________________
અંતરાયકર્મ
૧૭૯
૧૮૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા: દાઝે.
દાદાશ્રી : એટલે આ તો બધું સમજીને કરો. નહીં તો કરો નહીં, એ કહે છે. તમને કોણે ઊંચે બાંધ્યા'તા, તે આમ કરો છો ? ખઈ-પીને મોજ કરોને નિરાંતે. અને વાત કરો તો સમજીને કરો.
આયુષ્યતા અંતરાય ! એક ફક્ત મરી જવામાં લોકો અંતરાય ઓછા પાડે છે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે પાડેલા ?
દાદાશ્રી : એ એનો વિરોધી પ્રકાર સમજી જાવને ! ઘણા બધા જે મહાન પુરુષો હતા ને, તે ઘણાં ખરાં આવી રીતે. તીર્થકરોને આવું ના હોય. ભગવાન મહાવીરને બોંતેર વર્ષનું આયુષ્ય હતું. બૌતેર વર્ષે તો આયુષ્ય ફૂલ (પૂરું) ગણાય. બૉતેર વર્ષની ઉપરના બધા ફૂલ ગણાય, આ કાળમાં !
શુભ આયુષ્ય નહીં, અશુભ આયુષ્ય. તે આયુષ્યકર્મ તૂટી જાય. શુભ આયુષ્ય હોય તો ભોગવી લે.
કૃષ્ણ ભગવાન સાડી નવસો વર્ષ જીવ્યા હતા. સાડી નવસો વર્ષ તોય પચાસ ખૂટયાં હતા. આયુષ્ય પૂરું ના થયું. પેલું બાણ વાગ્યું ને ! આયુષ્ય એકઝેક્ટલી પૂરું ના થયું પણ તોય નવસો પચાસ એટલે એ પુરું જ કહેવાય ! એકાવન સો વર્ષ ઉપર હજાર વર્ષનું આયુષ્ય હતું. ભગવાન મહાવીરના વખતથી સો વર્ષનું આયુષ્ય. પહેલાં વધારે હતું, હવે આયુષ્યને એ બધું ઘટતું જાય ને !
ધર્મમાં અંતરાય !
પ્રશ્નકર્તા : મરી જવામાં ?
દાદાશ્રી : હા, કોક જાય એવો હોય, તો એ જાય તો સારું, એવું ના બોલે. એ અંતરાય નહીં પાડતો. અને કેટલાક માણસ તો બચે તો સારું, તે એ પોતે અંતરાયની વિરુદ્ધ ચાલે છે. એટલે પોતે બચશે. આ તો ન્યાય છે. જગત એટલે ન્યાય સ્વરૂપ છે આ. તારા જ એક્શન ને તારી જ વાત, તારી સમજણ ને તારે એનાથી ચાલશે.
પ્રશ્નકર્તા : પણ દાદા, જગત ન્યાય સ્વરૂપ છે એ વાત બરોબર બેસી છે પણ આવા દ્રષ્ટાંતોથી વધારે એનો ફોડ પડે છે.
દાદાશ્રી : ફોડ પડે. વિગત સમજેને તો ફોડ પડી જાય.
પ્રશ્નકર્તા: દાદા, ઘણી વખત એવું બને છે કે માણસ બહુ રિબાતો હોય, તો કોઈ એમ કહે કે ભઈ, મારી અગિયારસનું પુણ્ય હું એને આપું છું ને જો એનો છૂટકારો થાય તો ! એવું ગામડામાં કહે છે. તો એ શું કહેવાય ?
હંડ્રેડ પરસેન્ટ દર્શન છે આપણું. એટલે ત્રણસોને સાઈઠ ડિગ્રીનું દર્શન છે આપણું અને અત્યારે આ બધા ધર્મો એક-બીજાના વિરાધક છે. એક ધર્મવાળા એ તમને શું કહેશે, હેય માતાજીમાં જશો તો મિથ્યાત્વી થઈ જશો. મહાદેવજીમાં જવાય નહીં, મિથ્યાત્વી થઈ જશો. અલ્યા મૂઆ, અંતરાય પાડો છો. દર્શનમાં અંતરાય પાડો છો. દર્શન-જ્ઞાન બેઉમાં અંતરાય, તમારાથી આવું ના બોલાય. તમને ના જવું હોય તો ના જશો. અને આમનાથી એવું ન બોલાય કે દેરામાં પેઠા, એના કરતાં હાથી નીચે મરી જાવ. એ બધાં અંતરાય પાડે છે. આપને સમજાયું આમાં વાત આ સમજવા જેવી ઝીણી વાતો છે.
દાદાશ્રી : હા, તે નિમિત્ત છે. નૈમિત્તિક બને ખરું , ન પણ બને. સાયન્ટિફિક લૉ નથી એવો કે આમ થાય તો થાય.
જુઓને, આ કાળમાં ઘણાંખરાં મહાન પુરુષો નાની ઉંમરમાં જતા રહ્યાં છે. એ આયુષ્યના અંતરાય કેટલા બધા પાડ્યા હશે !
મોક્ષે જતાં અંતરાય કોણ કરે છે ? મત. મતને લઈને અજ્ઞાને ય સમજાતું નથી, જ્ઞાનની વાત તો જવા દો.