________________
અંતરાયકર્મ
એમ કહે, ‘થાય છે, આપણે શું ઉતાવળ છે ?” મન એવું કહે મહીં. હજુ અંતરાય પડ્યા હોય ત્યારે શું થાય ?
૧૮૩
સત્સંગમાં, ‘દાદા’ના પરમ સત્સંગમાં જવાનું મન થયા કરે, તે અંતરાય તૂટવાની શરૂઆત થઈ કહેવાય અને ત્યાં જતાં હરકત-રૂકાવટ ના આવે તે અંતરાય તૂટ્યા કહેવાય. પણ એ અંતરાય તૂટી જશે. દાદા ભગવાનનું નામ દેશો ને તો અંતરાય તૂટી જશે. ‘દાદા ભગવાનને નમસ્કાર કરું છું' બોલશોને તો તૂટી જશે, એટલે બોલજો.
એ બધું કૃપાથી થાય. હા, કૃપાથી શું ના થાય ? શબ્દોની શું કિંમત ? લોકોના અંતરાય પડ્યા છે. રોકડો મોક્ષ છે તો ય ભેગા થતા નથી એ ય અજાયબી છે ને !
પ્રશ્નકર્તા : બાજુમાં હોય તો ય ના થાય ને ?
દાદાશ્રી : એ જ અંતરાય છે ને, બધાં. વરસ દહાડાથી મંડ્યા’તા ? વરસ-બે વરસથી પાછળ પડ્યા હશે, નહીં ?
પ્રશ્નકર્તા : પણ મેં આપને કહ્યું'તું ખરું કે આવીશ. પણ પાછો જોગ ના બેઠો.
દાદાશ્રી : ના, એટલે એ જ અંતરાયને, બીજા લોકોને અંતરાય ઓછાં હોય ને તમારે લોકોને વધારે હોય. કારણ કે બીજા લોકો વાઈઝ હોય છે અને આ એકલા વાઈઝ નથી, ઓવરવાઈઝ હોય છે. તમે ઓવરવાઈઝ થયેલાં કોઈ દહાડો ? બધાં વાંધાં-વચકાં હઉ પાડે. કારણ કે ઓવરવાઈઝ થયેલો ને ? સીધો માણસ વાંધો-વચકો ના પાડે.
અક્રમ માર્ગ તો અક્કરમીનો માર્ગ છે એમ એક સાધુ બોલ્યા’તા. પ્રશ્નકર્તા : આ તો પાપ બાંધ્યું ને ?
દાદાશ્રી : ના, પાપ હોય તો ફળ ભોગવવું પડે. આ તો અંતરાય પાડયા. અંતરાયનો પાર ના આવે. બેજવાબદારીપૂર્વકનું એક વાક્યે ય ના બોલાય. એટલે શું થાય ? સાચી વાતના અંતરાય પડે અને ખોટી વાત પ્રગટ
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) થાય અગર તો કો’ક જ્ઞાન પામતો હોય તેમાં છે તે એને મેળ ખાવા ના દે, તો અંતરાય પડે એ જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય કહેવાય.
૧૮૪
એ અહીં સત્સંગમાં આવતો હોય અને મતાર્થને લીધે એવું બોલે કે દાદા ભગવાનના સત્સંગમાં જવા જેવું નથી. એ ફરી એનાથી અવાય નહીં પછી. જો નવ-નવ વર્ષથી હજુ આવવાનો વિચાર કરે છે તો ય અવાતું નથી. કારણ કે અંતરાય પાડ પાડ કરેલા હોય અને તમને પેલા સાહેબે પૂછ્યું કે હું આવું? ત્યારે તમે કહ્યું કે હા, તો એ આવ્યા ને તરત!
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અંતરાય પાડેલા નહીં. એટલે અંતરાય ના પાડીએ તો કશું ય નહીં. અંતરાય પાડયા તો વીસ વર્ષ સુધી ના અવાય.
મોક્ષમાર્ગે અંતરાય આમ !
પ્રશ્નકર્તા :
આ અંતરાય વિશે જરા ફોડ પાડો કે ઘણાં દાદા પાસે આવે છે પણ એને જે પેલો, ધારો કે કોઈ સંતનું કરતો હોય, તે એને એમ લાગે કે આપણને આ મલી ગયેલું છે કે બીજા કોઈનું કરતો હોય, તો કહે, આપણને મલી ગયું છે, એટલે એ શું ખોટું છે ? આ સાચું મલવા સામું આવ્યું તો ય નથી લઈ શકતો.
દાદાશ્રી : એવું છે ને, ગમે એ મલી ગયું હોય પણ મન ખુલ્લું રાખ્યું હોય, ઓપન કે ભઈ, મોક્ષનો માર્ગ મળી આવે તો તો આપણે એ પકડવો છે. પણ એ ઓપન ના કર્યો હોય અને બસ, આથી બીજું કંઈ આપણને જરૂર નહીં, એ અંતરાય. પોતે જ દીવાલ કરી અને એ દીવાલ પોતાને જ નડે હવે. પછી તોડવો હોય તો એ જાતે અમને કહે કે મારે અંતરાય છે ને તોડવો છે અને એ તોડવાનું નક્કી કરે તો અમે કૃપા કરીએ ને એ તૂટી જાય. પણ પોતાના જ પાડેલા અંતરાય છે આ, બીજા કોઈના નથી. પ્રશ્નકર્તા : કેટલાંકને તો એવી સમજણે નથી હોતી કે આ મારા અંતરાય છે !