________________
અંતરાયકર્મ
૧૬૭
કંઈક વાતચીત કરો.
પ્રશ્નકર્તા: હવે આ જે અંતરાય છે, તેની અંદર કેટલાંક છે તે પોઝિટિવ અંતરાય હોય ને કેટલાંક નેગિટિવ હોય, જમવા માટે એણે પ્રમાણસર લીધું, આપણે કહીએ કે તું જરા વધારે છે, એને આગ્રહ કરીને દબાણ કરીને, વધારે ખવડાવીએ તો એ અંતરાય ખરો ?
દાદાશ્રી : તો અંતરાય તૂટ્યો. જમવામાંથી ઉઠાડી મેલ્યો તો અંતરાય બાંધ્યો. હું કહું લોકોને, ‘ભીખારીને કંઈ આપવા જેવું નથી. એટલે મારાથી અપાય જ નહીં પછી. આપવું હોય તોય ના અપાય. આંતયું એનું નામ અંતરાય. ખાતાં ખાતાં કોઈને ઉઠાડી મેલ્યો, ઉઠ, તમે બીજી નાતના અહીં કેમ આવ્યા છો ! મોટો અંતરાય, જબરજસ્ત ! બીજી નાતના હોય ને, તે પહેલાં લોકો ઉઠાડી મેલતા હતા, મેં જોયેલા બધાં. આ લોકોએ કંઈ અંતરાય પાડવાના બાકી રાખ્યા છે ?! અને જો દુઃખી થયા છે, દુ:ખી થયા છે ?! અંતરાય, આંતરો પાડે પોતે જાણી-જોઈને.
અલતા અહંકારથી પડે અંતરાય ! પ્રશ્નકર્તા : આપણા ખેતરમાં તૈયાર થયેલા પાકને કોઈ ઢોર અંદર પેસીને ખઈ જતું હોય ને આપણે તેને હાંકી કાઢીએ તો તેને અંતરાય કર્યો કહેવાય ?
દાદાશ્રી : આપણા ખેતરમાં કોઈ ઢોર પેસી ગયું હોય તો એને હંકારી કાઢવામાં અંતરાયકર્મ ના કહેવાય. એ ના જતું હોય તો પગમાં બે લાકડી મારવી, અને પણ એને કાઢી મેલવું. પેટ ઉપર ના મારવું. પેટ ઉપર કે માથા ઉપર ના મારવું. જો પાકની જરૂર હોય તો, ના જરૂર હોય તો માનભેર રાખવું પણ અંતરાયકર્મ નહીં બંધાય. અંતરાયકર્મ એ જુદી વસ્તુ છે. એટલે ભડકવાની જરૂર નથી.
અંતરાય એટલે શું ? ત્યારે કહે છે, કે આ દાન આપતા'તા ભઈ, તો હું કહું કે જરા સામો અધિકારી છે કે નહીં તે તો જુઓ. એમ ને એમ આપશો તો બંધનમાં પડશો. હવે પેલાને બિચારાને મળવાનું થયું છે, એ
૧૬૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દુઃખી છે, એને કંઈક મલે છે, આ આપે છે, એમાં હું અક્કલ વાપરું મારી.
પ્રશ્નકર્તા : અંતરાય કરે છે.
દાદાશ્રી : ના, એ અંતરાય કરતો હોય તો મૂઓ ચેતી જાય. પણ એ અક્કલ વાપરે છે કે જો હું એને સમજણ પાડું છું, હું અક્કલવાળો છું ને આ બેઅક્કલ છે. એટલે અક્કલનો એને અહંકાર છે. એથી અંતરાયકર્મ પડે છે. એટલે એને જે આ લાભ થવાનો હોય ને, તો લાભમાં અંતરાય પડશે. અને પછી અહીં કહે છે, હું કંઈ પણ ધંધો કરું પણ ચાલતો જ નથી, લાભ જ નહીં મળતો. અલ્યા મૂઆ, અંતરાયકર્મ કરીને આવ્યો, શાનો લાભ મલે ત્યારે !
- જ્યાં ગયો ત્યાં અંતરાય, જ્યાં ગયો ત્યાં અંતરાય. એવા અંતરાય કર્યા હશે કે નહીં લોકોએ ? જયાં ગયો ત્યાં અક્કલનો આ ઈસ્કોતરોને ! પેલો આપતો હોય, તેમાં આ વચ્ચે પડે છે. અલ્યા મૂઆ, તારે એ જોવાની શી જરૂર ? એ આપે છે, એમાં આપણે હાથ ના ઘાલીએ. પણ પેલો અક્કલવાળો પેલાને સલાહ આપે, તારામાં અક્કલ નથી, આવું અપાતું હશે ? એ અંતરાય પાડ્યા. તેના અંતરાયો બધાં લોકોને. કારણ કે આત્મા છે. ભલે પ્રકૃતિમય છે. પ્રકૃતિ ભલે રહી. પણ જેણે અંતરાય નહીં કર્યાને, તેને જે ઈચ્છા થાય તે ચીજ સામી આવે.
અને આ તો પોતે ધીરેલું વસ્તુ હોય, એ દસ હજાર ધીરેલા હોય, તે ઈચ્છા થાય ત્યારે પાછા આવે. એટલે ધીરેલા ય પાછાં આવે આપણે ઘેર.
જ્યારે ઈચ્છા થાય ને, કે હવે આ બધું બંધ કરી દેવું છે. તો રૂપિયા પાછાં આપવા માંડે, અંતરાય ના પાડ્યા હોય તેને.
અને અંતરાય પાડ્યા હોયને, એને ત્યાં છે તે ઉઘરાણી બાર મહિના સુધી કર કર કરે. ત્યાં જઈને પહોંચે ત્યારે, ‘ક્યાં ગયા શેઠ ?” હમણે જ બહાર નીકળ્યા, કહેશે. ‘કેટલા વાગે ભેગા થશે ?” ત્યારે કહે, “સાડા ત્રણ વાગ્યા પછી, ચાર-સાડા ચાર વાગે નીકળે છે, સાડા ત્રણ વાગે આવો.' તે આપણે ઘેર આવીએ ને આખો દહાડો ધ્યાન એનું રહ્યાં કરે બિચારાનું. ખાતી વખતે ય એનું ધ્યાન રહ્યા કરે. જે સાધના કરી એ સાધના ચાલુ જ