________________
મોહનીયકર્મ
કર્મ અનંત પ્રકારના હોય છે. એની ગોઠવણી કરી એના ભાગ પાડી દીધા અને આઠમાં જેનો સમાવેશ થાય એટલો કરીને પણ છેવટે આઠ પડ્યા. આઠથી ઓછાં ન થાય એવું લાગ્યું એટલે આઠ રહેવા દીધા. ઓછામાં ઓછા ભાગ કરી દીધા એ.
૧૫૫
તેમાં મુખ્ય આ બધાનો અફસર કોણ ? રાજા કોણ ? ત્યારે કહે, મોહનીય. જેના આધારે ઊભું થયું છે. આઠ કર્મો ઊભા થયા કોના આધારે ? મૂળ શું ? ત્યારે કહે, મોહ. હવે એ મોહ, એ મૂળ ઊડી જાય એનો પાઠ કહું તને, કહે છે. મોહનીય હણાય એ પાઠ કહું. મૂળિયું છે એમાં, એ જો મૂળિયું ઊડી જાય તો બધું ઊડી જાય.
“કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ.
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’ - શ્રીમદ્ રાજચંદ્ર
મોહનીયકર્મના બે ભેદ છે. એક દર્શન મોહનીય ને બીજું ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય જ્ઞાને કરીને જાય ક્રમિકમાં, એ બોધે કરીને જાય અને અક્રમમાં ભેદવિજ્ઞાને કરીને જાય. દર્શન મોહનીય ગયું, હવે રહ્યું શું ? ત્યારે કહે, ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીય ડિસ્ચાર્જ મોહ, પરિણામી મોહ. કોઝિઝ મોહ અને પરિણામી મોહ. કોઝિઝ મોહ ગયો હોય, હવે એ મોહ તમને ના ગમતો હોય તો પરિણામ આવ્યા વગર છૂટકો ના રહે. પેલાનું રિએક્શન છે એટલે ચારિત્ર મોહ. હવે કોઝિઝ મોહને બોધ હણે ક્રમિક માર્ગમાં અને અહીં ભેદવિજ્ઞાન હણે અને ચારિત્ર મોહને વીતરાગતા હણે. પેલામાં કોઈ ગાળો ભાંડે તો એની ઉપર રાગ-દ્વેષ ના કરે, એ ચારિત્ર મોહનીય એમનું હણે અને આપણે અહીં આગળ આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ
થઈ જાય એટલે વીતરાગતા જ ઉત્પન્ન થાય. પાંચ આજ્ઞા પાળે અને સમભાવે નિકાલ કરી નાખે.
આ જ્ઞાન મળ્યા પછી મોહ તો આખો ઊડી જ ગયો છે તમારો. મોહ નામેય રહ્યો નથી. ફક્ત રહ્યો કેટલો ? વર્તનમોહ. વર્તન આમ કો'કને એમ દેખાય આને કેટલો બધો મોહ છે તે ! વર્તન બધું તમારું મોહવાળું હોય. વર્તનમોહ કહેવાય એને. એ તો વર્તનમોહ તો મનેય હોય. હું આ બધું
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ખાવા ના બેસું ? કઢી ના લઉં વધારે ભાવે તો ? એ વર્તન મોહ એ ખરો મોહ નથી. એ નિકાલી મોહ છે. જતો, એને ઘેર જાય છે. આપણને કહીને જાય છે કે આ હું જઉં છું હવે. અને ખરો મોહ તો પેલો કે જે બીજ પડે. એનાથી બધું આ જગત ચાલી રહ્યું છે. એ મોહ એક કલાકમાં ઊડી જાય છે આખો. સર્વાંશ નાશ થાય છે મોહ. મોહ નાશ થાય ત્યારે જ આ બધું જાય ને ? એ મોહે ય દ્રવ્યકર્મ છે. આપણે બધું ઊડાડી મેલ્યું, હડહડાટ.
૧૫૬
આખું જૈનધર્મનું, તમામ ધર્મોનું તત્ત્વ આપ્યું છે બધું અને તે પાછું ક્રિયાકારી, એની મેળે કામ કર્યા કરે અને મોક્ષે એની મેળે લઈ જાય. મોક્ષે લઈ જાય ત્યાં સુધી છોડે નહીં, એવું આ તો છે.
ભેદ, દર્શતાવરણ તે દર્શત મોહતીય તણો !
આત્મા પ્રાપ્ત થયો એટલે મોહનીયકર્મ ઊડી ગયું. મોહનીય ક્યાં સુધી ? ‘હું ચંદુભાઈ છું’ ત્યાં સુધી. પછી ‘હું શુદ્ધાત્મા છું' એટલે મોહનીય નહીં. શુદ્ધાત્મા પણ લક્ષરૂપે હોવું જોઈએ. એ મોઢે બોલવાથી કશું દહાડો વળે નહીં. અને મોહનીય ઊડ્યું, મોહનીય એ જ અંતરાયનું કારણ છે. કારણ કે મોહનીયનું ફળ છે અંતરાય. પણ ભગવાને જુદા પાડ્યા છે. મોહનીય ને અંતરાય ઓળખવા માટે. એટલે બે ઊડ્યા, મોહનીય શેનું ફળ છે ? ત્યારે કહે, દર્શનાવરણનું ફળ છે. હવે દર્શનાવરણ ઊડ્યું, કે પછી આ ચારેય ઊડી જાય. આપણું દર્શનાવરણ ખલાસ થયેલું છે.
પ્રશ્નકર્તા ઃ દર્શનાવરણ જુદું પાડ્યું ને દર્શનમોહનીય જુદી પાડી. દાદાશ્રી : હા, મોહ એટલે શું ? અદર્શન. અદર્શન જે છે એ દેખાતું નથી અને આ દર્શન, જે છે એ દેખાય છે. એનું નામ દર્શનાવરણ ખલાસ થઈ ગયું.
પ્રશ્નકર્તા ઃ દર્શનાવરણીય અને દર્શનમોહનીય, આ બેનો શું ભેદ છે? દાદાશ્રી : એ આવરણ, એ તો ઢાંકેલી વસ્તુ છે. એ દર્શન ઢાંકેલું છે આખુંય. જ્ઞાન ઢાંકેલું છે. જેટલાં પ્રમાણમાં ખુલ્લું થયું છે, એટલા પ્રમાણમાં ખુલ્લું થયું છે, બીજું બધું ઢાંકેલું જ છે.