________________
અંતરાયકર્મ
૧૭૫
વિચાર કર્યા વગર. એને શું કહેવાય ? અનંત ભોગ.
પ્રશ્નકર્તા : સ્વલબ્ધિનો ઉપયોગ કરે. દાદાશ્રી : સ્વલબ્ધિનો ઉપયોગ કરે એ જ્ઞાની નહીં.
પ્રશ્નકર્તા : એટલે પોતાના આત્માના ગુણોમાં રમમાણ થાય. આત્મા ના ગુણોમાં નિરંતર રમી રહેલો હોય એ અનંતવીર્ય ગણાય ? અનંત ઉપયોગ કહેવાય ?
દાદાશ્રી : એ તો જ્ઞાની ય રહી શકે. અનંતવીર્ય આવું ના હોય. અનંતવીર્ય તો આમ હાથ મૂકે તો ય કંઈનું કંઈ થઈ જાય. અનંતવીર્ય !
અનંતદાન, જોને અમે રોજ મોક્ષનું દાન આપી એ જ છીએ ને ! કેટલાં લોકો મોક્ષ પામે છે. મોક્ષ પામ્યા પછી ખસતાં નથી, નહીં ?
પછી અનંતદાન લબ્ધિ ! એમની ઈચ્છા થાય, પૂર્વકર્મ હોય એમના, તો અબજો રૂપિયા દાન આપી દે અને પૂર્વકર્મ ના હોય તે, ચાર આના જ આપે. પહેલાંનો જે હિસાબ છે ને તે તારી ચોપડી પ્રમાણે આપવાનું, તને છૂટ બધી, અનંતદાનની છૂટ. તમે નોબલ હોય તે ગયા અવતારે છે તે લાખલાખ રૂપિયા આપવાનું, બધાને આપવાનું નક્કી કર્યા હોય. પેલાં નોબલ ના હોય તે કહેશે, આઠ-આઠ આના જ આપજો ને બધાને. તે કોઈ આઠ આના આપે, પેલા લાખે ય આપે. બેઉની શક્તિ એક સરખી જ છે. પણ સ્વભાવ છોડે નહીં ને ?
૧૭૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) કંઈ ઊંધી રકમ ભેગી કરી ના હોય. કોના લાભ માટે બધું કરે ? કે આટલું આ લોકોનું કામ થઈ જાય. તે એને લાભ અંતરાય તુટે. જ્યારે બીજા કોઈએ લોકોને અલાભ થાય એવી ભાવના હોય તો એને લાભાંતરાય હોય. કોઈને લાભાલાભય હોય. ઘડીમાં અલાભ થાય ને ઘડીકમાં લાભ થાય. લાભ થાય ને અલાભ થાય. પણ લાભનો અંતરાય જતો રહે. તો એ અનંતલાભને પામે.
એટલે ભગવાન શું કહે છે કે જ્યારે અંતરાય તૂટે, ત્યારે અનંતલાભ થયું. અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય પ્રગટ થાય. નહીં તો આ વીર્ય અંતરાય શેનાં આધારે છે કે “હું કરું છું પણ થતું નથી.” તે શાથી કે વીર્ય અંતરાય છે ! એટલે આ અંતરાય પાડ્યા છે, જેમાં ને તેમાં અંતરાય પાડ્યા છે. હવે એને સમજણ હોત તો અંતરાય ના પાડત. પણ હવે કોણ સમજણ પાડે ?
પછી અનંત વીર્ય ! અનંત શક્તિ, પાર વગરની શક્તિ! આમ અડાડે એટલે કામ કાઢી નાખે, સામાનું કામ કાઢી નાખે. આ સારા માણસોને, એ કે આ લોક સારાં ? કયા સારાં ?
પ્રશ્નકર્તા તીર્થકરો.
દાદાશ્રી : એ લોકોએ અનુભવમાં જોયું બધું આ. જોઈને બોલેલા. પછી લખાયેલું. અનંત અવતારથી આ રસ્તો જ ચાલુ આવેલો છે. એ તમને ગમ્યો રસ્તો આ?
પ્રશ્નકર્તા : હા, દાદા, ગમ્યો જ છે ને ! દાદાશ્રી : ના પણ કેવી વાત, સમજણપૂર્વક !
તૂટે શેતાથી અંતરાયકર્મ ? પ્રશ્નકર્તા : એટલે પુણ્યાનુબંધી પુણ્યથી બધા અંતરાયો જે પડતા હતા, તે બધા ખસી જાય.
લાભાંતરાય, દાનાંતરાય એવા બધાં જે અંતરાયો પડતા. જમવાની રસોઈ તૈયાર થઈ હોયને છતાં ય ખવાય નહીં.
પ્રશ્નકર્તા : એને ત્યાં ય સ્વભાવ છોડે નહીં?
દાદાશ્રી : હા. ભોગમાં ય સ્વભાવ ના છોડે. ભોગમાં ય કહે છે, આપણે કારેલાં ખાવા નથી. પેલો કહે છે કે મારે કારેલા જ ખાવા છે. હા, સ્વભાવ. પણ પછી એની ઈચ્છા પ્રમાણે બધું થાય. ઈચ્છા પ્રમાણે ભોગ, ઈચ્છા પ્રમાણે ઉપભોગ, ઈચ્છા પ્રમાણે દાન.
પછી લાભ, ઈચ્છા પ્રમાણે લાભ થાય તે કોને ? તે હવે બીજું એમણે