________________
અંતરાયકર્મ
૧૭૩
૧૭૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : બરાબર કહો છો આપ, જાણે તીર્થંકર બોલી રહ્યા છે. એટલું ઝીણવટથી ડિમાર્કશન કર્યું છે.
પડ્યા. એટલે ભગવાને શું કહ્યું કે સાચી વાતો તો સાંભળો. એવો આટલો બધો અહંકાર શું કરો છો તે ?
તે એમાંથી બહેરા થવાય. જે વિષયનો સદુપયોગ ના થયો, એ વિષય ઉપર ઘા પડ્યા વગર રહે નહીં. હા, આંખનો સદુપયોગ ના થયો હોય તો ચશ્મા મંગાવડાવે.
લાભાંતરાય !
પ્રશ્નકર્તા: ખરા અંતરાયો જો પડતા હોય વધારે તો ઘણી ફેરે એવું લાગે છે કે આ શરીરના પડે છે. આ શરીરના બધા અંતરાયો છે એ વધારે લાગે.
દાદાશ્રી : હા, વધારે. શરીરના જ તો, બીજા કોના ? મનના તો બહ ના હોય.
ભોગ-ઉપભોગતા અંતરાયો ! પ્રશ્નકર્તા : ભોગ અંતરાય, ઉપભોગ-અંતરાય, એ બધું સમજાવો.
પ્રશ્નકર્તા : હવે લાભાંતરાય શું છે ?
દાદાશ્રી : જ્ઞાનાંતરાય એનાથી બધાય અંતરાય પડી જાય. લાભાંતરાય એટલે કોઈને કંઈ પણ પ્રકારનો લાભ થતો હોય. તે એને આપણે આંતરીએ, તો એ આપણને લાભાંતરાય પડે અને કોઈ કપડાં સારા પહેરતો હોય અને આપણે કહીએ કે એય, પૈસા નકામા પાણી ના કરીશ કહીએ, એ ઉપભોગ અંતરાય અને જલેબી-લાડવા ને એ બધું ખાતો હોય, ત્યારે મૂઆ, આવું રોજ રોજ શું ખાવાનું, આ તે કંઈ ! ભીખ માંગવાનું છે કે શું ? એ ભોગ અંતરાય પાડ્યા. આ જાત જાતના અંતરાય પાડીને તો આ જગત ઊભું થયું છે ને પછી કહેશે, ભગવાન આલતો નથી. અલ્યા મૂઆ, તારા જ અંતરાય પાડેલા, તે ભગવાન શું કરવા વચ્ચે હાથ ઘાલે તે !
દાતાંતરાય, વીર્યંતરાય ! પ્રશ્નકર્તા : અનંતવીર્ય એટલે શું ? અનંતવીર્ય કેવી રીતે થાય ?
દાદાશ્રી : હા. એ જ અનંતવીર્યની દશા. આ અમારું આત્મવીર્ય આખો દહાડો દેખતાં નથી ? તીર્થંકરોને આથી અમુક પ્રકારનું વધી ગયેલું હોય, બસ એટલું. આનું નામ વીર્ય કહેવાય. બીજું કશું વીર્ય-બીર્ય હોતું નથી, આત્મવીર્ય. અનંત લાભ લબ્ધિ થાય.
દાદાશ્રી : ભોગના અંતરાય પડ્યા હોય, ઉપભોગના અંતરાય પડ્યા હોય. ભોગ કોને કહેતાં હશે આ તીર્થકર ભગવાન ? અને ઉપભોગ કોને કહેતાં હશે ? એકવાર ભોગવાઈ, બીજી વખત ન ભોગવાય. જેમ આ કેરી ખઈ લીધી એટલે એક વખત ભોગવાઈ માટે એ ભોગ કહેવાય. હોજરીમાંથી ફરી કાઢી, ફરી ના ખવાય. ફરી સ્વાદ ના આવે ?
પ્રશ્નકર્તા : ના આવે.
દાદાશ્રી : એમ ? એ ભોગ અને ઉપભોગ એટલે શું ? આ ખમીશ ફરી પહેરાય, આ ચશ્મા ફરી પહેરાય, આ દેહ બીજે દા'ડે કામ લાગે, આંખો બીજે દહાડે કામ લાગે એટલે ઉપભોગ. ફરી ફરી ભોગમાં લઈ શકાય, એનું નામ ઉપભોગ કહેવાય.
અને આ કપડાં છે, એ રોજ પહેરીએ એટલે ઉપભોગ કહેવાય. સ્ત્રી, પુરુષ બધા એ ઉપભોગ કહેવાય. ફરી ફરી વપરાય એ ઉપભોગ કહેવાય.
અનંતભોગ, અનંત ઉપયોગ, અનંતવીર્ય, અને અનંતદાન. આ બધું હોય. હવે અનંતભોગ એટલે શું ? તો કહે, એ તો કોઈ ભોગ ભોગવે જ નહીં. ત્યારે કહે, એ ખાતા હોય બે-ત્રણ ચીજ અને સો ચીજ હાજર થાય ટેબલ ઉપર. જે કાળમાં કેરી આપણે સાંભળી ના હોય, તે કાળમાં કેરી એમના ટેબલ ઉપર હોય, બધું હાજર થાય. એની મેળે, વગર પ્રયત્ન,