________________
અંતરાયકર્મ
૧૮૭
૧૮૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
અને અહીં લોક તો હજુ આવશે, બધા જ આવશે !
અક્રમ વિજ્ઞાન હોતું નથી કોઈ કાળે. આ તો લાખો લોકોનું કલ્યાણ થવા માટે આવ્યું છે આ. કેટલાંય લોકો કામ કાઢી જશે અને તે ય બધાનું નિધ્યક્ષપાતીપણે, જૈનો, વૈષ્ણવો, સ્વામીનારાયણ બધાંય.
જ્ઞાતીના અંતરાય ભારે ! આ શાકભાજી સવારનાં લેવાં જાય છે, તો કોઈને સડેલી, કોઈને તાજી મળી જાય છે ને ! કારણ કે શાકભાજીના અંતરાય ના હોય. હમણે ઘઉં લેવા ગયો હોય તો અંતરાયવાળું હોય અને હીરાને એ બધું જવું હોય તો ય લેવા શી રીતે જાય ? રૂપિયા હાથમાં આવ્યા સિવાય લેવા શી રીતે જાય ? નર્યા પાર વગરનાં અંતરાય. એવું છે ને, આ વસ્તુમાં અંતરાય બહુ હોય. આ તો અહીં દસ જણ આવે તો બહુ થઈ ગયું કહેવાય. આ અંતરાય બધા બહુ પાર વગરના અંતરાય હોય. અહીં તો આ તો ઊંચામાં ઊંચી વસ્તુ, અહીં આગળ બધાંને એવું પુણ્ય ક્યાંથી હોય? હમણે શાકભાજી માટે ટોળેટોળા હોય માર્કેટમાં, ટોળેટોળાં નથી હોતાં ? અને ઝવેરીની દુકાને કેટલા હોય ?
પ્રશ્નકર્તા : ઓછાં.
જોખમવાળું છે. અને જે સાચા હશે તે પામી જવાના છે. જે સાચા ગ્રાહકો છે એ તો ગમે ત્યાંથી આવીને ઊભા રહેશે. એટલે આની ઉતાવળ કરવી નહીં. આનાં ટોળાં ના હોય.
પેલો અહીંયા પગથીયા ઉતરી જતો'તો, એનું શું કારણ ? હું બધાને કહું ય ખરો કે મૂઓ, પેલો ભઈ પગથીયા ચઢે છે અહીં આવવા માટે. પંપ મારી મારીને ચઢ્યો હોય પણ હમણે ઉતરી જશે, એમે ય કહું. મુક્તિનો માર્ગ આવો કો'ક વખત નીકળે, ત્યારે અંતરાય હોય જાત જાતનાં. આ જે બને છે એ બધું કરેક્ટ જ છે. કેવું છે ? જુઓને, ભાઈ ઊઠીને ગયાં. રોકડું આપવાનું કહ્યું તો ઊઠીને ગયા અને કરેક્ટ છે ને પણ ! ઈનકરેક્ટ નથી ને ! અમને તરત જ સમજાઈ જાય કે આ કરેક્ટનેસ આવી. આ અંતરાયકર્મ ઊભાં થયાં. મને પહેલાં તો એમ લાગ્યું કે, આ અંતરાયકર્મ ક્યાં આવ્યું ? એટલે એ બેઠાં હોય ત્યાં સુધી તો આપણે જ્ઞાન અપાય નહીં ને ! એ કહે કે મારે આમ આવું જોઈએ છે, છૂટવું છે તો અપાય. બંધાવાના કામીને મોક્ષનું જ્ઞાન ના અપાય ને ?
પ્રશ્નકર્તા : સમર્પિત ભાવ આવવો જોઈએ ને !
દાદાશ્રી : એટલે આનું નામ અંતરાયકર્મ. આ જ્ઞાની પુરુષનો ભેટો ના થાય. જેને કોટિ જન્મોની પુર્વે જાગે રે, ત્યારે દાદાનાં દર્શન થાય. હવે બોલો, તૈયાર મોક્ષનો કોળીયો, ચેતવે ય બધાં. પેલા કોળીયા તો મળશે ફરીવાર કે ન મળશે પણ આ મોક્ષનો કોળીયો, ફરી જ્ઞાની પુરુષ ના દેખાય !
દાદાશ્રી : અંતરાયકર્મ હોય બહુ. હિન્દુસ્તાનમાં અબજોપતિ કેટલાં ? અને ગરીબો ? નવું ગરીબ જ છે ને ? એવી રીતે ‘આ’ વસ્તુ બધા માટે ના હોય. આપણે કહી છૂટીએ એટલું જ. આપણે આપણી ભાવના દર્શાવી જોવી કે ભઈ, આવું છે.
આ પ્રાપ્ત થવાનાં એટલા બધા અંતરાય હોય છે ! બહુ અંતરાય હોય જબરજસ્ત! માણસને આ અંતરાય તૂટે નહીં. માણસોના લક્ષ્મીનાં અંતરાય તૂટે, લાભાંતરાય તૂટે, દાનાંતરાય તૂટે પણ આ જ્ઞાનાંતરાય અને દર્શનાંતરાય ના તૂટે. બે અંતરાય તૂટવા બહુ મુશ્કેલી.
તેથી તો એ અહીં આવે નહીંને, આવે તો મેળ પડે ને ! એટલે
પ્રશ્નકર્તા : અનંત અવતારે નથી મળતા !
દાદાશ્રી : એ તો હજારો વર્ષે, લાખો વર્ષે અક્રમ જ્ઞાન તો હોતું જ નથી ! દ્રઢ વિશ્વાસી છે. અમારો અક્ષર કહ્યો તે પ્રમાણે મહીં થઈ જાય તૈયાર. અને તમે કહો કે, આ દાદા તો રોજ કહે છે જ ને, આવું ને આવું જ કહે છે ! અને ઘરનાં દાદાને ?! તો ખોટ ખાય.
કેટલાંકને પરોક્ષના અંતરાય તૂટ્યા હોય છે ને કેટલાંકને પ્રત્યક્ષના