચ્છક દશા છે.
મનુષ્ય તો પરમાત્મા જ છે. અનંત ઐશ્વર્ય પ્રગટ થાય તેમ છે. ઈચ્છા કરી કે મનુષ્ય થઈ ગયો ! નહીં તો “પોતે' જે ચાહે તે મેળવી શકે તેમ છે. પણ અંતરાયને લીધે નથી મેળવી શકતો. ભગવત શક્તિ એમાં જેટલાં અંતરાય થાય એટલી શક્તિ અંતરાય, આવરાય. નહીં તો ભગવત્ શક્તિ એટલે જે બધી ઈચ્છાઓ કરે, એ હરેક ચીજ સામે આવે. તેમાં આ જેટલાં અંતરાય પાડે, એટલી શક્તિ આવરાય.
અમને ઈચ્છા જેવી વસ્તુ જ ના હોય. ઈચ્છા બે પ્રકારની, એક ડિસ્ચાર્જ ઈચ્છા અને એક ચાર્જ ઈચ્છા. એટલે નવો હિસાબ બંધાય. ડિસ્ચાર્જ એટલે, હમણે ભૂખ લાગી હોય ને તો માણસ આમ જુએ એટલે આપણે જાણીએ કે આ ભાઈને ઈચ્છા થાય છે. પણ આ ડિસ્ચાર્જ ઈચ્છા કહેવાય. એટલે અમને એવી કંઈ ડિસ્ચાર્જ ઈચ્છા થઈ હોય તો એ વસ્તુ અમારી ઉપર આવીને પડે. અમારે પ્રયત્ન ના કરવો પડે. અંતરાય એટલાં બધાં તૂટી ગયેલાં કે હરેક વસ્તુ આવીને પડે. હરેક વસ્તુ ઈચ્છા થતાંની સાથે જ આવીને પડે. નિર્અંતરાયકર્મ કહેવાય.
અતિશ્ચયથી અંતરાય, નિશ્ચયથી નિરંતરાય ! મોક્ષમાર્ગમાં તો અંતરાય આવે એટલે પોતાની શક્તિઓ વધારે
દાદાશ્રી : એ ફળે કે ના ફળે, એ આપણે નહીં જોવાનું, આપણે નિશ્ચય કરવો ! પછી નિશ્ચય નહીં કરો તો કોઈ કામ જ નહીં થાય. પોતાનો
અનિશ્ચય એ જ અંતરાય, નિશ્ચય કરે એટલે અંતરાય તૂટી જાય. આત્માનો નિશ્ચય થાય એટલે બધા અંતરાયો તૂટી જ જાય છે ને
ફેર, નિશ્ચય તે ઈચ્છામાં !
પ્રશ્નકર્તા ઃ આપે આપ્તવાણીમાં એવું કહ્યું છે કે વીલ પાવરથી અંતરાય તૂટે અને બીજી બાજુ આપણે જાણીએ છીએ કે ઈચ્છા કરવાથી તો અંતરાય પડે છે.
દાદાશ્રી : ઈચ્છા કરવાની નહીં. નિશ્ચય કરવાનો કહ્યો છે. નિશ્ચય કર્યો એટલે ગમે તેવો અંતરાય તૂટી જ જાય.
પ્રશ્નકર્તા : આપણે કોઈ વસ્તુની સતત ઈચ્છા રાખીએ, નિશ્ચય કરીએ કે આ વસ્તુ મારે મેળવવી છે, તો પછી આ ઈચ્છાથી અંતરાય પડે, તો એવું ના થાય ?