________________
મોહનીય કર્મ
૧૫૭
અને મોહનીય એ ઢાંક્યું છે. એટલે જે ભાવ થવો જોઈએ, તે નથી થતો. મોહભાવ થાય છે, સંમોહન થાય. પેલું ઢાંક્યાને લીધે, પોતાના સ્વરૂપનું ભાન થાય નહીં એટલે સંમોહન થાય. એટલે એ મોહનીયકર્મ ને મોહનીય છે તે અંતરાય પાડે. એ પોતે આત્માથી છૂટો પડ્યો, અંતરો પડ્યો, ત્યારથી બધા અંતરાય જ કહોને ! પોતાના સ્વરૂપના અંતરાય પડ્યા ત્યારથી બધા અંતરાય જ પડ પડ કર્યા કરે.
હવે પેલું દર્શન મોહનીય એ તો સ્કૂલ વસ્તુ છે. દર્શન મોહનીયને મિથ્યાત્વ કહેવાય છે. મોહનીય, અંતરાય, જ્ઞાનાવરણ ને દર્શનાવરણ – એ ચારની પ્રબળતા, એનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વથી આગળ વધે એટલે ત્રણ મિસીસ થઈ જાય. સમક્તિ પ્રાપ્ત થાય નહીં, તે પહેલાં આગળ વધ્યાનું ફળ, ત્રણ મિસીસ થઈ જાય. મિથ્યાત્વ મોહ થાય, મિશ્રમોહ થાય અને સમ્યકત્વ મોહ થાય. આ મોહનીયના ત્રણ ટુકડા થાય છે. હવે મિથ્યાત્વ મોહ વખતે મંદ પડે. ત્યારે મિશ્ર મોહનીયમાં આવે. આ ય ખરું ને તે ય ખરું. મોક્ષે જવાનો રસ્તો, આ બધા ભગવાનના મંદિરો-બંદિરો બધો જે માર્ગ છે ને, તે ય ખરું ને આ સંસારનું ય ખરું. શાસ્ત્રોય ખરાં ને આપણું ઘર, બૈરી-છોકરાં, ધંધો ય ખરું. બન્ને જગ્યાએ મોહના પરિણામ. ત્યાં જાય ત્યારે ત્યાંય મોહમાં હોય. અહીં આવે ત્યારે અહીંયા મોહમાં હોય. એક બાજુ મોહમાં હોય તો મિથ્યાત્વ મોહ કહેવાય. પેલા બન્નેવ મોહ હોય. મંદિરમાં જાય તો ત્યાં એટલો વખત આનંદમાં હોય, ઉપાશ્રયમાં જાય તો
ત્યાં એટલી વાણી સાંભળવાની મળે તે ઘડીએ ઊઠવાનું મન ના થાય અને ધંધામાં જાય તો ત્યાં મોહ ઉત્પન્ન થાય. મિશ્ર મોહનીય એ દર્શન મોહનીય. એ મિથ્યાત્વ મોહનીય ને મિશ્ર મોહનીય જાય ત્યાર પછી એને સમકિત થાય. ક્રોધ-માન-માયા-લોભ ચારેય જાય ત્યારે એને સમકિત થાય. ઉપશમ સમકિત અને પછી ઉપશમ સમકિત એટલે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી ભટક ભટક કરે. ત્યાર પછી ઘણાં વખત પછી ક્ષયપક્ષમમાં પેસી જાય. એ ઉપશમ થયેલું તે ક્ષયોપક્ષમનું ક્ષાયક થતાં થતાં તો અર્ધપુદ્ગલ પરાવર્તન એટલે તો બહુ કાળ ભટકામણ થઈ જાય. લાયક ક્યારે થાય કે સમ્યકત્વ મોહનીય જાય ત્યારે. સખ્યત્વ મોહનીયને તો હિન્દુસ્તાનમાં એક પણ
૧૫૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) માણસ એવો નથી કે જેને સમ્યકત્વ મોહનીય હોય. એ હોય તો તો બહુ સરસ કામ નીકળી જાત. સમ્યત્વ મોહનીય એટલે બીજી કોઈ ચીજ એને સાંભરે નહીં. આત્મા કેવો હશે ? આત્મા શું હશે ? કેમ કરીને જણાય ? કેમ કરીને મલે ? આત્માને જાણવા માટેનો જ બધો મોહ. એવાં કોણ છે અહીં આગળ ? આખો દહાડો ય, કોઈ બીજું પરિણામ જ નહીં. નિરંતર તેમાં ને તેમાં જ. આત્મા કેવો હશે ને કેવો નહીં ? એને કેવી રીતે જણાય ? ને બધું એના જ ઘાટમાં ને ઘાટમાં રહે એવાં કેટલાં માણસો હશે ? આ લોકોને તો કલાક નથી રહેતું, તો આ તો નિરંતર રહેવાનું છે, નિરંતર.
અને જેને આત્મા ‘આ’ છે એવું નક્કી થયું અને શંકા ઉત્પન્ન થઈ નહીં, એટલે સમ્યકત્વ મોહ ઊડી ગયો, એને ક્ષાયક સમકિત થયું.
એટલે આપણે આ સમ્યકત્વ મોહ ઊડી જાય છે. આત્મા આ છે એ નક્કી થાય છે નિઃશંક ભાવે, શંકા જરાય નથી રહેતી. આ દાદાજી કહે છે, તે જ આત્મા છે ને આપણો આત્મા પ્રગટ થઈ ગયો. પછી શંકાને કોઈ સ્થાન રહેતું નથી. નહીં તો આ જગતમાં કોઈને સંદેહ ગયેલો નહીં.
આ તો સંદેહ ગયો, શંકા ગઈ, બધું ગયું. અને આત્મા હાજર થઈ ગયો પછી બીજું શું જોઈએ ? પ્રગટ ચૈતન્ય હાજર થયું. આપણે યાદ ના કરીએ તો એની મેળે આવે. પછી શું જોઈએ ? જે દહાડે જ્ઞાન મળે છે તે પહેલી રાત એ આનંદ હજુ સાંભરે ને ? ત્યાં પેલું ડિસ્ચાર્જ તરત નથી નીકળતા ને ? પછી ડિસ્ચાર્જનો ઉદય આવ્યો, કે ડિસ્ચાર્જ ભેગું થયું પછી તે ગૂંચાયા કરે પાછો. એટલે એ પદ તો જોયું છે ને ? એટલે પહેલા કલાકમાં છે ને, જીતેન્દ્રિય જીન થઈ ગયો. પછીના કલાકમાં છે તે જીતમોહ જીન થાય છે. એ મોહ ક્ષય ના થાય ત્યાં સુધી આ જીતમોહ જીન, પછી ક્ષીણમોહ જીન.
જ્યાં રોકડું છે, જ્યાં પોતે જ હાજર થઈ ગયો, આત્મા હાજર થઈ ગયો, આ જગતમાં કોઈ એવી ચીજ નથી કે એ નિરંતર હાજર રહે.
તીર્થંકરોએ બરોબર પુરાવા આપ્યા છે ને ? તમારા અનુભવમાં આવે