________________
અંતરાયકર્મ
ખ્યાલ આવ્યો કે કેરી બહુ સારામાં સારી વસ્તુ, વિટામીનવાળી છે. પછી આપણે ખોળીએ પણ મલે નહીં, ભેગી ના થાય. કારણ કે તરછોડ મારી હતી. એટલે અંતરાય કરેલા હોય છે.
અંતરાય પાડતાં જ કરો પ્રતિક્રમણ !
૧૬૩
હવે કો’ક માણસ બ્રાહ્મણને સો રૂપિયાનું કાપડ આપતો હોય દાન તરીકે અને તમે કહો કે ‘ભઈ, એ પાછો ત્યાં વેચી ખાશે.’ એ તમે અંતરાય પાડ્યો. પેલો પેલાને આપતો હતો, તેમાં તમારું આંતરો પાડ્યો એટલે તમને એનું ફળ તમારે અંતરાયકર્મ ભોગવવું પડે. આને અંતરાય કહેવામાં આવે છે કે ભઈ, કો’કનું કરતો હોય, તમે શું કરવા એમાં અંતરાય પાડો છો ? પેલો બુદ્ધિ વાપરે કે આવું બધું ખોટે રસ્તે જાય છે. તે તારે જોવાની જરૂર નથી. આલનાર પેલો ને લેનાર પેલો.
છોકરો કપડાં બે વખત પહેરતો હોય, એને આપણે કહીએ કે ‘શું નકામું પૈસા બગાડું છું. કપડાં બધાં ધૂળધાણી કરી નાખું છું, બગાડું છું' એ કહ્યું તેમાં અંતરાય પડ્યો બધો. આપણને નહીં મલે. આંતરો કોઈનામાં પાડશો નહીં.
પ્રશ્નકર્તા : પણ કેટલીક એવી ફરજો આવી પડે તો ત્યારે તો થોડો અંતરાય કરવો પડે ને ! કુટુંબની અંદર વડીલ હોય, એટલે ફરજિયાત કોઈ વખત બોલવું પડે.
દાદાશ્રી : એનું પણ ફળ તો અવશ્ય મલે. નહીં તો પછી આપણે એને ધોઈ નાખવું જોઈએ. કર્મ કરો પણ ધોઈ નાખવું જોઈએ. ધોવાનું હથિયાર હોય છે જ. ઘરવાળાને ના કરવું પડે બધું ?! પણ આ જ્ઞાન લીધું એટલે પ્રતિક્રમણનું હથિયાર આપેલું છે ને ! એ હથિયા૨વાળા એ ધોઈ નાખે ઝટ.
આપણે જરૂરીયાતવાળી વસ્તુ મળતી ય નથી અને આપણું ધારેલું થતું નથી એ બધાં અંતરાય કર્યો.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પછી અંતરાય એટલે વધારેમાં વધારે ભણ્યા હોય પણ એ જ્યાં જાય ત્યાં નોકરીનું ઠેકાણું પડે નહીં અને અંતરાય તૂટી ગયા હોય તેને અહીંથી બહાર ગયો કે તરત આમ અરજી કરતાંની સાથે નોકરી મળી
જાય.
૧૬૪
અંતરાયકર્મ શું કામ કરતું હશે ? ઘણાં માણસ સાધનવાળા હોય છે. અને એને ત્યાં આપણને જમવા બોલાવ્યા હોય, એમની ઘેર જમવા ગયા હોય ને આપણી જોડે જમવા બેઠાં હોય ને, તો આપણને શ્રીખંડપૂરી મૂકે. એ મૂઓ રોટલો લઈને બેસે. તો આપણે ના જાણીએ કે કશુંક અંતરાય છે આનાં ? રોટલો ને દહીં લઈને બેઠો હોય. આ મજૂરો ખાય એવું લઈને બેઠો છું ને અમને આવું ખવડાવું છું ? કશુંક અંતરાય હશે ને ? શું અંતરાય ? ડૉક્ટરે કહ્યું હોય, તું ખઈશ તો મરી જઈશ, મૂઆ. અંતરાય બિચારાને ! ખાવામાં અંતરાય, પીવામાં અંતરાય, બધી જાતના અંતરાય ને અત્યારે તો. એવું નથી બનતું ? એવું જોવામાં આવેલું ? આ શ્રીખંડ બધું ય છે પણ ખાવા ના દે, પેલું અંતરાય પાડ્યા તેથી છતી ચીજે ખાવા ના દે. ભોગવટો છે છતાં ભોગવવા ના દે એ બધા અંતરાય. એવાં બહુ અંતરાય છે.
આવરણ તે અંતરાય !
પ્રશ્નકર્તા : એવાં બે શબ્દો આવ્યા, આવરણ અને અંતરાય. તો આવરણ એટલે ફિઝિકલ અને અંતરાય એટલે મેન્ટલ ?
દાદાશ્રી : આવરણ સૂક્ષ્મ વસ્તુ છે, અંતરાય એટલું બધુ સૂક્ષ્મ નથી. હમણે કોઈ ગરીબ આવ્યો હોય અને કોઈ પાંચ રૂપિયાનું કંઈ અનાજ આપતા હોય ને એવું બીજું કંઈ આપતા હોય તો તમે કહો કે અલ્યા, આને શું કરવા આપો છો તે ? એ તમે એવું કહો એટલે તમને અંતરાયકર્મ બંધાયું. એ તમે જાણતા હો કે આ ખોટે રસ્તે જાય છે આ લોકો, પછી એ અનાજ વેચી કરીને દારૂ પીએ એવું જાણતા હોયને છતાં ય તમે આવું કહો તો પણ તમને તો અંતરાય બંધાયું. એ આપતો હોય તો તેમાં શું કરવા આંતરો પાડ્યો ? આ બુદ્ધિની ડખલ છે ને ? તે અંતરાયકર્મ ના પાડવું. બહુ