________________
૧૭૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
અંતરાયકર્મ
૧૭૭ દાદાશ્રી : ના, એ પુણ્ય જેટલું હોયને, એટલું જ ફળ આપે. કંઈ ખસી જાય નહીં. એનામાં ખસેડવાનો ગુણ નથી, એનામાં ફળ આપવાનો ગુણ છે.
અંતરાયકર્મનો નાશ કઈ રીતે થઈ જાય ? અંતરાયકર્મ જે છે તે કર્મ તોડવાથી, એના વિરોધી સ્વભાવથી એ બધાં ચાલ્યા જાય. અંતરાયકર્મ જેનાથી ઉત્પન્ન થયા છે, તે દશા આપણી ન થાય, એટલે ચાલ્યા જાય.
અંતરાય આવાં જ પાડ પાડ કર્યા છે. અંતરાય એટલે પોતાના ધાર્યા પ્રમાણે સફળ ના થાય. નહીં તો ધારેલું એટલે ઈચ્છા થતાની સાથે જ હાજર થાય એવું છે. ત્યારે કહે, કંઈ પણ પુરુષાર્થ ના કરવો પડે ? ત્યારે કહે, ના, ઈચ્છારૂપી પુરુષાર્થ કે ઈચ્છા થવી જોઈએ. અમારે ઘણો ખરો ભાગ એઈટી પરસેન્ટ અમારી ઈચ્છા થતાની સાથે જ તરત બધું હાજર હોય અમારે. તે ઈચ્છા ના થાય તો ય આયા કરે બધી વસ્તુઓ.
એટલે તમને શું કહું છું, અંતરાય બધા તૂટ્યાનો રસ્તો કરી આપ્યો છે મેં તમને. આ બધી આજ્ઞા આપી છે ને, તે બધા અંતરાય તૂટી જાય. તે સમભાવે નિકાલ કરો.
થોડા મોળા. નહીં તો અમારેય છે તે કશું ના હોત, પણ કંઈક વીસ ટકાનું નથી એટલું બધું, પણ છે થોડું. પણ એના કરતા અમે વીસ કહીએ તો સારું લાગે, એ પાછળથી મનમાં એમ ના થાય કે ભૂલ થઈ ગઈ. એનાં કરતાં પાંચ-દસ ટકા પહેલેથી વધારે ભર્યા હોય તો વાંધો તો નહીં, એંસી ટકા ઓછા છે કંઈ આ કાળમાં ? એંસી ટકા માર્ક આવે. એટલે તમે નહીં જોયેલું બધું ? અમારી બધી જરૂરિયાત, બધી સામી આવે ને ?
પ્રશ્નકર્તા : હા, સામી આવે. દોડતી આવે. દાદાશ્રી : બધા સામા પડે. અમારે જરૂર નહીં આમાં કોઈની !
અંતરાયકર્મતી કરી પૂજા, બાંધે જ્ઞાતાંતરાય !!! પ્રશ્નકર્તા : આ ધર્મમાં એક એવી પધ્ધતિ ચાલી છે, કંઈક સંસાર બરોબર ના ચાલતો હોય તો અંતરાયકર્મની પૂજા ભણાવી દે.
દાદાશ્રી : અંતરાયકર્મ શું એ જ સમજતા નથી. શી રીતે પડે છે તેય સમજતા નથી. અંતરાય પાડતો જાય ને વળી વિધિ બોલતો જાય, મૂઓ. ભાન જ નથી ત્યાં આગળ! હવે વિધિ બોલવાથી ફાયદો શો થયો? એ જ્ઞાનાંતરાય બાંધ્યો.
પ્રશ્નકર્તા : વિધિ કરવાથી જ્ઞાનૉતરાય કેવી રીતે પડે ?
દાદાશ્રી : હા, પણ જયાં જ્ઞાનની વિધિ કરવાની ત્યાં અજ્ઞાનની વિધિ કરે છે, એટલે જ્ઞાનાંતરાય પડ્યો.
આ કૃપાળુદેવે કહ્યું કે અભિનિવેષ (સીટ ડાઉન થવું) ના કરશો. એ બધે જ અભિનિવેષ જ થઈ રહ્યા છે અને ત્યાં આગળ છે તે જડ દશા અને એ ના કરશો. આત્મા સંબંધમાં જડ દશા અને પેલું જ્ઞાન કર્યું ? શુષ્કજ્ઞાન. એ કૃપાળુદેવે ચેતવ્યા, એ જ બધું ચાલે છે. હવે બોલો, એ છે તે કૃપાળુદેવના વિરુદ્ધ થઈને કરે છે. માટે કૃપાળુદેવની આજ્ઞા ઓળંગી એનો જે દોષ થયો એ તો કોણ છોડશે હવે ? ભલે અજ્ઞાનથી થાય, અણસમજણથી થયું. એમને સમજણ નથી એટલે કરે છે. અણસમજણથી દેવતામાં હાથ મૂકે તો ?
પ્રશ્નકર્તા : તમે કીધું કે અમારે એઈટી પરસેન્ટ આ પ્રમાણે થાય, બાકીના વીસ ટકાનું શું?
દાદાશ્રી : એ વીસ ટકાની અમને પડેલી ના હોય. ઈચ્છા થાયને જો કદી ભેગું ના થાય તો મોડું ભેગું થાય. મોડું એટલે બે-ત્રણ દહાડા પછી થાય. પણ એનો ઉકેલ આવી જાય અમારો. અને પેલું જે તરત ભેગું થાય, આમ ઈચ્છા થતાંની સાથે કે હવે જવું છે, તે પહેલાં કો'કની ગાડી આવીને ઊભી રહી હોય. અમારે ગાડી ના હોય, કશું યે ના હોય.
પ્રશ્નકર્તા : ના, એટલે મારે એ જાણવું હતું કે સેન્ટ પરસેન્ટ કેમ નહીં? તમે એઈટી પરસેન્ટ કેમ કીધું?
દાદાશ્રી : સેન્ટ પરસેન્ટ નહીં, એટલું અમેય પણ અંતરાય પાડેલા,