________________
જ્ઞાનાવરણકર્મ
૧૪૩
એવું કહેતા'તાને, તે જ જ્ઞાનાવરણ. આ જ્ઞાન મળ્યા પછી તેટલું જ્ઞાનાવરણ તૂટ્યું. હવે આજ્ઞા પાળશો તેમ આગળનું તૂટતું જશે. હવે ઈગોઈઝમ ના કૂદે. પોતાને સ્વવશ રહેવાય એટલું જ્ઞાનાવરણ તૂટ્યું. પણ સમાધિ તો જેટલી આજ્ઞા પાળે તેટલી રહે.
પ્રશ્નકર્તા : અજ્ઞાન અને જ્ઞાનાવરણીય કર્મ એ બેમાં ફેર શો ?
દાદાશ્રી : જ્ઞાનાવરણ એ તો આવરણ છે અને અજ્ઞાન તો પોતાનું ભાન જ નથી. જ્ઞાનાવરણ તો વજું-ઓછું ય થાય. પણ પેલું અજ્ઞાન એ તો અજ્ઞાન જ રહે. આ તમને અજ્ઞાન તો કાચું પણ આ જ્ઞાનાવરણીય આખું ના નીકળી જાય. આ અજ્ઞાન તોડ્યું આપણે. પછી જ્ઞાનાવરણીય અમુક ભાગ તૂટી ગયો. પણ બીજો જે રહ્યો છે તો ધીમે ધીમે ખલાસ થાય. એટલે પહેલું અજ્ઞાન જાય પછી જ્ઞાનાવરણીય ધીમે ધીમે આવરણ પૂરું થઈ ગયું કે પૂર્ણિમા, પૂનમનો ચાંદ. ત્યાં સુધી બીજનો ચાંદ ઊગે.
[૨.૩] દર્શતાવરણકર્મ
આમ બંધાયા એ બન્ને ! આ મીણબત્તીમાં શું શું વસ્તુ છે? તે બતાવું તમને. એક જ્ઞાનાવરણકર્મ, બીજું દર્શનાવરણકર્મ છે. દર્શનાવરણકર્મ આખી શ્રધ્ધા જ થયેલી છે, દર્શન જ થયું છે. દર્શન ઊંધું થયું છે. જો તમે આ સનાતન અને દર્શનમાં જીવાત્મા છો એટલે મરી જઈશ એવો ભો પેઠો. દર્શન ફેર થઈ ગયું. તે દર્શનનું આવરણ છે, તેને લઈને તો આ આંખથી આપણે જોઈએ છીએ.
પ્રશ્નકર્તા : દર્શનાવરણનો દાખલો આપોને !
દાદાશ્રી : એવું છેને, આ કપડું મોઢા પર ઢાંક્યું તો તમને દાદા દેખાય છે ?
પ્રશ્નકર્તા : નથી દેખાતા હવે.
દાદાશ્રી : એ દર્શનાવરણ કહેવાય. આંખો છે છતાં આવરણ આવ્યું. એ આવરણ ખસી જાય તો દેખાય. એનું નામ દર્શનાવરણ ગયું કહેવાય.
દર્શનનું આવરણ થયું. હવે આંખનેય પાછું ચક્ષુ આવરણ આવે ત્યારે મોતીયા આવે, બીજું આવે. જાત જાતના આવરણો. એ માલૂમ પડે એવા આવરણ હોતા નથી, પણ દર્શનાવરણ તો હોય છે જ.