________________
અંતરાયકર્મ
૧૭૧
૧૭૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) હોય, તે બધું મને અહીં બેઠા દેખાય અને વાતો કરતા હોય તે ય દેખાય મને, તે ઘડીએ હાથ કેમ થાય છે તે ય દેખાય. ચેનચાળા બધું દેખાય.
દાદાની બહેરાશનું રહસ્ય ! પેલા ડૉક્ટર વળી પાછાં કાનમાં મશીન મૂકવાનું કહેતા'તા. અમને કહે છે, ‘દાદા, કંઈક રિપેર કરાવો.” કહ્યું “ના, ના, ભઈ, નથી કરાવવું.” ત્યારે કહે, ‘એ સેવા અમને મલે ને !' ડૉક્ટર સારા માણસ, ભાવના એવી કે સેવા કરવાની. ડૉક્ટરને તો લાભ થાય. કારણ કે જ્ઞાની પુરુષની દવા કરી એટલે એમનો પૂરો લાભ થઈ જાય, એમની ભાવના પૂરી હોય એટલે. ત્યારે મેં કહ્યું ‘પણ મારું નુકસાન તમે જોતાં નથી.' ત્યારે કહે, ‘તમારે શું નુકસાન ?” ત્યારે મેં કહ્યું, “મારે કર્મનું ફળ છે આ, આ કર્મ ખપાવવાના છે. એટલે અત્યારે અમે એને પૂરેપૂરું ખપાવી દઈએ. બીજો ઉપાય ના કરીએ અમે. ઉપાય અમારે ત્યાં ના હોય.’
દાદાશ્રી : ના, ના. દવાના વિચાર કરીએ છીએ એ અંતરાય. દવા પીવાય છે એ અંતરાય નહીં.
પ્રશ્નકર્તા તો રોગ મટવાનો હોય તો એ દવા એની ભેગી થાય?
દાદાશ્રી : ના, એ તો ના ય મટે, વધે ય ખરો. હા, પણ એ તો જે દવા પીધી એ જ પરમાણુ અંદર છે તેથી અને ના પીધી એ વિચાર કર્યા, આમ કરીએ ને તેમ કરીએ એ અંતરાય ! ડૉક્ટર નહીં સારો, વૈદ્ય સારો, ફલાણો સારો, વિચાર કર્યા તે બધા અંતરાય.
પ્રશ્નકર્તા : તો આવા વખતે કંઈ પુરુષાર્થ કરવો જ નહીં, જોયા કરવું?
દાદાશ્રી : પુરુષાર્થ કોને કહેવાય છે? જોયા કરવું એ જ પુરુષાર્થ. જ્ઞાતા-દ્રષ્ટા રહીએ એ જ પુરુષાર્થ.
પ્રશ્નકર્તા પણ ડૉક્ટર પાસે જવું, બતાવવું, આ તે બધું કરવું નહીં ?
દાદાશ્રી : એ શું બને છે એને જુઓ. એ જવું, બતાવવું, તેને અંતરાય કહેવાય નહીં. ‘ચંદુભાઈ” જતાં હોય ને, “કેમ તમને ખાસ લાગે છે, જવું છે ?” ત્યારે કહે, ‘હા’ તો આપણે કહીએ, જાવ ત્યારે.’ કશું અંતરાય નહીં પાડવાના. તમારા હાથમાં સત્તા જ ક્યાં છે કે ડૉક્ટર પાસે ના જઈએ તો ચાલે. એવું તેવું એ કેમ બોલાય ?! ડૉક્ટર પાસે જનારા જુદા, તમે જુદા કે એમ ને એમ જ ?
પ્રશ્નકર્તા એટલે દાદા, જ્ઞાતા-દ્રષ્ટાના પુરુષાર્થમાં હોઈએ, જે થાય છે તે જ કરેક્ટ છે એવું જ જોયા કરીએ, તો જે થવાનું છે તેને, પ્રકૃતિને ફૂલ સ્કોપ મલી જાય, એને જે કરવાનું હોય તે થાય.
દાદાશ્રી : પ્રકૃતિને આડું અંતરાય નહીં કરવાના. આમ કરવું કે આ ના કરવું, એ બોલ્યા કે ત્યાં અંતરાય પાડ્યા ! એ અહંકાર કર્યો કહેવાય ! શું પ્રકૃતિ કરે છે એ જુઓને ! મહાવીર એક જ પુદ્ગલને જોયા કરતા હતા, એ એમની પ્રકૃતિને જોયા કરતા હતા. અંબાલાલભાઈ શાલ પહેરીને બેઠાં
એટલે એ જો મૂકાવીએ તો અમારા અંતરાયકર્મ પૂરાં શી રીતે થાય ? અંતરાયને ખસેડ્યા કહેવાય. ત્યારે કહે છે કે ‘શું અંતરાય દાદાએ કર્યા હશે ?” ત્યારે કહે, ‘દાદાએ એવા અંતરાય કર્યા છે કે આ ભાઈ બોલ્યા, આ બોલ્યા, હંઅ છીટ છીટ છીટ છીટ છી!' એટલે સાચી વાતેય સાંભળી નહીં, ત્યારે બહેરાપણું આવે. સાચી વાત હોય તમારી તોય ના સાંભળું ત્યારે કેટલીક બધી અક્કલ તે ! સાચી વાત કહે તો ય સાંભળે નહીં. હવે એ તો પછી બહેરાપણું ના આવે તો બીજું શું આવે તે ? એટલે હું ડૉક્ટરને સમજણ પાડું છું, ત્યારે ડૉક્ટરો કહે છે, હા. મેં કહ્યું, આ ભોગવી લેવું પડે હવે. સાચી વાત કો'ક માણસ કહેતો હોય તે ય સાંભળે નહીં, બસ અને અક્કલમાં ને અક્કલમાં જ રહેવાનું ? બસ, બસ, સમજી ગયો, સમજી ગયો, સમજી ગયો. પેલાને પૂરું બોલવા ય ના દે બિચારાને ! એવું નથી બનતું કોઈ જગ્યાએ ? તમારે એવું કોઈ વખત બન્યું નથી ?
પ્રશ્નકર્તા બને.
દાદાશ્રી : એટલે સાચી વાતે ય સાંભળી નથી લોકોની. તેનાં અંતરાય