________________
દ્રવ્યકર્મ
૧૩૭
[૨.૨]. જ્ઞાતાવરણકર્મ
દાદાશ્રી : ના. દ્રવ્યકર્મને સંચિત કર્મ કહે છે, સંચિત કર્મ જે સિલ્લક છે તેમાંથી એક-એક ઉદયમાં આવે, ફળ આપવાને માટે સન્મુખ થાય ત્યારે પ્રારબ્ધ કર્મ થાય. એ ફળ ચાખવામાં સમતા રહી કે વિષમતા રહી, તે નવો હિસાબ પાછો બાંધ્યો. ફળ ચાખવામાં સમતા રહી તો કશું જ તમને હરકત નહીં આવે.
પ્રશ્નકર્તા : દ્રવ્ય કર્મ અને ઉદયકર્મમાં શું ફેર ?
દાદાશ્રી : દ્રવ્યકર્મ ફળ આપવા તૈયાર થાય ત્યારે તે ઉદયકર્મ કહેવાય. દ્રવ્યકર્મ ઉદયકર્મની મારફત ખલાસ થઈ જવાનું. ફળ આપવા તૈયાર ન થયું ત્યારે દ્રવ્યકર્મ.
પ્રશ્નકર્તા : દ્રવ્યકર્મ સારું લાવવું હોય તો શું કરવું ?
દાદાશ્રી : ફળ ચાખવામાં સમતા રાખવાની. ફળ ચાખવામાં એટલે આપણે સમભાવે નિકાલ કરવાનું કહ્યું ને બધું. કઢી મોળી હોય કે ખારી હોય, પણ સમભાવે નિકાલ કરી નાખ.
દ્રવ્યકર્મ એટલે માણસ શાથી ઊંધું કરે છે આવું ? ત્યારે કહે છે દર્શનમાં, જ્ઞાનમાં ઊંધા પાટા થયા છે, એટલે છે તે આ ઊંધું કરે છે ને જો પાટા ચોખ્ખા કરી નાખો તો કશું નહીં કરે. તે આ અમે પાટા ચોખ્ખા કરી આપીએ તમને, જ્ઞાન આપીને, દર્શન આપીને.
આ જ્ઞાન મલ્યા પછી દ્રવ્યકર્મ અમુક અમુક ખલાસ થઈ જાય. જે ઊંધા ચશ્મા. બીજાં તો ભોગવવાનાં હોય ચાર કર્મ. નામ, વેદનીય, ગોત્ર ને આયુષ્ય ને એ બધું.
દ્રવ્યકર્મનું દ્રષ્ટાંત ! પ્રશ્નકર્તા દરેક કર્મને ડિટેલમાં સમજાવો. દ્રવ્યકર્મ દ્રષ્ટાંત સહિત સમજાવો.
દાદાશ્રી : મીણબત્તી જોયેલી, મીણબત્તી ? પ્રશ્નકર્તા: હા જી, મીણબત્તી જોયેલી. દાદાશ્રી : મીણબત્તીમાં શું શું વસ્તુ હોય છે, મહીં ? પ્રશ્નકર્તા : મીણ હોય છે, વાટ હોય છે.
દાદાશ્રી : આ બધું સાધન હોય છે અને પછી સળગાવે છે, ત્યારે આખી મીણબત્તી કહેવાય. પ્રકાશ આપશે. એવી આ પ્રકાશ આપતી મીણબત્તી છે. આ મીણબત્તી છે આખી, તે દ્રવ્યકર્મ છે આ બધાં. નિરંતર ઓગળ્યા જ કરે અને નવું દ્રવ્યકર્મ ઊભું થાય. આ મીણબત્તી જેમ જલ્યા કરે, સળગ્યા કરે તેમ આ ઓગળ્યા જ કરે નિરંતર.
તે આ દ્રવ્યકર્મમાં, આ મીણબત્તીમાં શું શું વસ્તુઓ છે તે કહું. પાછું પેલી મીણબત્તીમાં તમે એમ સમજ્યા કે દોરો છે ને એ છે, આમાં છે તે જ્ઞાનાવરણકર્મ છે.