________________
અંતરાયકર્મ
અંતરાય તૂટ્યા હોય. પરોક્ષના અંતરાય તૂટેલા હોય, તેને પ્રત્યક્ષના અંતરાય જ હોય કાયમને માટે, એટલે પરોક્ષ જ મળે. પ્રત્યક્ષના અંતરાય તો બહુ મોટા પડેલા હોય. તે મેં જોયું, મોટા મોટા અંતરાયો પડેલા છે. મહેનત એની નકામી જાય, આપણી મહેનત નકામી જાય. તમે કાગળ લખી લખીને થાકો.
૧૮૯
પ્રશ્નકર્તા : આપને મળવામાં પણ આટલો બધો વચ્ચે અંતરાય કેમ આવ્યો ? કારણ કે હું તો ઘણાં વખતથી આપને જાણું છું.
દાદાશ્રી ઃ દરેકને અંતરાય હોય. જાણકારને અંતરાય હોય. અજાણ્યાને અંતરાય ના હોય. જાણકારને અંતરાય હોય. ‘આવાં છે, તેવાં છે’ એક ફેરો બોલોને, કે તરત અંતરાય પડે પાછાં. કો'કના કહેવાથી બોલીએ તો ય અંતરાય પડે. જાણકારનો અંતરાય. અજાણ્યાનો અંતરાય નહીં. એમને ને અમારે જાણકારી નહીં એટલે અંતરાય જ નહીં ને ! તે છે કશી ભાંજગડ ?
સાચી વાત હોય કે ના ય હોય. પણ પાંચ ટીકા કરનારા હોય ત્યાં પોતે ય ટીકા કરવા લાગે. એમ નહીં કે એક ધ્યેય, નિયમ. એ કંઈ નહીં. આમે ય હેંડે ને આમે ય ઉંડે ! એટલે પછી એ બધા અંતરાયો પાર વગરના પડ્યા હોય.
જેને નિશ્ચય છે ત્યાં અંતરાય તૂટી જાય. એ તૂટ્યા ઘણે દહાડે. એક માણસ તો મને કહે કે છ વરસથી મળવું છે પણ આજ ભેગા થયા છો. ત્યારે કેટલા અંતરાયો ? બોલો ! અને ફોરેનવાળા એક જ ફેરે યાદ કરે ને ભેગાં થાય. અંતરાય નહીં ને દોઢ ડહાપણ નહીં ને ? વાઈઝની કિંમત કે ઓવરવાઈઝની ?
પ્રશ્નકર્તા ઃ વાઈઝની કિંમત વધારે. ઓવરવાઈઝ તો બગાડે પોતાનું ! જે દિવસે જ્ઞાન આપ્યું ને, તે દિવસે પ્રત્યક્ષ જ્ઞાની મળ્યા એવું મને થયું.
દાદાશ્રી : પ્રત્યક્ષ જ્ઞાની, પણ ભગવાન મલ્યા. પ્રત્યક્ષ પરમાત્મા જ મળ્યા. જેને કૃપાળુદેવે કહ્યું છે ને, દેહધારીરૂપે પરમાત્મા.
૧૯૦
આવે.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રતિક્રમણ, અંતરાય તણાં...
પ્રશ્નકર્તા ઃ મારા તો બહુ અંતરાય છે. વાંચવાની ચોપડી લઉં તો ઊંઘ
દાદાશ્રી : અંતરાયકર્મ બધાં લઈને આવ્યા હોયને, પણ તેનું આપણે રોજ પ્રતિક્રમણ કરવું કે હે ભગવાન ! આવાં અંતરાયકર્મ મારા દૂર કરો. મારી ઇચ્છા નથી હવે. પહેલા કંઈ ભૂલ કરી હશે, તે અંતરાય આવ્યા. પણ હવે ભૂલ નથી કરવી. એમ કરીને રોજ ભગવાનની(ને) પ્રાર્થના કરવી. પડે આમ અંતરાય જ્ઞાત-દર્શત તણા ! પ્રશ્નકર્તા : દર્શનાંતરાય ને જ્ઞાનાતંરાય શેનાથી પડે છે ?
દાદાશ્રી : દરેક બાબતમાં આડું બોલે છે ને, આ સાધુઓ-મહારાજો વ્યાખ્યાનમાં જે સમજણ આપે છે બધા, ત્યાં આગળ વ્યાખ્યાનમાં પોતે સમજતો કશું ના હોય ને આડું બહુ બોલે, એ જ દર્શનાંતરાય ને જ્ઞાનાંતરાય પાડવાનો રસ્તો. એવું ના બોલાય. એ ગમે તેવા આચાર્ય હોય, મહારાજ હોય, એમને જેવી સમજણ પડે તેવું બોલતાં હોય પણ એમનું આડું ના બોલાય. દર્શનાંતરાય ને જ્ઞાનાંતરાય પાડનારું જ એ છે ને ! ત્યાં તો બહુ ઓછું પડે પ્રમાણમાં, પણ અહીં તો બહુ જ મોટું પડી જાય. કેટલીય ચોરાશીઓ ફરે એવું તો અહીં પડી જાય.
જે જ્ઞાની પુરુષ મોક્ષદાતા છે, મોક્ષનું દાન આપવા આવ્યા છે. જ્ઞાનધ્યાન નહીં, મોક્ષનું દાન, તો પછી એવું જ્ઞાન આપનારા ને લેનાર ભેગાં થઈ જાય પછી રહે કશું અંતરાય ? કોઈ જાતનો અંતરાય રહે ખરો ?
અંતરાયકર્મ તૂટે તો તે ઘડીએ વાર નથી લાગતી. આત્મા ને મોક્ષને કેટલું દૂર છે ? કશું જ દૂર નથી. એ અંતરાય પડેલા એટલું જ દૂર છે.
પ્રશ્નકર્તા : જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય તૂટે કેવી રીતે ?
દાદાશ્રી : એ અંતરાયો જ્ઞાની પુરુષ તોડી આપે. અજ્ઞાનતા તો જ્ઞાની