________________
અંતરાયકર્મ
૧૮૧
૧૮૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આને ધર્મલાભ પ્રાપ્ત થતો નથી, એટલે ધર્મનો અંતરાય છે. તમારી લાભની ઈચ્છા હોય ધર્મલાભની, પણ પ્રાપ્ત જ ના થાય એ અંતરાય છે તમારો ઉઘાડો.
પ્રશ્નકર્તા: એ તો પહેલાનો અંતરાય બંધાયેલો આવ્યો ને !
દાદાશ્રી : ના, પણ જૂનો છે તો છૂટે ને નવો બાંધે. જ્યાં સુધી જ્ઞાન ના હોયને ત્યાં સુધી બાંધ્યા જ કરે નિયમસર, ઘઉં ઊગ્યા હોય ને ઘઉંના દાણા પડે તો પાછા બીજા ઊગ્યા કરે.
સાયા જ્ઞાત પ્રત્યે દુર્લક્ષ તેય પાડે અંતરાય ! પ્રશ્નકર્તા: લેણું ના હોય તો એનાથી જ્ઞાન ના લઈ શકાય એ વાત સાચી ?
દાદાશ્રી : એ લેણું નહીં, પણ અંતરાય હોય છે. લેણાનો સવાલ નથી, લેણ-દેણ તો ઘરના માણસોમાં હોય, આ તો બધા અંતરાય. એટલે જ્ઞાન માટે સાચાને સાચો રસ્તો ના કહો તો અંતરાય પડી જાય. આ બધા અંતરાય પાડવાના સાધન છે બધાં. અગર તો સાચા જ્ઞાન પ્રત્યે દુર્લક્ષ એ બધું અંતરાય.
પ્રશ્નકર્તા : પણ એ તો કેવી રીતે જાણે કે સાચું છે કે કેવું છે એમ ?
અહંકાર ને બુદ્ધિના ગાંડપણથી કરેલા.
મઅંતરાયો, મૂંઝવે આમ ! આ આમને પૂછયું હોત તો કહેત તમને, દેખાડત કે, આ રહ્યા મુક્ત પુરુષ, અહીં આગળ ! પૂછયું ય નહીં તમે કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : નહીં, નહીં. વાત તો ઘણી વખત થઈ છે.
દાદાશ્રી : પણ તરત માન્યામાં ન આવેને ! અત્યારે એવું છે ને, આવું હોય નહીં, અત્યારે હોતું હશે આવું ? મોક્ષનો માર્ગ ક્યાંથી મળે ? અત્યારે તો આ ધર્મ મળે તો ય બહુ સારું. એટલે આ મોક્ષનો માર્ગ છે, એવું માન્યામાં ના આવે. પણ આપણે એમને પૂછીએ, તમે મોક્ષસુખ અનુભવો છો ? ત્યારે એ કહે, હા. ત્યારે આપણને એમના પર ખાતરી હોય તો અવાય અને તે ય અંતરાય તૂટ્યા હોય તો. અંતરાય હોયને તો અહીં બેઠાં હોયને, ત્યાં ત્યારે હોરુ ‘કાકા, ઊઠો ઊઠો.’ ઊઠાડે તે તમે કહો કે, “આ થોડુંક, બે મિનિટ પછી આવું ?” ત્યારે કહે, “ના, બે મિનિટે ય નહીં. એટલે અંતરાય છોડે કે ? આ બધાં અંતરાય નડે છે.
પ્રશ્નકર્તા : અંતરાય તોડવા માટે શું કરવું ?
દાદાશ્રી : હવે ઉપાય પૂછયા ? પણ હવે હું સામો છું. હવે ઉપાય શેના? તમારે જે માંગવું એ માગોને, છાનામાના. માંગતાં ભૂલો, જે જોઈએ તે માંગોને ! તમારે નિર્વિકલ્પ સમાધિ જોઈતી હોય, મુક્તિ જોઈતી હોય, દિવ્યચક્ષુ. જે જોઈતું હોય તે માંગો ને ! તમે માંગો અને હું આપું. એમાં ખરેખર હું આપનાર નથી. હું તો મહીં નિમિત્ત છું. માલ તમારો ને તમારો આપવાનો, કુંચી તો મારી પાસે છે ફક્ત. એટલે માંગી લો, હવે જે છે તે. હમણે ના માંગવું હોય તો બે મહિના પછી માંગજો. ફરી આપીશું પાછાં. પછી અહીં આવવાનું છે પાછું ત્યારે ?
પ્રશ્નકર્તા : ના, ના, આ તો પછી કાલે બાકી શું કામ રાખીએ ? દાદાશ્રી : એ તો એવું છે ને, હજુ અંતરાય હોય તો મન મહીંથી
દાદાશ્રી : ના ય ખબર પડે.
પ્રશ્નકર્તા : સાચું લગાડવા માટે આપણે શું કરવું ?
દાદાશ્રી : બીજા લોકોને લાગતું નથી એનું ? એ તો એવું છે ને, મારા પાડોશમાં રહેતો હોય, તે એને આ સત્ય ના લાગે. એ એનાં અંતરાયકર્મ છે. એના ભાગ્યમાં નથી, એટલે એને અવળું દેખાશે.
પ્રશ્નકર્તા : એટલે આ બધા અંતરાયો અજાણતામાં પડેલા ? દાદાશ્રી : કેટલાંક અજાણતાથી, કેટલાંક જાણીને, અહંકાર કરીને,