________________
મોહનીયકર્મ
૧૫૩
૧૫૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
કેવા કેવા ટેકરાંઓ ચડશે ને કેવા કેવા ખાડામાં પડશે એ મોહનીય. આ બેનું પરિણામ છે મોહનીય. તેથી મોહને, નહીં તો બિચારાને મોહ તે હોતો હશે ! આંધળા માણસને અવળું દેખાય, એમાં એનો શો દોષ !
આ જ્ઞાનાવરણ ને દર્શનાવરણ બે જ છે. મૂળ કારણ આનું મોહ છે. આ ‘હું ચંદુભાઈ છું' એ મોહ.
પ્રશ્નકર્તા : એવાં ત્રણ શબ્દો છે – મોહ, મહામોહ અને વ્યામોહ.
દાદાશ્રી : વ્યામોહ એટલે વિશેષ મોહ એટલે મૂછિત થઈ ગયો. પછી એને ભાન ના હોય. વ્યામોહમાં ભાન ના હોય, મોહમાં ભાન હોય.
પ્રશ્નકર્તા અને ત્રીજું મહામોહ. દાદાશ્રી : મહામોહમાંય ભાન હોય એને.
મૂર્શિત કરે તે મોહ ! પણ મોહનીયકર્મ એટલે બીજું શું કે મોહ કરવા જેવી ચીજ નથી છતાં આપણને એના તરફ આકર્ષણ થાય છે, એ ચશ્મા એવા ખરાબ હોવાથી. દ્રવ્યકર્મ ચશ્મારૂપી છે. જેને જેવાં ચશ્મા એનું સ્વરૂપ એવું.
હવે જ્ઞાનાવરણ-દર્શનાવરણ બે દ્રવ્યકર્મ, આ બેને લઈને મોહનીય ઉત્પન્ન થયું, દેખાતું બંધ થઈ ગયું, અનુભવમાં આવતું બંધ થયું એટલે મોહ. તેમાં ને તેમાં સારું દેખાયું ત્યાં આગળ ચોંટી પડ્યો. જેમ ફૂદા છે ને, પેલી લાઈટને ચોંટી પડે છે, એમ આ ચોંટી પડે જેમાં ને તેમાં. એ મોહનીયકર્મ તે ત્રીજું દ્રવ્યકર્મ. એને આ કશું વસ્તુ દેખે તો એની પર કેમ એકદમ ખેંચાઈ જાય છે ? એ મોહનીયકર્મ છે માટે.
બજારમાં આવ્યો તો ટેટા લીધા વગર રહે નહીં. ના આવ્યો હોત તો કશું ના લેત. ના જુએ તો કશું ય નહીં. જોતાંની સાથે જ મોહ ઉત્પન્ન થઈ જાય એ મોહનીયકર્મ. બેભાન થઈ જાય, પોતાની જાત-બાત ભૂલી જાય. મારે શું સગવડ છે કે આ જ દેવું થઈ ગયું છે કે નહીં તે ય ભૂલી જાય. આ મૂર્ણિત થાય એ દ્રવ્યકર્મથી. દ્રવ્યકર્મ ખલાસ થઈ જાય, તો મૂર્ણા ના થાય.
એ વિનાશી સુખો છે ને આ તો અવિનાશી સુખ. મોહ કેટલા પ્રકારના ? અનેક પ્રકારનાને ? અને તેમાં ‘હું અનંત સુખધામ છું” એવું કહે છે. એટલે મારે બીજા મોહની જરૂર છે નહીં. આ તો ફસાયો છે, એમાંથી નીકળી જવાનું છે હવે. તેથી આપણે બોલીએ છીએ કે “મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું.’
ભરેલાં ભારે મોહતીયકર્મ ! પ્રશ્નકર્તા : તો આ જે આઠ કર્મો છે, એમાં સૌથી કઠિનમાં કઠિન કર્મ કયું નડે છે ?
દાદાશ્રી : મોહનીયકર્મ. બીજું શું ?
પ્રશ્નકર્તા : મોહનીયકર્મમાંથી મુક્ત થવું છે, છતાં આપણા પરિબળો જ એવાં છે કે એ મોહદશામાંથી જરાપણ મુક્ત નથી થઈ શકતા.
દાદાશ્રી : મોહનીયથી કોઈ છૂટી જ ના શકે ને ! જ્ઞાની પુરુષની કૃપા થયા સિવાય મોહનીય છૂટે નહીં. પછી આમ પડે, ગમે ત્યાં પડે, દરિયામાં પડે કે ગમે તે કરે, પણ કૃપા સિવાય મોહનીય ના છૂટે. મોહનીય એકલી જ કૃપાથી છૂટે. બીજું બધું જાતે થોડું ઘણું છોડાય પણ મોહનીય ના છૂટે. મોહનીય એટલે મૂર્છા, બેભાન થઈ ગયેલો. એને તો જ્ઞાની પુરુષ ભાનમાં લાવે ત્યારે જ ને ! જ્ઞાની વગર તો કશું કામ જ ના થાય.
એ છે અતંત કર્મોમાં અફસર રૂપે ! તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું કે, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.”
આ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ, આ બે આવરણથી આ માણસ