________________
અંતરાયકર્મ
જાતના અંતરાય બાંધે છે લોકો.
ખાવાતા પડે અંતરાય આતાથી !
૧૬૫
એક માણસ તો એની વાઈફને કહે છે, તે દહાડે કંટ્રોલ (રેશનીંગ) હતો. ચોખા-બોખા ઓછા મળે કંટ્રોલમાં. વાઈફ છે તે આટલો બધો થાળીમાં ભાત લે. હવે પેલી બિચારી શરીરે હોય તો, ભાત ખાવા દે ને બિચારીને ! એને ભાખરી ઓછી ભાવતી હોય. પેલો ધણી રોજ કચ કચ કરે. તે એક દહાડો બઈ મને કહે છે, “રોજ હું ખઉં છું ને, જંપીને ખાવા નહીં દેતા’. ‘અલ્યા, મૂઆ કઈ જાતના છો ? આ તો અંતરાયકર્મ કહેવાય. આ ભાત તમને નહીં મલે. શું કરવા આમ કરો છો, જંપીને બેસોને નિરાંતે !’ એને સમજણ નહીં ને એ જાણે કે આ તો આમ કરીએ એટલે સારું થઈ જશે. માનો કે વખતે થાય, બીજે દહાડે ઓછું ખાય પણ આંતરો તમારો પડશે ને!
પ્રશ્નકર્તા : પણ આ તો આવું ખબર નથી, એટલે આવાં આંતરા બહુ પાડીએ છીએ. આજે પહેલી વખત જાણ્યું.
દાદાશ્રી : એ તમને ખબર નથી એવું નહીં, આ બધાયને, કોઈને ખબર નથી. આ બધા શાસ્ત્રોમાં શબ્દો લખ્યા છે ને, એનો ખરો અર્થ જ્ઞાની પુરુષ એકલા જ જાણે, બીજા બધા વાતો કરે એટલી ! મારે અંતરાયકર્મ છે, મારે અંતરાયકર્મ છે પણ અલ્યા, શું અંતરાય તે ? વોટ ઈઝ ઈંટ ? તમે જાણતા નહીં, એ તો મોટી મોટી બડી બડી વાતો છે ખાલી. શાસ્ત્રોના મોટા મોટા શબ્દો આવે, પણ આપણે કહીએ કે આ શું ? ફોડ પાડી આપો, નાનો છોકરો સમજે એવું. ત્યારે કહે, ના, એ ના આવડે. પોતે સમજે તો ફોડ પાડી આપે ! અને હું તો છોકરાને કહ્યું કે અલ્યા, એય આટલું આપતા શું કામ આંતરું છું, તને નહીં મળે. એ અંતરાયકર્મ ! એનું નામ વિઘ્નકર્મ. વિઘ્ન ઊભું કર્યું એટલે વિઘ્ન આપણને આવે. એને વિઘ્નકર્મ કહેવાય છે.
પ્રશ્નકર્તા : એટલે એવા સંજોગો, આ દાખલા તરીકે ડાયાબીટીસ
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
હોય અને છતાં આટલો બધો ભાત લીધો હોય, તો આપણે જ્ઞાતા-દ્રષ્ટા થઈને જોયા કરવું ?
૧૬૬
દાદાશ્રી : તો બીજું શું કરવાના હતા ?! અને નહીં તો ય શું થાય ? એ ગમે તે કરતી હોય, આખું આ ઘીનો પાટીયો ઢોળીને ખાતી હોય, તો આપણે શું થાય ?! એ તો આપણી હાજરીમાં ખાય એટલે આપણને દુઃખ થાય છે ને ! હાજરીમાંય ગેરહાજર માનવી આપણી જાતને. હું છું નહીં આ, હું છું નહીં એવું માનવું. આપણે ના હોઈએ તો એવું જ કરે ને ! એ તો આપણે છીએ તેનું ઝેર છે ને, એ ઝેર ઊડાડી દઈએ. દીઠાનું ઝેર આ તો !
પ્રશ્નકર્તા : આ ફોડ જે આજે પડ્યો, તો ઘણાંના સોલ્યુશન નીકળી જશે આમાં. બધાં અંતરાય જ કર્યા કરીએ છીએ.
આપણને એમ દેખાતું હોય કે આનાથી એનું અહિત થાય છે, તો પછી એ વસ્તુ માટે તો આપણે સામાને ‘ના’ કહેવી જોઈએ ને !
દાદાશ્રી : ખાવા-પીવામાં અહિત થાય છે તે ?
પ્રશ્નકર્તા : ખાવા-પીવામાં, અમુક વસ્તુ ખાવાથી....
દાદાશ્રી : આપણે ના કહેવાની જરૂર નહીં. આપણે એને આ વિગત સમજાવવાની જરૂર કે ‘ભઈ આમ કરવાથી શરીરને આમ નુકશાન થાય, આમ થાય, તેમ થાય.’ આ હેંડ, નહીં ખાવાનું, એવું પોલીસ એક્શન નહીં લેવાની. વિગતથી સમજાવીને કહેવું કે આનું ફળ આવું આવે. આમાં શું કાઢીશ ફાયદો ?
પ્રશ્નકર્તા : આવાં સંજોગો બધાં બહુ ઊભા થાય, ડગલે ને પગલે
બને.
દાદાશ્રી : એ જ કહ્યું ને આ. આ સામાન્ય જ્ઞાન બહાર હોય નહીં. એટલે જ હું કહું છું ને, બધાં કંઈક વાતચીત કરો તો આ સામાન્ય જ્ઞાન નીકળે. તમે અંતરાય કહ્યું, તેના ઉપર વાત નીકળી ! એટલે સારું, પૂછો