________________
દર્શનાવરણકર્મ
૧૪૭
૧૪૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ઉપર સહમત થતા હોત, બહુ સારું થયું, તો છે તે તમને સૂઝ વધારે પડત. પેલું તમે કહ્યું કે “અત્યારે કંઈથી મૂઆ’, તે સૂઝ ઓછી થઈ જાય. એટલે આપણે આપણી મેળે પોતે પાટા બાંધ્યા. બીજો કોઈ પાટો બાંધનારો નથી. તમારા પોતાના પાટાથી જ તમે ભટકાવ છો.
પ્રશ્નકર્તા : સમજ અને સૂઝમાં ફેર ?
દાદાશ્રી : સમજને સૂઝ કહે છે. સમજ એ દર્શન છે, એ આગળ વધતું વધતું ઠેઠ કેવળદર્શન સુધી જાય.
અંતે થાય દર્શત તિવરણ ! પ્રશ્નકર્તા : સૂઝ અને દર્શન એક જ છે ?
દાદાશ્રી : એક ખરાં, પણ લોક દર્શનને બહુ નીચલી ભાષામાં લઇ જાય છે. દર્શન તો બહુ ઊંચી વસ્તુ છે. વીતરાગોએ સૂઝને દર્શન કહ્યું છે. અગિયારમાં માઇલથી રખડતા આગળ ચાલ્યા તો ત્યાંનું દર્શન થયું. જેમ જેમ આગળ ચાલે તેમ તેમ તેનું ‘ડેવલપમેન્ટ’ વધતું જાય, તેમ તેમ તેનું દર્શન ઊંચું વધતું જાય અને એક દહાડો મહીં લાઇટ થઈ જાય કે ‘હું આ ન હોય, પણ હું આત્મા છું' કે દર્શન નિરાવરણ થઇ જાય !
પ્રશ્નકર્તા : સૂઝ આવે ક્યાંથી ?
દાદાશ્રી : એ આવરણ ખૂલતું જાય છે તેમ તેમ સૂઝ પડતી જાય છે, આગળ આગળ. આમ જેમ જેમ પ્રવાહમાં વહેતો આવે છે, તેમ તેમ આવરણ ખૂલતું જાય છે, તેમ તેમ છે તે સૂઝ પડતી જાય છે. નિરંતર સૂઝ વધે જ..
પ્રશ્નકર્તા : આ જે સૂઝ છે તે આત્મા પ્રેરિત હશે ? આત્મા પ્રેરિત સૂઝ હોવી જોઈએને, તો જ થાય ને ?
દાદાશ્રી : એ આત્મા પ્રેરિત સૂઝ નહીં. એ આત્માનો એક ભાગ છે કે જે આવરાયેલો છે ને તે આવરણમાંથી મહીંથી નીકળેલું, ઉદય થયેલો
ભાગ છે સૂઝ નામનો ! અને એ જ છે તે દર્શનાવરણ તરીકે ગણાય છે ને એમાંથી સૂઝ વધતા વધતા, એ છેવટે સર્વદર્શી થાય.
જ્ઞાતવિધિથી ઊડે દર્શતાવરણીય ! પ્રશ્નકર્તા : આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય જીવનમાં કેવી રીતે હશે ?
દાદાશ્રી : આ ભઈ છે તે કેમ ગૂંચાયા કરે છે, આત્મા છે છતાંય ? સૂઝ ના પડે ને ? સમજણ પડે નહીં બધી વાત એટલે ગૂંચાય છે બિચારો. ત્યારે એ દર્શનાવરણીય કર્મ કહેવાય. નથી બોલતા ઘણાં માણસો કે મને સૂઝ નથી પડતી કશી. એ દર્શનાવરણીય કર્મનું ફળ છે. સુઝે ય નથી પડતી. ઘણાં માણસ કહે છે. આ મારો તો ધંધો આવો થઈ ગયો, કશી સૂઝ પડતી નથી એ દર્શનાવરણીય કર્મ છે અને સૂઝ પડતી હોય પણ જાણકારી નથી કે મારે ધંધો ચલાવવો કેવી રીતે ? તે જ્ઞાનાવરણીય કર્મ.
સૂઝ પડી, સમજણ પડી ‘કંઈક છે” એવું આપણને કે ‘હું શુદ્ધાત્મા છું’ એ સૂઝ પડી પણ હવે ‘શું છે? એ જાણકારી નથી એ જ્ઞાનાવરણીય કર્મ. એ માટે આ ભેગા થયા કરીએ છીએ. હવે આ જ્ઞાનાવરણીય કર્મ તોડવા માટે ફરીએ છીએ. પેલાં દર્શનાવરણીય કર્મ તૂટી ગયાં. દર્શનાવરણીય જ પહેલું તૂટે પછી જ્ઞાનાવરણ ધીમે ધીમે તૂટે.
પ્રશ્નકર્તા: ‘હું ચંદુભાઈ છું’ એ જ્ઞાનાવરણકર્મ કહેવાય ?
દાદાશ્રી : ના, જ્ઞાનાવરણ જુદી વસ્તુ છે. ‘હું ચંદુભાઈ છું’ એ જ દર્શનાવરણ. એ રોંગ બિલિફ, એ જ દર્શનાવરણ.
પ્રશ્નકર્તા : અને જ્ઞાનાવરણ ? દાદાશ્રી : એ રોંગ જ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા : રોંગ જ્ઞાન અને રોંગ બિલિફનો કર્તા અહંકારને ? ચંદુભાઈ જ ને ? એ જ આખું આવરણને ?