________________
દર્શનાવરણકર્મ
૧૪૯
[૨.૪]
મોહતીયકર્મ
દાદાશ્રી : હા, એ જ આવરણ. પ્રશ્નકર્તા : એ ક્યારે તૂટે ?
દાદાશ્રી : એ તો આપણે જ્ઞાન આપીએ એટલે છૂટી જ જાયને ! દર્શનાવરણ તો છૂટી જાય. પછી એમાં એના ભાવકો રહે. એનાં ભાવકો રહે તે કરાવડાવે. તે ઘડીએ આપણે છૂટા રહેવું પડે.
દર્શનાવરણ એટલે જે કોઝિઝ ઉત્પન્ન કરે છે તે. અણસમજણથી કોઝિઝ ઉત્પન્ન કરે છે. ‘હું ચંદુભાઈ છું.’ એ રોંગ બિલિફ એ જ દર્શનાવરણ.
પ્રશ્નકર્તા : આપ જે જ્ઞાનવિધિ કરાવો છે ને, તેમાં દર્શનાવરણીય તૂટે તો આપણને દર્શન થાય !
દાદાશ્રી : આપણે જ્ઞાન આપીએ ત્યારે એને “કંઈક છે' એવું ભાન થાય છે, એ દર્શનાવરણ ગયું. પછી “શું છે એ ડિસાઈડ થયું, અનુભવમાં આવતું જાય એ જ્ઞાનાવરણ ગયું. દર્શનાવરણ તો તૂટી ગયેલું જ છે ને ! આખુંય તૂટી ગયું. તે અમે આપીએ છીએ કેવળદર્શન આ. તે ક્ષાયક દર્શન છે. દર્શનાવરણ તૂટી જાય ત્યારે ક્ષાયક દર્શન કહેવાય.
પ્રશ્નકર્તા એવી જ રીતે દર્શનાવરણ ને મિથ્યાદર્શનમાં ફેર શો ?
દાદાશ્રી : મિથ્યાદર્શને ય ઊડી ગયું ને દર્શનાવરણેય ઊડી ગયું. જ્ઞાનાવરણીય નથી ઊડી ગયું.
પોતાપણું માનવું એ મોહતીયકર્મ !
કેટલા ગુણ બતાડ્યા આ મીણબત્તીમાં ? પ્રશ્નકર્તા : બે ગુણો બતાડ્યા.
દાદાશ્રી અને દ્રવ્યકર્મ કેવા કહેવાય છે કે આ મોહથી જે દેખાય છે દ્રવ્યકર્મ છે એ ચશ્માં છે, મોહરૂપી ચશ્મા. “આ મારાં વાઈફ આયા’ કહેશે અને અમે એમના ધણી. ઓહોહો ! મોટા ધણી થઈને આયા !!
મોહનીય એટલે જ્યાં પોતે નથી ત્યાં પોતાપણું માનવું અને તેનાં જે રિલેશન એ પોતાના માનવા. આ જે આપણું જ નથી, એને પોતાનું માનીએ, પણ આનાં જે છોકરાં તે મારા છોકરા અને આના જમઈ તે ય મારા જમઈ. મૂઆ, આ ક્યાં સુધી જમરા માથે બેસાડીશ ?! એટલે જ ભવના બીજ, ઘનઘાતી કર્મો, મોહનીય !
મોહનીયકર્મથી ભૂલ્યો જાતતે ! મોહનીય એટલે શું કે એક નગીનદાસ આખા ગામમાં શેઠ તરીકે હોય અને રાત્રે સૂતી વખતે આટલો દારૂ પીતાં હોય, જમતાં પહેલાં અને પછી જમીને સૂઈ જતાં હોય નિયમસર લેતાં હોય તો એનું ય આવરણ તો