________________
દર્શનાવરણકર્મ
૧૪૫
બાકી બીજું જોવાની બધી અનંત શક્તિ છે મહીં દર્શનની પણ આવરણ છે તો શું કરે ? એ આંખથી જેટલું દેખાય એટલું જુએ છે બિચારો. બીજું કંઈ દેખાતું નથી એટલે આંખથી દેખાય છે એ કબૂલ કરે. પેલો બુદ્ધિથી જેટલું સમજાય એટલું આ જ્ઞાનને સમજે છે. બાકી મહીં પાર વગરનું જ્ઞાન છે પણ જે સત્તા છે આપણી પાસે, સામાન, તેને આધારે કંઈક કહીએ છીએ.
પ્રશ્નકર્તા: દાદા, આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કઈ રીતે બંધાયા હશે એ દાખલો આપીને સમજાવોને !
દાદાશ્રી : એટલે એ એની જાતે માને કે હું બાબો છું, એ છે તે જ્ઞાનાવરણકર્મ બંધાયું.
ગયા અવતારે આપણે શુદ્ધાત્મા શીખવાડ્યું હોય ને તો ય આ અવતારમાં ફરી પાછું જ્ઞાનાવરણ ઊભું થાય લોકોની સંગથી, પણ આપણું જ્ઞાન એવું છે કે એને જ્ઞાનાવરણ બંધાય ખરું પણ પછી જયારે સમજણો થાય ત્યારે છૂટી જાય એની મેળે. એમ ને એમ થોડુંક નિમિત્ત મળેને કશુંક તો બધું છૂટી જાય. પણ જ્ઞાનાવરણ તો આપણા લોકો જે અજ્ઞાન આપે છે એ જ કહેવું પડે ને ! પાછું ‘ચંદુ’ નામ પાડે. ‘ચંદુ’ આપણે કહેવું પડેને ! ‘હું ચંદુ છું', પાછો દેખાડે કે આ તારો પપ્પો થાય, આ તારી મમ્મી થાય. પાછો પપ્પાને ‘પપ્પો' કહેવો પડે. છે બધા આત્મા અને આપણે જાણીએ કે આ પપ્પો આવ્યો. એટલે આ જ્ઞાનાવરણ-દર્શનાવરણ બધા એમાં બંધાય છે. ‘હું ચંદુ છું’ એ પહેલું શ્રદ્ધા બેસે એટલે દર્શનાવરણ થાય. પછી જ્ઞાનમાં બેસે, અનુભવમાં બેસે ત્યારે જ્ઞાનાવરણ થાય. પછી આ બેઠું એટલે અંતરાય પડવા માંડે બધી જાતનાં અને પછી મોહ ઉત્પન્ન થાય. મોહનીય ઉત્પન્ન થાય. મોહનીય બધાંય, ચોગરદમ વેપાર ચાલુ થઈ ગયા આ.
૧૪૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) અને તે જ દ્રવ્યકર્મ.
અને આવરણ તો જ્ઞાન-આવરણ, દર્શન-આવરણ, બસ, બીજા કોઈ આવરણ હોતાં નથી. આવરણ એટલે આંખે પાટા બાંધવા અને પછી સ્ટેશને જવું. એ સારું કે પાટા બાંધ્યા વગર જવું સારું ?
પ્રશ્નકર્તા : બાંધ્યા વગર જવું એ વધારે સારું.
દાદાશ્રી : આ બધા પાટા બાંધીને ફરે છે અને વેપાર માંડ્યો છે પાટા બાંધીને અને પછી આ અથડાયા કરે છે નહીં દેખાવાથી, ત્યારે કહે, આંખે તો દેખાય છે? મૂઆ, એ દેખવાનું નહીં. અથડાયો તે નહીં દેખવાથી. કોઈ પણ અથડામણ થાય છે એ નહીં દેખવાથી, નહીં જાણવાથી.
પ્રશ્નકર્તા એટલે એને તમે દર્શન આવરણ કીધું ને ?
દાદાશ્રી : દર્શન ને જ્ઞાન-આવરણ. દર્શન-આવરણ સૂઝ પડે નહીં. ઘણાં લોકો કહે છે કે, સૂઝ પડતી નથી.
પ્રશ્નકર્તા : હા, હા, બરોબર.
દાદાશ્રી : એ દર્શનનું આવરણ અને એ આવરણ ખસી જાય થોડીવાર તપ કરીને. ત્યારે કહેશે, મને સૂઝ પડી.
સૂઝ એ દર્શત ! મહીં સૂઝ પડવી-ના પડવી એ દર્શનાવરણકર્મ કહેવાય. કેટલાંક ગૂંચાયા જ કરે. તે એક બેનને કહ્યું હોય કે દાળ-ભાત-કઢી-પૂરીઓદૂધપાક એ બધું કરી નાખ. ભજીયા-બજીયા બધું દોઢ કલાકમાં તૈયાર કરી નાખે અને બીજી બેન ત્રણ કલાક સુધી ગૂંચાયા કરે. એ કેમ ગૂંચાયા કરે છે ? સૂઝ પડતી નથી. જો કોઈ ખોટું ના લગાડશો, હં !
પ્રશ્નકર્તા : સૂઝ પડવી એ દ્રવ્ય કર્મ કહ્યું આપે ?
તે આ મારા સસરા આવ્યા,મારા મામા આવ્યા, મારા કાકા આવ્યા, એ બધું દેખાડે છે કોણ ? ત્યારે કહે, ઊંધા પાટા છે એટલે. ઊંધું દર્શન છે, મિથ્યાત્વ દર્શન છે. મિથ્યાત્વ દર્શન એટલે ઊંધો પાટો
દાદાશ્રી : સુઝ પડવી એ ય દ્રવ્ય કર્મ છે અને ના પડવી એ ય દ્રવ્યકર્મ છે. કારણ કે જો તમે પેલા ના ગમતા મહેમાન આવ્યા એના