________________
અંતરાયકર્મ
૧૮૫
૧૮૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : સમજણ જ નથી હોતી કે આ હું અંતરાય કરું છું કે શું કરું છું !
પ્રશ્નકર્તા : એને તો એમ લાગે કે ‘મેં કર્યું” એ બરાબર જ છે. દાદાશ્રી : બરાબર જ છે એવું માને ને !
પ્રશ્નકર્તા : એવું હોય કે હું કરું છું એ બરાબર જ છે, તો ત્યાં બીજો કોઈ ઉપાય ખરો ?
રહે. ગૂંચીવાળા છે ને ? હવે એમની ઈચ્છા નથી ગૂંચોની, પણ મહીં અંતરાયકર્મ એવા છે કે નરી ગૂંચો જ ઊભી થા થા કરે. એટલે પછી અમારે વાત કરવી હતી. મેં કહ્યું, આ બેન આવ્યા ને બિચારા, નકામો જશે ફેરો. એટલે એની મહીં એમનો આત્મા છે ને, તેમની જોડે સીધો તાર કર્યો, તે બેનને જરા વાત પ્રાપ્ત થાય એવું કંઈક કરો. મહીં ભગવાન જોડે ગોઠવણી કરીને મશીનરી ફેરવી ત્યારે આટલી વાતચીત થાય. નહીં તો આ વાતચીત કરે કોઈ દા'ડો ય ? મહીં ગૂંચો પાર વગરની છે ! હવે, એમનો દોષ નથી. એમાં અંતરાયકર્મ ગૂંચવે. તમને સમજાય એ વાત ?
નહીં તો અહીં તો ચોખ્ખો થઈ જાય માણસ આવતાંની પેઠ, પેઠો કે ચોખ્ખો થઈ જાય. અહીં આગળ આ માયાના પરમાણુ જ નહીં ને ! એટલે માયા અહીંથી છેટી ઊભી રહે. અહીંયા જ્ઞાની પુરુષની પાસે માયાથી અવાય નહીં. ગૂંચો તમને સમજ પડીને, બેન ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એની મેળે ઉપાય... એ ક્રોધ-માન-માયા-લોભ કેડે એટલે એની મેળે જ ઉપાય થાય ને ! એ કેડે એટલે પાછું કંઈ સારું કશું કરવું તો પડશે જ. કહેશે, આવું ચાલે નહીં. આ બધાને, કોઈને બોલાવવા જવું નહીં પડ્યું. એની મેળે જ, એ કેડ જ મોકલી આપે છે. એ નિરંતર શક્કરીયું ભરહાડમાં બફાતું હોય એમ બફાયા કરે. અંતરદાહ તો નિરંતર બળતો જ હોય. એ અમેરિકામાં હોય કે ગમે ત્યાં પણ અંતરદાહ તો નિરંતર બળતો જ હોય. સાધુ હોય, આચાર્ય હોય, બધાને અંતરદાહ તો બળતો જ હોય. કારણ કે ‘હું સાધુ છું, આચાર્ય છું.’ એવું એને થયું કે બસ, બળ્યું, આ શરૂ થઈ ગયું. જે નથી તે જ આરોપ કરીને ચાલે છે. અનંત અવતારથી આ ભટકે છે. પોતે અનામી અને નામ ધારણ કરીને રોફ મારે છે.
પ્રશ્નકર્તા : અહીંયા ધારો કે પામી ના શકે, અંતરાય પાડેલા હોય, તો એ લોકોને શ્રદ્ધા બેસાડવા શું કરવું ?
દાદાશ્રી : શ્રદ્ધા બેસાડવા તો એક ફેરો એને પટાવીને અહીં મારી પાસે તેડી લાવવાં. હું કાઢી આપું રસ્તો. આ કૂતરાને ય આમ આમ કરીએ તો ઘણી વાર આપણે ધારીએ ત્યાં આવે. એવું એને જરા પટાવી કરીને તેડી લાવીએ તો આવે અને પછી હું એને વાત કરું તો એના મનમાં મહીં ફોડ પડી જાય. કારણ કે અમારી વાત વીતરાગી હોય, આગ્રહી ના હોય કે આમ કર. આ રિલેટીવ બધું આગ્રહવાળું હોય.
આ અમે વાત ના કરીએને, તો બેન વાતે ય ના કરે. ઠેઠ સુધી બેસી
દાદાશ્રી : બોલતા ય જરા મોટું ફાટે ને જબાન ફાટેને, ઇચ્છા થાય મનમાં કે લાય, વાતચીત કરીએ પણ તો ય ના કરવા દે. હા, એનું નામ અંતરાયકર્મ કહેવાય. અંતરાયકર્મ, સમજ પડીને બેન ? આ અંતરાયકર્મ બધા બહુ છે જાત જાતનાં.
રુણાભાવ જગકલ્યાણતો !
પ્રશ્નકર્તા : આ વિજ્ઞાન બુદ્ધિને ગાતું નથી એટલે જ બધા નથી આવતાં અહીં એવું હશે ?
દાદાશ્રી : આપણે બહુ લોકોને લાવીને શું કામ છે ? આ ભાવના છે ને, આ એક જાતની કરુણા હોય છે. તે કરુણા આપણને હોય છે. એ જ આપણને બહુ જરૂર છે, બસ. બીજું બન્યું કે નહીં તે જોવાનું નહીં આપણે. કરુણા રાખવી એ આપણી ફરજ, બન્યું કે નહીં એ આપણા હાથમાં નથી. વ્યવસ્થિતના તાબામાં છે. કરુણા રાખવી એ તમારી ફરજ છે