________________
મોહનીયકર્મ
આવે જ, પણ એ આવરણ ખબર ના પડે. હવે એક દહાડો મિત્ર આવ્યો. ત્યારે બે-ત્રણ પેગ વધારે પી લીધા. તો એ નગીનદાસ રહે ખરાં ? આવો ડાહ્યો માણસ, આપણે ત્યાં જઈએ તો કહે, ‘હું હિન્દુસ્તાનનો પ્રેસિડન્ટ.’ આપણે ના સમજીએ કે આ શેની અસર છે એને ?
૧૫૧
અલ્યા મૂઆ, તમે ડાહ્યા માણસ, આ શું બોલી રહ્યા છો તમે ! એટલે દારૂ પીધો તેનો અમલ થયો. પોતાનો અમલ ઊડી ગયો. પોતાની સત્તા ઊડી ગઈ. અને કોની સત્તા ? અમલ કોનો છે ? એટલે પછી એ શેઠ કે
શું કહે કે ‘હું તો પ્રેસિડેન્ટ ઑફ ઈન્ડિયા છું' એ મોહ કહેવાય. જે પોતે છે નહીં અને તે પોતાની જાતને માને. એટલે બીજી રીતે બોલવું એ બધો મોહ કહેવાય. હું આમનો ધણી થઉં, હું આનો બાપો થઉં, હું આમનો દીકરો થઉં એ બધો મોહ !
એ ક્યાં સુધી, ત્યારે કહે, આ મહીં દારૂ ચઢ્યો છે ત્યાં સુધી. અને સાયકોલોજીકલ ઈફેક્ટ જે કોઈ કહેને કે તું તો ધણી થઉં, ધણી ઘઉં, ધણી થઉં, તો એ એને ધણી છું એવું રહ્યાં કરે. એટલે આ મોહ !
એ મોહ છે તે, ‘હું કોણ છું' એ આવરણ આવી જાય અને પછી બીજી રીતે હું આનો ધણી ઘઉં, આનો મામો થઉં, આનો કાકો થાઉં એવી રીતે એ જ્ઞાનાવરણ થઈ ગયું કહેવાય. પહેલું દર્શનાવરણ થાય, એટલે શ્રદ્ધા ફરી જાય બધી આપણી. ‘હું શુદ્ધાત્મા છું’ એ શ્રદ્ધા ઊડી જાય અને આ ‘ચંદુભાઈ છું’ એ સાચું. પછી જ્ઞાનાવરણ થાય. અનુભવમાં પણ એ આવી જાય. પછી મોહથી પહેલી શરૂઆત થાય. શરૂઆત મોહનીય, પછી નવું દર્શનાવરણ, પછી નવું જ્ઞાનાવરણ આવ્યા કરે.
દારૂનો અમલને લઈને બોલે છે. એવી ભ્રાંતિ એને ઉત્પન્ન થઈ. તેથી પોતાનું સ્વરૂપ ભૂલ્યો. એવી રીતે પછી આપણને આ લૌકિક લોકોએ જ્યાં સુખ માન્યું છે, એવું આપણે પણ એ સંજ્ઞાથી સુખ માન્યું કે આમાં જ સુખ છે. જ્ઞાનીની સંજ્ઞાથી સુખ માન્યું હોત તો નિવેડો આવે. પણ લોકોએ જ્યાં માન્યું ત્યાં સુખ ખોળવા આપણે ગયા. એનાથી મોહનીય આવરણ આવ્યું. પછી આપણે ખોરાક લીધો અને ખોરાક લીધો તેનો દારૂ
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
થયો. અને તેથી આ આખો દહાડો આ મારા સસરા થાય, આ કાકા થાય, મામો થાય, ફૂઓ થાય એવું બોલ બોલ કરે. ખરેખર છે ? કોઈ સસરો બન્યો કાયમનો ? ક્યાં સુધીનો સસરો એ ? અત્યારે તો વહુ ડાયવોર્સ ના લે ત્યાં સુધીનો સસરો. એટલે આવું ઑલ ધીઝ રિલેટીવઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ. અને ટેમ્પરરીમાં એડજસ્ટમેન્ટની પ્રાપ્તિ માટે તમે ગયા, એટલે તમે પણ ટેમ્પરરી થઈ ગયા.
૧૫૨
અને પછી ડૉક્ટરને કહો, સાહેબ, મને બચાવજો. અલ્યા મૂઆ, સાહેબની બેન મરી ગઈ એ તને શું બચાવવાનો છે તે ! ડૉક્ટર સાહેબની બેન નહીં મરી જતી હોય ? પણ છતાં આ કાલાવાલા કરે, ‘સાહેબ, મને બચાવજો.’ એનું શું કારણ ? એને ભય પેસી ગયો છે હવે કે હું મરી જઈશ. જેમ પેલા નગીનદાસ શેઠ કહે છે ને ‘હું પ્રેસિડન્ટ છું’, એવું આ થયું છે. એનું નામ મોહ. બીજો અમલ પાકો, પોતાનો અમલ નથી. આત્માનો અમલ ઊડી ગયો અને આ પરવસ્તુનો અમલ થયો. એટલે પરસત્તામાં પેઠો. અને પરસત્તાને પોતાની સત્તા માનવા લાગ્યો પાછો કે હું જ કરું છું આ. એ ચાલુ થયું તોફાન પછી.
મૂળ કારણ છે મોહ !
અને મોહનીય તો ‘હું ચંદુભાઈ’ એ જ મોહ, બીજો કયો મોહ ?! એ હોય તો બધા ય મોહ ઊભા થાય. નહીં તો એ ના હોય તો કોઈ મોહ ઊભો થાય નહીં. મૂળ કારણ હું ચંદુભાઇ તે જ મોહ. હવે એ મોહ તોડવા જાય, તે લાખ અવતારેય શી રીતે છૂટે ? ‘હું ચંદુભાઇ છું’ એ મોહ છૂટે નહીં. જે મોહનું મૂળિયું પછી મોહનું ઝાડ તો રહ્યા જ કરે ને ! જો તમારે મૂળિયું ઊડી ગયું તો બધું સૂકાવા માંડ્યું ને ઝટ ! પાછો કહેશે, ‘હું બાપજી છું.' આત્મા જાણ્યો નથી તો ય બોલે છે. એનું કારણ કે આ પાટા બાંધેલા છે. એટલે પોતે આત્મા છે છતાં બોલે છે જુદું.
પ્રશ્નકર્તા : આત્મા ઉપર પડળ આવી ગયા છે.
દાદાશ્રી : પડળ આવ્યાં છે, પાટા, ચશ્મા. કાળા ચશ્મા પહેરે ત્યારે કાળું દેખાય, પીળા પહેરે તો પીળું દેખાય. જેવા ચશ્મા પહેરે એવું દેખાય.