________________
૧૬૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) કે મારી ઈચ્છા છે, તો અંતરાય છૂટ્યા. પોતે જ પાડેલા છે અંતરાય. અંતરાય એટલે આંતરો.
અંતરાયકર્મ એટલે શું? તમારો છોકરો કોઈ બ્રાહ્મણોને જમાડતો હોય, તો તમે એને કહો કે આમાં શું કાઢવાનું છે ? આ લોકોને શું કરવા જમાડે છે ?! એના કરતાં આ દાદાના મહાત્માઓને જમાડને ! આ તમે પેણે પુણ્ય બાંધ્યું, પણ અહીં મોટો અંતરાય બાંધ્યો કે તમારી થાળીમાં જમવા બેસશો તોય જમાશે નહીં ! હાથમાં આવેલું એ પણ જતું રહેશે. આ અંતરાય ! તમે જેટલા અંતરાય પાડ્યા છે, એટલા જ અંતરાય તમારા.
[૨૫]. અંતરાયકર્મ
છે છતાં ન ભોગવાય, એ અંતરાય ! ચોથું અંતરાય છે. અંતરાય એટલે શું કે તમારી પાસે હોવા છતાં તમારે વાપરવામાં વાંધા ઉઠાવે. હા, એટલે એ બધી ચીજ પાસે છે છતાં પણ એ આપણાથી એનો લાભ લઈ શકાય નહીં. હમણાં જમવા બેઠાં હોય અને થાળી મૂકી હોય, જમવાની તૈયારી હોય, થાળીમાં હાથ નાખવા જાવ છો, ત્યારે કમિશ્નર આવ્યાં. “ચંદુભાઈ ઊઠી જાવ, ઊઠી જાવ હમણાં એક મિનિટમાં. તમે ઊઠી જાવ જલ્દી.” તમે કહો કે ‘જરા જમીને ઊઠું તો ?”
ના, ના, એક મિનિટે ય નહીં. ઊભા થાવ.” એટલે એ અંતરાયકર્મ કહેવાય. થાળી હતી છતાંય જમાયું નહીં. એવી રીતે મહીં જ્ઞાન છે, દર્શન છે, શક્તિ છે, નિર્ભયતા છે, બધાં ગુણો છે છતાં ભોગવાતાં નથી અંતરાય બાંધ્યા છે, એવી દીવાલો બાંધી છે, આપણે જાણી-જોઈને બાંધી છે અને હવે કહે છે, હું ફસાયો. એવા અંતરાયકર્મ છે.
આમ પાડ્યા અંતરાયો ! પ્રશ્નકર્તા : અંતરાયકર્મ શું છે, એ મારે વધારે સમજવું છે.
દાદાશ્રી : અંતરાયકર્મ તો એવું છે ને, તમે કહો, મારી સત્સંગમાં આવવાની કંઈ ઇચ્છા નથી. એટલે ત્યાં અંતરાય પડ્યા અને તમે કહો
લોકોને જે પ્રાપ્ત થતું હોય, તેમાં તમે આંતરો પાડો બુદ્ધિથી, આ આમાં શું આપવા જેવું છે ? કો'ક આપતો હોય તો આપણાથી ના બોલાય. બોલવું એ બુદ્ધિનું ડહાપણ છે ને, મારી નાખે આપણને. કો'ક આપતો હોય એમાં તમે શું કરવા બોલો છો ?! મેં બુદ્ધિથી આવું જ કરેલું બધું. એના અંતરાય જ પડતા હતા બધાં.
છતી ચીજ ખાવા ના દે, ભોગવટો છે છતાં ભોગવવા ના દે, એ બધા અંતરાય. એવાં બહુ અંતરાય છે. લાભાંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય, દાનાંતરાય, વીયાંતરાય, આ બધા બહુ જાતના અંતરાય પડ્યા છે માણસને. પોતે પરમાત્મા હોવા છતાંય આ જ જાનવર જેવા દુ:ખ વેઠી રહ્યો છે. છે પરમાત્મા, એમાં બે મત નહીં. મારી દ્રષ્ટિ તો બધા દેખાયને પરમાત્મા. છે પરમાત્મા પણ હવે શું થાય ? જે જકડાયો છે, જે ફસાયો છે, જે બંધનમાં આવી પડ્યો છે એટલા માટે હું આ જ્ઞાન આપું છું, મુક્તિ થાય એને.
આ અંતરાય બધા પોતાના જ પાડેલા હોય છે, આગલા ભવના. ગયા અવતારે આપણે કેરીઓ હોયને, ‘આમાં શું ખાવા જેવું છે ? આ કોઈ ખાવા જેવી ચીજ હોય ! આમ છે, તેમ છે.' એવું બધું કર્યું હોય એટલે તે અવતારમાં તો ઠીક છે પણ આ અવતારમાં મલે નહીં આપણને ! ભેગી થાય નહીં અને આ અવતારમાં લોકોના કહેવાથી આપણને એને માટે